COVID-19 Vaccination: કોરોના સામે જંગમાં પાડોશી દેશોની મદદ કરશે ભારત, બુધવારથી શરૂ થશે સપ્લાય

COVID-19 Vaccination: કોરોના સામે જંગમાં પાડોશી દેશોની મદદ કરશે ભારત, બુધવારથી શરૂ થશે સપ્લાય
પ્રતિકાત્મક તસવીર (AP))

આ ક્રમમાં બુધવારે બાંગ્લાદેશને 20 લાખ મફત વેક્સીન ડોઝ મોકલવામાં આવશે

  • Share this:
    નવી દિલ્હી : કોરોના વાયરસ મહામારી સામેના જંગમાં ભારતે મોટી જીત મેળવી છે. દેશમાં દુનિયાનો સૌથી મોટો વેક્સીનેશન (Vaccination)કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. ફક્ત ચાર જ દિવસોમાં લાખો સ્વાસ્થ્યકર્મીઓનું ટિકાકરણ કરવામાં આવ્યું છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi)કહ્યું કે વૈશ્વિક સમુદાયની સ્વાસ્થ્ય સંબંધી જરૂરિયાતને પૂરી કરવા માટે ભારતને એક મજબૂત અને વિશ્વાસપાત્ર સાથે તરીકે જોવામાં આવે છે. આવતીકાલથી ઘણા દેશો માટે કોરોના વેક્સીનની આપૂર્તિ શરૂ થશે અને આવનાર દિવસોમાં વધારે પાલન થશે.

    આ ક્રમમાં બુધવારે બાંગ્લાદેશને 20 લાખ મફત વેક્સીન ડોઝ મોકલવામાં આવશે. આ વેક્સીન ડોઝ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની વેક્સીન કોવિશીલ્ડના હશે. જાણકારી પ્રમાણે ભારત આ વેક્સીન ડોઝ સદ્ભાવના સંદેશના રૂપમાં મોકલી રહ્યું છે. આ પછી બાંગ્લાદેશને વેક્સીન ડોઝ વ્યાવસાયિક આધાર પર આપવામાં આવશે.



    આ પણ વાંચો - સંસદની કેન્ટીનમાં સબસિડી ખતમ, વાર્ષિક 8 કરોડ રૂપિયા થઈ શકે છે બચત

    ન્યૂઝ 18 પર પહેલા પણ રિપોર્ટ પ્રકાશિત કર્યો છે કે ભારતે બાંગ્લાદેશને શરૂઆતના વેક્સીન ડોઝ મફતમાં આપવાનો વાયદો કર્યો હતો. આ પહેલા સોમવારે સૂત્રોના હવાલાથી સમાચાર આવ્યા હતા કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ દેશને 1 કરોડ ફ્રી વેક્સીન ડોઝ આપવાનો વાયદો કર્યો છે. આ વેક્સીન ડોઝ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ફેસિલિટી અંતર્ગત આપશે.

    સરકારે મંગળવારે કહ્યું કે કોવિડ-19થી બચાવ માટે ડોઝ લેનાર કુલ લોકોમાંથી 0.18 ટકા માં જ પ્રતિકુળ અસર જોવા મળી છે. જ્યારે 0.002 ટકા લોકોને હોસ્પિટલમાં ભરતી કરવા પડ્યા છે. જે નિમ્ન સ્તર છે. નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) વીકે પોલે કહ્યું કે ટિકાકરણ પછી દુષ્પ્રભાવ અને ગંભીર સમસ્યા હજુ સુધી જોવા મળી નથી.
    Published by:Ashish Goyal
    First published:January 19, 2021, 21:54 pm

    ટૉપ ન્યૂઝ