સરકારનું મોટું પગલું, હવે 50 કરોડ લોકોની મફતમાં થશે કોરોનાની તપાસ અને સારવાર

News18 Gujarati
Updated: April 4, 2020, 8:25 PM IST
સરકારનું મોટું પગલું, હવે 50 કરોડ લોકોની મફતમાં થશે કોરોનાની તપાસ અને સારવાર
સરકારનું મોટું પગલું, હવે 50 કરોડ લોકોની મફતમાં થશે કોરોનાની તપાસ અને સારવાર

કોરોના વાયરસ સંક્રમણની તપાસ અને સારવાર આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત કરવામાં આવશે

  • Share this:
નવી દિલ્હી : COVID-19 મહામારી (Coronavirus Pandemic)સામેના જંગમાં કેન્દ્ર સરકારે કહ્યું છે કે કોરોના વાયરસ સંક્રમણની તપાસ અને સારવાર આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PM JAY)અંતર્ગત કરવામાં આવશે. આ પહેલા જ સરકારી હોસ્પિટલોમાં COVID-19ની તપાસ અને સારવાર મફતમાં થઈ રહી છે. હવે સરકારની યોજના અંતર્ગત આવનાર 50 કરોડથી વધારે વસ્તી પ્રાઇવેટ લેબ્સ દ્વારા પણ ફ્રી ટેસ્ટિંગ કરાવી શકશે. આ યોજના અંતર્ગત આવનાર હોસ્પિટલમાં COVID-19ની ટેસ્ટિંગ અને સારવાર સાવ મફતમાં થશે.

AB_PM JAY અંતર્ગત સુચિબદ્ધ હોસ્પિટલ પોતાના સ્તરે ટેસ્ટિંગ સુવિધાનો લાભ આપી શકે છે. તેમની પાસે અધિકૃત ટેસ્ટિંગ ફેસિલિટીની મદદ લેવાનો પણ વિકલ્પ રહેશે. . COVID-19ની ટેસ્ટિંગ ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિચર્સ (ICMR)પ્રમાણે થશે. બધી અધિકૃત પ્રાઇવેટ લેબ્સને ICMRનો પ્રોટોકોલ ફોલો કરવા ફરજીયાત રહેશે. આ પ્રકારે પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ COVID-19ની સારવાર AB-PM JAY યોજના અંતર્ગત થશે.

આ પણ વાંચો - કોરોના વાયરસ : હવે વિપક્ષી દળો સાથે વાતચીત કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો હર્ષવર્ધને કહ્યું હતું કે આ અભૂતપૂર્વ સંકટની સ્થિતિમાં આપણે તત્પરતાથી પ્રાઇવેટ સેક્ટરના પ્રમુખ સ્ટેકહોલ્ડર્સને COVID-19 સામે લડવા માટે એકસાથે લાવવા પડશે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આપણે તપાસ અને સારવારને મોટા સ્તર પર પહોંચાડી શકીશું. જેમાં પ્રાઇવેટ હોસ્પિટલોની પ્રમુખ ભૂમિકા હશે. આ પગલાથી ગરીબ વર્ગ સુધી COVID-19 મહામારી સામે લડવામાં મદદ મળશે. સરકારે આ નિર્ણય એટલા માટે લીધો છે જેથી ટેસ્ટિંગ અને સારવારની સપ્લાય વધારી શકાય.
First published: April 4, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading