ALERT: બોલવામાં તકલીફ પડી રહી છે તો કરાવી લો કોરોના ટેસ્ટ, થઈ શકે છે સંક્રમણ

સંક્રમણથી બહાર આવી ચૂકેલા લોકોનું કહેવું છે કે સંક્રમિત થવા દરમિયાન તેમને બોલવામાં તકલીફ થતી હતી

સંક્રમણથી બહાર આવી ચૂકેલા લોકોનું કહેવું છે કે સંક્રમિત થવા દરમિયાન તેમને બોલવામાં તકલીફ થતી હતી

  • Share this:
    જિનિવાઃ કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણને જોતાં અનેક એાવ લોકોમાં નવા-નવા લક્ષણ જોવા મળી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ તેનું વધુ એક લક્ષણને લઈ સચેત કર્યા છે. WHOનું કહેવું છે કે જો કોઈને બોલવામાં તકલીફ પડી રહી છે કતો પણ તે પણ સંક્રમણનું લક્ષણ છે. સામાન્ય લક્ષણ જેમ કે ઉધરસ, તાવ, શરદી, માથું દુખવું, શ્વાસ લેવામાં તકલીફ ઉપરાંત તેના અનેક પ્રકારના નવા લક્ષણ સામે આવી ચૂક્યા છે. જેમાં આંખો લાલ થઈ જવી તથા આંખોમાંથી સતત પાણી આવવું પણ સામેલ છે. WHOના વિશેષજ્ઞોનું કહેવું છે કે બોલવામાં તકલીફ પડવી કોરોના વાયરસના ગંભીર લક્ષણો પૈકીનું એક છે.

    સાજા થયેલા લોકોએ જણાવી તકલીફ

    સંક્રમણથી બહાર આવી ચૂકેલા લોકોનું કહેવું છે કે સંક્રમિત થવા દરમિયાન તેમને બોલવામાં તકલીફ થતી હતી. વિશેષજ્ઞોનું કહેવું છે કે બોલવાની સાથોસાથ ચાલવામાં પણ તકલીફ આવી શકે છે. એવી સ્થિતિમાં ડૉક્ટરને બતાવવું ખૂબ જરૂરી છે. કોરોન વિશે જાણકારી માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.

    આ પણ વાંચો, કોરોના વોરિયર્સને રિલાયન્સની સલામ, નીતા અંબાણીએ કહ્યું, ‘આપણે સાથે મળી લડાઈ જીતીશું’

    સાથોસાથ WHOએ સંક્રમણનો સામનો કરવા માટે ડિસઇન્ફેક્ટેટના છંટકાવને લઈ કહ્યું છે કે આ છંટકાવની કોઈ અસર નથી થવાની. WHOએ કહ્યું કે કોરોના વાયરસને ખતમ કરવાને લઈ ઘરથી બહાર, ગલીઓમાં અને બજારોમાં ડિસઇન્ફેક્ટેટના છંટકાવ વિશે કોઈ સૂચન નથી કરવામાં આવ્યું. તેનાથી લોકોની તબીયત પર ખરાબ અસર પડી શકે છે.

    આ પણ વાંચો,ઓબામાની આંખમાં આવ્યા આંસુ, કહ્યું- ટ્રમ્પ નથી જાણતા કે તેઓ શું કરી રહ્યા છે
    Published by:Mrunal Bhojak
    First published: