બાળકો માટે Covid-19ની વેક્સીન શા માટે જરૂરી છે?

બાળકોને વેક્સીન (ફાઈલ ફોટો)

આ વાયરસનો નવો વેરિએન્ટ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને તેની બાળકો પર પણ અસર જોવા મળી રહી છે.

  • Share this:
નવી દિલ્હી : કોવિડ-19 (Covid-19) બીજી લહેરની ભારતમાં ખૂબ જ ખરાબ અસર થઈ રહી છે. આ વાયરસનો (Coronavirus) નવો વેરિએન્ટ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને તેની બાળકો પર પણ અસર જોવા મળી રહી છે. આ કારણોસર વેક્સીનેશનના કાર્યક્રમમાં બાળકોને પણ શામેલ કરવાની વાત કરવામાં આવી રહી છે.

બાળકોને વેક્સીનની મંજૂરી

કેટલાક વિકસિત દેશોમાં બાળકો માટે વેક્સીનના ટ્રાયલને મંજૂરી આપવામાં આવી છે. ભારતમાં આ મહિનાથી વયસ્કને પણ વેક્સીન આપવાની શરૂઆત કરવામાં આવી છે. બાળકોમાં જે રીતે સંક્રમણ ફેલાઈ રહ્યું છે, તેને ધ્યાનમાં રાખીને બાળકોને વેક્સીનેશન કાર્યક્રમમાં શામેલ કરવાની માંગ કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટે સરકારને સવાલ પૂછ્યો હતો કે બાળકોને શા માટે વેક્સીનેશન કાર્યક્રમમાં શામેલ કરવામાં આવી રહ્યા નથી.

બાળકોને પણ વેક્સીન આપવી જરૂરી

નિષ્ણાંતો માને છે કે કોવિડ-19થી સુરક્ષા માટે મોટાભાગના લોકોને વેક્સીન આપવી જરૂરી છે. જ્યાં સુધી બાળકો અને કિશોરોને વેક્સીન આપવામાં નહીં આવે ત્યાં સુધી સુરક્ષા સંભવ નથી. આ કામ આદેશ જાહેર કરવા જેટલુ સહેલું નથી. વેક્સીનને લઈને પહેલેથી જ અનેક પ્રકારની આશંકા છે. બાળકોને લઈને કોવિડ-19 વિશે ભ્રામક જાણકારી આ કાર્યને વધુ પડકારજનક બનાવે છે.

આ પણ વાંચોસુરત : Coronaનો કહેર, 'પટેલ પરિવારમાં તો કોઈ ના બચ્યું, ઘરને તાળુ મારવું પડ્યું, મહુવાના ગામડાઓમાં હાલત ખરાબ

બાળકો પર કોવિડ-19નો અલગ અલગ પ્રભાવ જોવા મળી રહ્યો છે

બાળકોને વેક્સીન આપવાને લઈને અનેક કારણ છે જે વેક્સીનેશનને પ્રોત્સાહન આપી શકે છે. ઇન્ડિયા ટુડેના રિપોર્ટમાં બાળકોને વેક્સીન આપવા માટે ત્રણ કારણ પર વધુ ભાર મુકવામાં આવ્યો છે. રિસર્ચર્સ માને છે કે બાળકોને વેક્સીન આપ્યા બાદ જો તે નાકામ રહે તો તેમના માતા-પિતાને દંડ અથવા કોઈ સામાજિક કાર્ય કરવા જેવી સજાનું પ્રાવધાનનું કામ કરી શકે છે.

માતા-પિતાએ ખાસ પ્રયાસ કરવો જોઈએ

રિસર્ચર્સ જણાવે છે કે માતા-પિતાએ એવો પ્રયાસ કરવો જોઈએ જેનાથી બાળકોમાં સંક્રમણ ઊભુ ન થાય. બાળકોને મોટાની સારસંભાળથી દૂર રાખવા જોઈએ. બાળકોમાં કોવિડ-19નું એક અલગ જોખમ જોવા મળી રહ્યું છે. જેમાં મલ્ટી ઈન્ફ્લેમેટરી સિંડ્રોમ(MIS-C) પણ જોવા મળી રહ્યા છે. બાળકો પર તેની અસરની વધુ જાણકારી નથી.

આ પણ વાંચો - Happy hypoxia: કોરોના દર્દીઓના 'સાઇલન્ટલી' જીવ લઇ રહી છે આ બીમારી, જાણો તેના લક્ષણો

સંક્રમણ ઓછુ થવાની સંભાવના

જે રીતે વેક્સીન વયસ્ક પર કામ કરે છે તે રીતે જો બાળકો માટે પણ એટલી જ સુરક્ષિત છે, તો બાળકોને અનેક જોખમથી બચાવી શકાય છે. સરકારે આ પરિસ્થિતિમાં વેક્સીન સૈદ્ધાંતિક રૂપે અનિવાર્ય કરી દેવી જોઈએ. જો બાળકોને વેક્સીન લગાવવામાં આવે તો બાળકોથી ફેલાતા સંક્રમણનું જોખમ ઓછુ થઈ જશે. જો બાળકોને વેક્સીન આપવામાં મોડુ કરવામાં આવશે તો જોખમ વધી શકે છે. સંપૂર્ણ પરિવારને જો વેક્સીન લગાવી હોય તો સંક્રમણ ફેલાવવાનું જોખમ ઘણું ઓછુ થઈ શકે છે.

બાળકોને વેક્સીન આપવા પર દેશના સ્વાસ્થ્યને યોગ્ય બનાવવાનો હેતુ છે. બાળકોમાં સંક્રમણ ઓછુ કરીને ભવિષ્યના નાગિરકોને કોવિડ-19ની ખરાબ અસરથી બચાવી શકાય છે. જેથી બાળકો માટે શાળાઓ પણ સરળતાથી ખોલી શકાય છે.
First published: