લખનઉ : ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉની પ્રસિદ્ધ કિંગ જોર્જ મેડિકલ યૂનિવર્સિટી/કેજીએમયૂ (KGMU)ના 65 ડોક્ટર અને અન્ય સ્વાસ્થ્યકર્મીઓને સર્તકતા રાખતા ક્વૉરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. આ હોસ્પિટલમાં 11 એપ્રિલે આવેલા 64 વર્ષના એક વૃદ્ધનો કોરોનો પોઝિટિવ આવ્યા પછી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. જાણકારી મળી છે કે હોસ્પિટલના મેડિસિન ઇમરજન્સી અને કેઝ્યુલ્ટી વોર્ડને સેનિટાઇઝ કરવામાં આવ્યો છે. ડોક્ટરોના મતે આ દર્દીની કોરોના વોર્ડમાં સારવાર ચાલી રહી છે. વુદ્ધ હાલ વેન્ટિલર પર છે.
ઉત્તર પ્રદેશમાં કોરોનાથી બચાવ માટે પ્રશાસનિક સ્તર પર સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. પ્રશાસને પ્રદેશના ઘણા જિલ્લામાં હોટસ્પોટની ઓળખ કરી છે. જાણકારી મળી રહી છે આ વિસ્તારરમાંથી જ કોરોના સંક્રમિત દર્દીઓ વધારે સંખ્યામાં મળી રહ્યા છે.
ગૃહ વિભાગના અતિરિક્ત મુખ્ય સચિવ અવનીશ અવસ્થીએ મીડિયાને જાણકારી આપતા કહ્યું હતું કે ઉત્તર પ્રદેશના 25 જિલ્લામાં 62 હોટસ્પોટની ઓળખ કરી લેવામાં આવી છે. આ જિલ્લામાં 1,62,664 ઘરની ઓળખ થઈ છે અને ત્યાં 9 લાખથી વધારે લોકો ઉપસ્થિત છે.
સૂત્રોના મતે કોરોનાના કારણે યૂપીમાં યોગી સરકાર (Yogi Government) 30 એપ્રિલ સુધી લોકડાઉન યથાવત્ રાખવાનો નિર્ણય કરી શકે છે.
Published by:News18 Gujarati
First published:April 13, 2020, 23:11 pm