Home /News /national-international /

coronavirus Vaccination : 16 માર્ચથી 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન અપાશે, 60+ વાળાને લાગશે બૂસ્ટર ડોઝ

coronavirus Vaccination : 16 માર્ચથી 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન અપાશે, 60+ વાળાને લાગશે બૂસ્ટર ડોઝ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ (Mansukh Mandaviya)સોમવારે આ જાણકારી આપી (પ્રતિકાત્મક તસવીર)

India Coronavirus Vaccination : સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું- બાળકો સુરક્ષિત તો દેશ સુરક્ષિત. મને જણાવતા ખુશી થાય છે કે 16 માર્ચથી 12થી 14 વર્ષના બાળકોને કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી રહી છે

    નવી દિલ્હી : દેશમાં 12 થી 14 વર્ષના આયુ વર્ગના બાળકોને કોવિડ-19નું વેક્સીનેશન (coronavirus Vaccination)16 માર્ચથી શરુ થશે. આ સાથે હવે 60 વર્ષથી વધારે ઉંમરના લોકોને કોવિડ-19ની વેક્સીનનો (Covid-19 Vaccine)બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. પહેલા આ ઉંમરના ગંભીર બીમારીથી પીડિત લોકોને આ વેક્સીન આપવામાં આવી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ (Mansukh Mandaviya)સોમવારે આ જાણકારી આપી છે.

    કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે 2008, 2009 અને 2010માં જન્મેલા બાળકો કે જે પહેલાથી 12 વર્ષથી વધારે ઉંમરના છે. તેમને 16 માર્ચથી કોવિડની વેક્સીન લગાવવામાં આવશે. કોવિડ-19 વેક્સીન હૈદરાબાદ સ્થિત બાયોલોજિકલ ઇ દ્વારા નિર્મિત કોર્બેવેક્સ હશે. સરકારે એ નિર્ણય કર્યો છે કે 60 વર્ષથી વધારે ઉંમરના લોકો માટે કોવિડ-19 પ્રિકોશન ડોઝ માટે મોર્બિડીની સ્થિતિને તાત્કાલિક હટાવી દીધી છે. મંત્રાલયે કહ્યું કે 14 વર્ષથી વધારે ઉંમરના લોકો માટે પહેલાથી જ ચાલી રહેલા વેક્સીનેશન અભિયાન અંતર્ગત વેક્સીન લગાવવામાં આવી રહી છે.


    સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કર્યું ટ્વિટ

    સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કર્યું હતું કે બાળકો સુરક્ષિત તો દેશ સુરક્ષિત. મને જણાવતા ખુશી થાય છે કે 16 માર્ચથી 12થી 14 વર્ષના બાળકોને કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી રહી છે. તે સાથે જ 60થી વધુ ઉંમરના લોકોને હવે પ્રિકોશન ડોઝ પણ આપી શકાશે. મારી બાળકોના પરિવારજનો અને 60 પ્લસ આયુ વર્ગના લોકોને વિનંતી છે કે વેક્સિન અવશ્ય લો.

    ચીનમાં બે વર્ષમાં સૌથી વધુ કોરોના કેસ, 20 મિલિયન લોકો ઘરોમાં બંધ

    ચીનમાં હાલ કોરોના (Corona) વિસ્ફોટ જોવા મળી રહ્યો છે, જેણે વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ચીન છેલ્લા બે વર્ષના સૌથી વધુ કોરોના કેસ સામે લડી રહ્યું છે. જો કે સરકારી આંકડા મુજબ, રવિવારે સમગ્ર દેશમાં કોવિડ-19 સંક્રમણના (Covid-19 infection) 3400 નવા કેસ નોંધાયા હતા, પરંતુ તેનાથી બે કરોડ લોકો ઘરોમાં કેદ થઈ ગયા છે. વાહનવ્યવહાર વ્યવસ્થાથી માંડીને શહેરીજનોની અવરજવર માટે કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. માહિતી અનુસાર, ચીનના લગભગ 19 પ્રાંતોમાં રવિવારે કોરોનાના 3400 નવા કેસ સામે આવ્યા હતા. તેમાંથી 1800 કેસો લક્ષણો ધરાવતા હતા. આ કારણે દેશના દક્ષિણી શહેર શેનઝેનના 1.75 કરોડ લોકોને ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Corona vaccine, Coronavirus

    આગામી સમાચાર