Home /News /national-international /Covid-19 Vaccination: 12 થી 15 વર્ષના બાળકોને લાગી શકે છે વેક્સીન! સરકારને જલ્દી મળશે 5 કરોડ ડોઝ

Covid-19 Vaccination: 12 થી 15 વર્ષના બાળકોને લાગી શકે છે વેક્સીન! સરકારને જલ્દી મળશે 5 કરોડ ડોઝ

DCGI જલ્દી આ વેક્સીન 12 થી 18 વર્ષના બાળકોને લગાવવાની મંજૂરી આપી શકે છે (પ્રતિકાત્મક તસવીર)

Covid 19 Vaccination - દેશમાં જલ્દી 12 થી 15 વર્ષના બાળકો માટે પણ કોરોના વેક્સીનેશન (Corona Vaccination)શરુ થઇ શકે છે.

નવી દિલ્હી : દેશમાં જલ્દી 12 થી 15 વર્ષના બાળકો માટે પણ કોરોના વેક્સીનેશન (Corona Vaccination)શરુ થઇ શકે છે. કેન્દ્ર સરકાર બાયોલોજિકલ-ઇ ની (Biological E)વેક્સીન કોર્બેવેક્સનો (Corbevax)આ ઉંમરના બાળકો માટે ઉપયોગ કરી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોર્બેવેક્સના લગભગ 5 કરોડ ડોઝ કેન્દ્ર સરકારને આ મહિનાના અંતમાં ઉપલબ્ધ થઇ શકે છે. કોરોના મેનેજમેન્ટ સાથે જોડાયેલા કેન્દ્ર સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ઔષધીય નિયામકની વિષય-વિશેષજ્ઞ સમિતિએ (Subject Expert Committee)કોર્બેવેક્સને 12 થી 18 વર્ષના બાળકો માટે ઉપયુક્ત માની છે.

આ સમિતિએ DCGI ને પોતાની ભલામણો મોકલી આપી છે. DCGI જલ્દી આ વેક્સીન 12 થી 18 વર્ષના બાળકોને લગાવવાની મંજૂરી આપી શકે છે. કોર્બેવેક્સ વેક્સીન હાલ ઇમરજન્સી ઉપયોગ વ્યવસ્થા અંતર્ગત 18 વર્ષથી ઉંમરના લોકોને લગાવવામાં આવી રહી છે. જોકે કોર્બેવેક્સને નવેસરથી મંજૂરી મળતા જ 12 થી 15 વર્ષ સુધીના બાળકોનું વેક્સીનેશન શરૂ થઇ જશે.

સરકારે આપ્યો ખરીદવાનો આદેશ

સૂત્રોના મતે કેન્દ્ર સરકારે કોર્બેવૈક્સની 5 કરોડ વેક્સીનની ખરીદી માટે આદેશ પણ જાહેર કરી દીધો છે. ઓર્ડર આ મહિનામાં જ થશે તેવી પુરી સંભાવના છે. બાયોલોજિકલ-ઇની આ વેક્સીનનું કેન્દ્રીય ઔષધી પ્રયોગશાળા (CDL), કસૌલીમાં પરીક્ષણ પણ થઈ ચુક્યું છે. આ નિર્ધારિત માપદંડો પર ખરી ઉતરી છે.

આ પણ વાંચો - PM Modi in Punjab: પંજાબમાં પીએમ મોદીએ કહ્યું- ઇતિહાસ સાક્ષી છે કે કોંગ્રેસે ખેડૂતોને હંમેશા દગો આપ્યો છે

કેન્દ્રએ તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ પ્રોટોકોલની સમીક્ષા કરવા સૂચના આપી

ભારતમાં કોરોના વાયરસ (Coronavirus in India)નો પ્રકોપ ધીમે ધીમે ઓછો થતો જોવા મળી રહ્યો છે. દરરોજ નોંધાયેલા નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઘટાડાને જાળવી રાખવા માટે કેન્દ્ર ખંતપૂર્વક કામ કરી રહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે (Rajesh Bhushan) તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ પ્રોટોકોલ (Covid Protocols)ની સમીક્ષા કરવા સૂચના આપી છે. પોતાના પત્રમાં ભૂષણે કોવિડ-19ના વધારાના નિયંત્રણોની (Covid Restrictions) સમીક્ષા કરવા અને તેમાં સુધારો કરવા અથવા તેને દૂર કરવા કહ્યું છે કારણ કે દેશમાં રોગચાળો સતત ઘટતો નજર આવી રહ્યો છે.

ભૂષણે તેમના પત્રમાં કહ્યું કે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ પણ કેસોમાં ઘટાડા અને સંક્રમણના ફેલાવાના સ્તર પર દૈનિક ધોરણે દેખરેખ રાખવાનું ચાલુ રાખવું જોઈએ. તેમણે કહ્યું કે તેઓ મહામારીને કાબૂમાં લેવા માટે પાંચ પાયાવાળી વ્યૂહરચના પણ બનાવી શકે છે. જેમાં કોવિડના ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ-રસીકરણ અને યોગ્ય વર્તનનું પાલન કરવામાં આવે છે.
First published:

Tags: Coronavirus, Covid 19 vaccine

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો