Home /News /national-international /દિવાળી પહેલા કોરોના નવા વેરિઅન્ટે ચિંતા વધારી, એક્સપર્ટ પાસેથી જાણો તમે કેવી રીતે સુરક્ષિત રહી શકો છો

દિવાળી પહેલા કોરોના નવા વેરિઅન્ટે ચિંતા વધારી, એક્સપર્ટ પાસેથી જાણો તમે કેવી રીતે સુરક્ષિત રહી શકો છો

દિવાળી પહેલા કોરોના નવા વેરિઅન્ટે ચિંતા વધારી

covid 19: તહેવારની સિઝન આવતા જ કોરોના વાયરસે એક વખત ફરીથી દેશની ચિંતા વધારી દીધી છે. દિવાળી અને છઠ પહેલા કોરોના વાયરસ નવા વેરિઅન્ટની સાથે પગપસેરો કરી રહ્યો છે. કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે એટલું જ નહીં, પરંતુ તેના નવા વેરિઅન્ટે પણ ભારતમાં દસ્તક આપી છે. સૌથી ખતરનાક ગણાતા ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ BQ.1નો એક કેસ પુણેમાં મળી આવ્યો છે

વધુ જુઓ ...
    નવી દિલ્હી. તહેવારની સિઝન આવતા જ કોરોના વાયરસે એક વખત ફરીથી દેશની ચિંતા વધારી દીધી છે. દિવાળી અને છઠ પહેલા કોરોના વાયરસ નવા વેરિઅન્ટની સાથે પગપસેરો કરી રહ્યો છે. કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે એટલું જ નહીં, પરંતુ તેના નવા વેરિઅન્ટે પણ ભારતમાં દસ્તક આપી છે. સૌથી ખતરનાક ગણાતા ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ BQ.1નો એક કેસ પુણેમાં મળી આવ્યો છે, જેને ભારતનો પ્રથમ કેસ કહેવામાં આવી રહ્યો છે. તે જ સમયે, ઓમિક્રોનના અન્ય સબ-વેરિઅન્ટ XBBના કેસ પણ દેશમાં સતત વધી રહ્યા છે. આવી સ્થિતિમાં, કોવિડ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, તહેવારો દરમિયાન લોકોએ વધુ સજાગ રહેવાની જરૂર છે. નિષ્ણાતોએ કહ્યું છે કે તહેવારો દરમિયાન ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ.

    દિલ્હી મેડિકલ એસોસિએશનના સભ્ય ડૉ. પુનિત કુમારે ખાસ કરીને દિવાળીના અવસર પર કોરોના વાયરસથી બચવા માટે સાવચેતી રાખવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં કોરોનાના કેસમાં વધારો થયો છે અને આ કોવિડનો નવો વેરિઅન્ટ છે. તેમણે અપીલ કરી છે કે જે લોકોએ વેક્સિનનો ત્રીજો પ્રીકોશન ડોઝ નથી લીધો તેઓ જલ્દી લઈ લે. ડૉ. પુનિતે કહ્યું કે નવો વેરિઅન્ટ આવી ગયો છે અને તે કેટલો જોખમી છે તે અત્યારે કહી શકાય તેમ નથી, પરંતુ માસ્ક પહેરો. તમારી દિવાળી ખરાબ ન કરો અને સાવચેત રહો.

    આ પણ વાંચોઃ તહેવારો પર જ કોરોનાના નવા વેરિઅન્ટની દસ્તક, પુણેમાં મળ્યો ઓમિક્રોન સબ વેરિઅન્ટ BQ.1નો પહેલો કેસ

    આકાશ હેલ્થકેર હોસ્પિટલના પલ્મોનોલોજિસ્ટ ડૉ. અક્ષયે પણ કોરોનાના નવા વેરિઅન્ટ સામે ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે ભારતમાં પણ નવો વાયરસ ચર્ચામાં છે. નવા વેરિઅન્ટની દસ્ત થઈ ગઈ છે. આવી સ્થિતિમાં દિવાળીના સમયે આ વાયરસ ઝડપથી ફેલાય શકે છે. જો તમને થોડા પણ લક્ષણ છે તો બહાર નીકળવાનું ટાળો અને એક સારો માસ્ક પહેરો.

    દિલ્હીમાં કોરોનાનો ગ્રાફ વધી રહ્યો છે


    દેશની રાજધાની દિલ્હીમાં કોરોના ઝડપથી વધી રહ્યો છે. દિલ્હીમાં બુધવારે કોવિડ-19ના 107 કેસ નોંધાયા હતા અને સંક્રમણ દર 1.64 ટકા નોંધાયો હતો. દિલ્હીમાં નવા કેસ સાથે, દિલ્હીમાં કોવિડ -19 કેસની કુલ સંખ્યા 20,05,211 થઈ ગઈ છે. જ્યારે મૃતકોની સંખ્યા 26,506 છે. મંગળવારે દિલ્હીમાં 141 નવા કેસ નોંધાયા છે.

    મહારાષ્ટ્રમાં પણ કોરોના ફેલાઈ રહ્યો છે


    મહારાષ્ટ્રમાં એક વખત ફરીથી કોરોના વાયરસના કેસ વધવા લાગ્યા છે. બુધવારે રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોવિડ-19 સંક્રમણના 418 નવા કેસ નોંધાયા છે, જ્યારે આ વાયરસને કારણે ત્રણ લોકોના મોત થયા છે. જો કે, આ આંકડાઓમાં ચિંતાજનક બાબત ઓમિક્રોનના નવા સબ વેરિઅન્ટને લઈને છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે બુધવારે જણાવ્યું કે, અહીં ઓક્ટોબર મહિના પહેલા 15 દિવસમાં ઓમિક્રોનના સબ વેરિઅન્ટ XBBના ઓછામાં ઓછા 18 કેસ નોંધાયા છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Delhi covid, Delhi News, Diwali festival

    विज्ञापन
    विज्ञापन