લંડન. સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India- SII) ના સીઇઓ અદાર પૂનાવાલા (Adar Poonawalla)ના પિતા સાયરસ પૂનાવાલા (Cyrus Poonawalla) પણ લંડન પહોંચી ગયા છે. સાયરસ, પૂનાવાલા ગ્રુપ (Poonawalla Group)ના ચેરમેન છે અને તેની હેઠળ જ વેક્સીન બનાવનારી કંપની SII કામ કરે છે. અદાર ગત એક મહિનાથી લંડનમાં છે. હવે તેમના પરિવારની સાથોસાથ તેમના પિતા પણ ત્યા પહોંચતા પૂનાવાલાના દેશ છોડવાને લઈ અટકળો તેજ થઈ ગઈ છે. જોકે સાયરસ પૂનાવાલાએ આવી અફવાઓને ફગાવી દીધી છે. સાથોસાથ તેઓએ કહ્યું છે કે યૂરોપ (Europe)માં વેક્સીનનું યૂનિટ શરૂ કરવા અંગે વિચાર કરી રહ્યા છે.
અંગ્રેજી અખબાર ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ સાથે વાતચીત કરતાં સાયરસ પૂનાવાલાએ જણાવ્યું કે તેઓ દર વર્ષે ઉનાળાની રજાઓમાં લંડન આવે છે. તેઓએ કહ્યું કે જે લોકો પણ એવું કહી રહ્યા છે કે તેઓ અને તેમના દીકરો દેશ છોડીને ભાગી ગયા છે તે ખોટી અને પાયાવિહોણી વાત છે. તેઓએ કહ્યું કે, હું દર વર્ષે મે મહિનામાં લંડન આવું છું. અદાર પણ નાનપણથી આવી રહ્યો છે. એવામાં મારા અને મારા પરિવારનું અહીં આવવું કઈ નવી વાત નથી.
નોંધનીય છે કે, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) પુણેમાં કોવિશીલ્ડ (Covishield) નામથી કોરોનાની વેક્સીનનું નિર્માણ કરી રહી છે. ભારતમાં હાલમાં 90 ટકા વેક્સીન આ કંપનીથી આવી રહી છે. થોડા દિવસો પહેલા અદાર પૂનાવાલાએ કહ્યું હતું કે વેક્સીનને લઈ તેમની પર ખૂબ દબાણ છે. તેઓએ કહ્યું હતું કે ભારતમાં કોરોના વેક્સીન કોવિશીલ્ડની ઝડપથી સપ્લાય કરવાના ડિમાન્ડ કરતા ફોન તેમની પર આવી રહ્યા છે. આ ફોન દેશના કેટલાક સૌથી પાવરફુલ લોકો પણ કરી રહ્યા છે. તેમાં રાજ્યોના મુખ્યમંત્રી, બિઝનેસ કંપનીઓના પ્રમુખ અને અન્ય સામેલ છે. ફોનમાં કોવિશીલ્ડની તાત્કાલિક સપ્લાયની માંગ કરવામાં આવી રહી છે.
સાયરસ પૂનાવાલાએ એવું પણ જણાવ્યું કે, તેમની કંપની યૂરોપમાં નવું યૂનિટ સ્થાપવાનો વિચાર કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે SII યૂક્રેન કે પછી બ્રિટનમાં પ્રોડક્શન યૂનિટ ઊભું કરવા પર ચર્ચા કરી રહી છે. સાયરસે કહ્યું કે, વેક્સીનનું નિર્માણ પુણેમાં કરવામાં આવી રહ્યું છે. પરંતુ અમે લોકો યૂરોપમાં પ્લાન્ટ સ્થાપવા અંગે વિચારી રહ્યા છીએ. હાલ તેના વિશે કોઈ જાણકારી આપવી ઉતાવળ ગણાશે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર