Covid 19 Vaccination: પહેલા દિવસે જ 79 લાખથી વધુ લોકોએ વેક્સીન માટે નોંધણી કરાવી, આવી રીતે કરો રજિસ્ટ્રેશન

Covid 19 Vaccination: પહેલા દિવસે જ 79 લાખથી વધુ લોકોએ વેક્સીન માટે નોંધણી કરાવી, આવી રીતે કરો રજિસ્ટ્રેશન
તસવીર: Shuterstock

બુધવારે (28 એપ્રિલ) કોરોના રસીકરણ માટે કુલ 79 લાખ 65 હજાર 720 લોકોએ રસી માટે નોંધણી કરાવી હતી. કોવિન અને અન્ય એપ્લિકેશન્સ દ્વારા નોંધણીનો 28 એપ્રિલનો પ્રથમ દિવસ હતો.

  • Share this:
    કોરોના રસીકરણ (Vaccination) નો આગામી તબક્કો 1 મેથી દેશભરમાં શરૂ થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે પણ રસીકરણ અભિયાનમાં 18 વર્ષ પ્લસથી વધુ ઉંમરના નાગરિકોને સમાવિષ્ટ કરવાનો નિર્ણય લીધો છે. 1 મેથી, 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવશે. આ રસીકરણની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા બુધવારે (28 એપ્રિલ) Co-Win / પોર્ટલ પરથી નોંધણી માટે માટે શરૂ થઈ હતી. કોરોના રસીકરણ માટે બુધવારે કુલ 79 લાખ 65 હજાર 720 લોકોએ રસી માટે નોંધણી કરી હતી.

    બુધવારે સાંજે 4.00 વાગ્યે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ હતી, પરંતુ ટ્રાફિક વધારે હોવાને કારણે રજિસ્ટ્રેશન શરૂ થતાંની સાથે જ એપનું સર્વર ડાઉન થઈ ગયું હતું. ઘણા વપરાશકર્તાઓએ ટ્વીટર પર ફરિયાદ કરી હતી કે તેઓ ક્યાં તો પોર્ટલમાં લૉગ ઇન કરી શકતા નથી અથવા નોંધણી કરવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કેટલાક વપરાશકર્તાઓએ જણાવ્યું હતું કે તેઓ નોંધણી કરવાનો પ્રયાસ કરતી વખતે એરરનાં સંદેશા જોતા હતા. કેટલાક અન્ય લોકોએ ફરિયાદ કરી હતી કે તેઓ તેમના ફોનમાં લૉગ ઇન કરવા માટે ઓટીપી પ્રાપ્ત કરી રહ્યા નથી.





    જોકે, શરૂઆતમાં થોડી પરેશાની બાદમાં કોવીન પોર્ટલ ફરી કાર્યરત થઈ ગયું હતું. આરોગ્ય સેતુ એપ્લિકેશન પરથી આ અંગે સત્તાવાર માહિતી આપવામાં આવી હતી. સાંજે 4.00 વાગ્યાથી ટેકનિકલ એરર બાદ તે ફરથી નિયત સમયે કાર્યરત થઈ ગયું હતું

    આવી રીતે કરો Co-WIN પર રજિસ્ટ્રેશન

    >> www.cowin.gov.in પર જાઓ

    >> તમારો મોબાઇલ નંબર એન્ટર કરો

    >> ખાતું ખોલવા માટે એક OTP આવશે તેના પર ક્લિક કરો

    >> તમે સીધા વેક્સીન નોંધણીના પેજ પર પહોંચી જશો જ્યાં તમારે તમારા ઓળખ પત્રની પસંદગી કરવાની રહેશે

    >> તમારું નામ, ઉંમર, લીંગ અને એક ઓળખ કાર્ડ તેના પર અપલોડ કરો

    >> આ વિગતો ભર્યા બાદ રજિસ્ટર બટન પર ક્લિક કરો

    >> રજિસ્ટ્રેશન સમાપ્ત થઈ ગયા બાદ એકાઉન્ટ ડિટેલ્સ દર્શાવવામાં આવશે

    >>એક નાગરિક વધુ, 'એડ મોર' કરી આ મોબાઇલ નંબર સાથે જોડાયેલા વધુ 3 લોકોનાં નામ ઉમેરી શકાય છે.

    >> હવે શિડ્યુલ એપોઇન્ટમેન્ટ 'Schedule Appointment' બટન પર ક્લિક કરો

    >> રાજ્ય જિલ્લો, બ્લૉક પિન કોડ અને પોતાની સુવિધા મુજબ રસીકરણ કેન્દ્ર સર્ચ કરો

    >> ત્યારબાદ બુક બટન પર ક્લિક કરો. બુકિંગ થવા પર તમને એક મેસેજ મળશે જેની માહિતી વેક્સીનેશન સેન્ટર પર આપવાની રહેશે.
    Published by:Jay Mishra
    First published:April 28, 2021, 23:01 pm

    ટૉપ ન્યૂઝ