COVID-19 Vaccination in India: દેશમાં કોરોના મહામારી (Corona Pandemic) સામેની લડત તીવ્ર બની છે. ભારત (India)માં વિશ્વનું સૌથી મોટુ રસીકરણ અભિયાન (Corona Vaccination Campaign) ચાલી રહ્યું છે, જે હવે બીજા તબક્કામાં પણ પહોંચી ગયું છે. દેશમાં અત્યાર સુધીમાં 1.63 કરોડ લોકોને રસી અપાઈ ચુકી છે. ભારતનું રસીકરણ અભિયાન અન્ય દેશોની સરખામણીમાં વધુ અસરકારક છે. હજુ સુધી કોઈ વ્યક્તિને રસીના કારણે ગંભીર અસર થઈ હોવાનું નોંધાયું નથી.
દેશમાં કોરોના રસીકરણના પ્રથમ તબક્કાના પરિણામો જોયા બાદ લોકોને કોઈ પણ ચિંતા વગર રસી લેવા માટે વિશ્લેષકો દ્વારા સલાહ આપવામાં આવી છે. રસી મુકાવવાથી કોઈએ ઇનકાર કરવો જોઈએ નહીં, દરેક લોકોએ રસી મુકાવવી જોઈએ. રસીના મામલે હજુ કોઇ નકારાત્મક બાબત જાણવા મળી નથી.
આ પણ વાંચો, મહારાષ્ટ્રઃ કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધાના થોડીવારમાં જ વ્યક્તિનું મોત, ડૉક્ટરો શોધી રહ્યા છે કારણ
ડૉ. શશાંક જોશીએ કહ્યું છે કે, દેશમાં ઉપયોગમાં લેવાનારી ભારત બાયોટેકની કોવેકસીન અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવીશિલ્ડ એકદમ સુરક્ષિત છે. ડો. શશાંક જોશી મહારાષ્ટ્રમાં કોવિડ-19 ટાસ્ક ફોર્સના સદસ્ય છે. તેમના કહ્યા મુજબ કોઈ પણ રસી લીધા બાદ સામાન્ય આડઅસર જોવા મળે જ છે.
રસીકરણ પહેલા કઈ વાતોનું ધ્યાન રાખશો?
>> તમે લોહી પાતળું કરવાની દવા લઈ રહ્યા હોવ અથવા અન્ય બીમારીની દવા ચાલુ હોય તો આ અંગે સ્વાસ્થ્ય કર્મચારીઓને જણાવવું જોઈએ.
>> રસી લીધા બાદ જો કોઈ ગંભીર આડઅસર થાય તો ત્યાર બાદનો ડોઝ લેતા પહેલા ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.
>> રસીકરણ માટે શક્ય તેટલો આરામ કરવો જોઈએ. પેટ ભરીને જમવું જોઈએ અને દવા લેવી જોઈએ.
>> તમે પ્રથમ ડોઝ જે કંપનીનો લીધો હોય બીજો ડોઝ પણ તે જ કંપનીનો લેવો જોઈએ. ઉદાહરણ તરીકે જો પહેલો ડોઝ કોવિશિલ્ડનો લીધો તો બીજો પણ તેનો જ લેવો જોઈએ.
>> જે લોકો કોઈ પણ દવાની એલર્જીની સમસ્યાથી પીડાતા હોય, તેઓએ રસીનો ડોઝ લેવો જોઈએ નહીં. ગર્ભવતી મહિલાએ પણ ડોઝ ના લેવો જોઈએ.
આ પણ વાંચો, Covid Vaccination: કોરોના સામે Covaxin 81% કારગર, જાણો તે Covishieldથી કેવી રીતે સારી
રસી લીધા બાદ આ બાબતોનું ધ્યાન રાખો
>> રસીકરણ કેન્દ્ર પર રસી લીધા બાદ તાત્કાલિક કોઈ ગંભીર અસરથી બચવા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. તબીબ તેની ખાતરી કર્યા બાદ જ રજા આપે છે.
>> રસી લીધા બાદ તાવ અને દુઃખાવા જેવી આડઅસર સામાન્ય છે. ડરવાની જરૂર નથી. ઠંડી અને થાક પણ લાગી શકે છે. જોકે આવી આડઅસર થોડા દિવસોમાં દૂર થઈ જાય છે.
>> રસી લીધા પહેલા અને બાદમાં દારૂ ન પીવો જોઈએ. વિશ્લેષકોના મત મુજબ રસી લીધાના 45 દિવસ સુધી આલ્કોહોલનું સેવન ન કરવું. જે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ સારી હોય તેને રસી ઝડપથી અસર કરે છે.
>> રસીના બન્ને ડોઝ લીધા બાદ રસી લેનાર વ્યક્તિ કોરોનાના દર્દીની સારવાર કરી શકે છે. જેથી પ્રથમ ચરણમાં સૌપ્રથમ આરોગ્યકર્મીઓને રસી અપાઇ હતી.
>> રસી લગાવ્યા બાદ પણ રસી લેનારે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે. જે મહામારી રોકવામાં મહત્વનું પાસું છે.