નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના દર્દીઓની (Today Coronavirus Case)સંખ્યામાં ફરી એક વખત વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના મતે છેલ્લા 24 કલાકની અંદર દેશમાં 17,073 નવા કેસ સામે (Coronavirus Case)આવ્યા છે અને 21 લોકોના મોત થયા છે. એક દિવસ પહેલાથી સરખામણી કરવામાં આવે તો કેસોની સંખ્યામાં 45.5 ટકાનો વધારો છે. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા વધીને 94,420 થઇ ગઈ છે. ડેઇલી પોઝિટીવિટી રેટ 5.62 ટકા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના મતે દેશમાં કોરોનાથી રિકવરી રેટ 98.57 ટકા છે. કુલ મામલામાં એક્ટિવ કેસોની ટકાવારી 0.22 ટકા છે.
છેલ્લા 24 કલાકની અંદર એક્ટિવ કેસોમાં 1844નો વધારો થયો છે. તેમાં સૌથી વધારે તમિલનાડુમાં 781, પશ્ચિમ બંગાળમાં 281, મહારાષ્ટ્રમાં 275 અને દિલ્હીમાં 222 કેસો વધ્યા છે. 6 રાજ્યોમાં સક્રિય કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. જેમાં સૌથી વધારે કર્ણાટકમાં 384 દર્દી ઓછા થયા છે. કોરોના વાયરસના સંક્રમણથી સ્વસ્થ થવાનો આંકડો જોવામાં આવે તો 24 કલાકની અંદર 15208 લોકોએ કોરોનાને હરાવ્યો છે. તેમાં સૌથી વધારે મહારાષ્ટ્રમાં 6213, કેરળમાં 3491 અને દિલ્હીમાં 1665 લોકો સ્વસ્થ થયા છે. અત્યાર સુધી કુલ 4,27,87,606 લોકો કોરોના પર જીત મેળવી ચૂક્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે છેલ્લા 24 કલાકની અંદર દેશમાં કોરોનાના કારણે 21 લોકોના મોત થયા છે. તેમાં સૌથી વધારે કેરળમાં 6 મોત થયા છે. આ પછી મહારાષ્ટ્રમાં 5, દિલ્હીમાં 4, ગોવા અને પંજાબમાં 2-2 મોત થયા છે. સરકારી રેકોર્ડમાં અત્યાર સુધી 5,25,020 લોકો કોરોનામાં જીવ ગુમાવી ચૂક્યા છે.
ગુજરાતમાં સતત પાંચમા દિવસે 400થી વધુ કોરોના પોઝિટિવ કેસ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Today Gujarat Corona virus Case)ના નવા કેસમાં ગઇ કાલની સરખામણીએ વધારો નોંધાયા છે. ગુજરાતમાં 26 જૂનની સાંજે કોરોના વાયરસના નવા કેસની (Gujarat Covid Cases) સ્થિતિ વધારે વણસી ગઇ છે. રાજ્યમાં સતત પાંચમા દિવસે 400થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના એક્ટિવ કેસનો આંકડો 2463 એ પહોંચી ગયો છે. રાજ્યમાં 26 જૂનની સાંજે કોરોના વાયરસના નવા 420 કેસ નોંધાયા છે, અમદાવાદ શહેરમાં સૌથી વધુ 161 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 117 દર્દીઓ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર