Home /News /national-international /

કોરોના વચ્ચે દેશમાં કાવાસાકી બીમારીની એન્ટ્રી! ચેન્નઈમાં 8 વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણ

કોરોના વચ્ચે દેશમાં કાવાસાકી બીમારીની એન્ટ્રી! ચેન્નઈમાં 8 વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણ

કોવિડ-19 અને કાવાસાકી બીમારી વચ્ચે શું છે કનેક્શન? બાળકોમાં આ ગંભીર લક્ષણો જોવા મળે છે

કોવિડ-19 અને કાવાસાકી બીમારી વચ્ચે શું છે કનેક્શન? બાળકોમાં આ ગંભીર લક્ષણો જોવા મળે છે

    ચેન્નઈઃ દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના સંકટની વચ્ચે ચેન્નઈના એક 8 વર્ષના બાળકમાં કાવાસાકી બીમારી (Kawasaki disease)ના લક્ષણ જોવા મળ્યા છે. આ બીમારીનો આ દેશમાં પહેલો કેસ છે. જોકે, બાળક ઇમ્યુનોગ્લોબુલિન અને ટોસીલીજુંબૈબ દવા આપતાં તે સ્વસ્થ થઈ ગયું છે. આ બાળક કોરોના (Covid 19) સંક્રમિત હતું જેને ગંભીર સ્થિતિમાં ચેન્નઈ (Chennai)ની કાંચી કામકોટિ ચાઇલ્ડ્સ ટ્રસ્ટ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યું, જ્યાં ડૉક્ટરોની ટીમે તેને તાત્કાલિક આઈસીયૂ (ICU)માં દાખલ કરી દીધું. તપાસ દરમિયાન બાળકમાં હાઇપર-ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ અને કાવાસાકી બીમારીના લક્ષણ મળ્યા હતા.

    બાળકમાં હતા અનેક બીમારીઓના લક્ષણ

    ડૉક્ટર અનુસાર, આ બાળકની શરૂઆતની તપાસમાં સેપ્ટિક શૉકની સાથે ન્યૂમોનિયા, કોવિડ 19, કાવાસાકી રોગના લક્ષણ જોવા મળ્યા હતા.

    કાવાસાકી બીમારીના આ છે લક્ષણ

    પ્રારંભિક આંકડાઓ મુજબ, કાવાસાકી બીમારી દરમિયાન બાળકોને થોડાક દિવસો સુધી ખૂબ તાવ રહે છે, સાથોસાથ પેટમાં દુખાવો, ડાયરિયા, આંખો લાલ થવી અને જીભ પર લાલા દાણા થાય છે. આ બાળકોને શરીર પર લાલ ચકામા પડી જાય છે.

    બ્રિટનમાં 100થી વધુ બાળકો બીમારીનો શિકાર



    બ્રિટનમાં આ બીમારીના અનેક કેસ સામે આવ્યા છે. એપ્રિલ મહિનાના અંતમાં કાવાસાકી બીમારીના કેસોમાં અચાનક વધારો જોવા મળ્યો છે. ‘ધ સન’ મુજબ, 5 વર્ષથી લઈને 16 વર્ષ સુધીના બાળકો કાવાસાકી નામના સંક્રમક બીમારીનો શિકાર થયા છે. બ્રિટનમાં અત્યાર સુધીમાં 100 બાળકો કાવાસાકી બીમારીના શિકાર બની ચૂક્યા છે.

    આ પણ વાંચો, હેલ્થ એક્સપર્ટની ચેતવણી છતાંય ટ્રમ્પનો ખુલાસો, રોજ લઈ રહ્યા છે મલેરિયાની દવા

    ડૉક્ટરોએ કાવાસાકીનું કોરોના સાથે બતાવ્યું કનેક્શન

    ‘ધ લેન્સેન્ટ’ મુજબ, કાવાસાકી અને કોવિડ-19માં પરસ્પર સ્પષ્ટ લિંક છે. ઉત્તર ઈટલીના સૌથી વધુ કોરોના પ્રભાવિત વિસ્તારમાં કાવાસાકી બીમારીમાં 30 ગણો વધારો જોવા મળ્યો છે. એક નવા અધ્યયન મુજબ 18 ફેબ્રુઆરીથી 20 એપ્રિલ દરમિયાન 10 બાળકોમાં એક સરખા જ લક્ષણ જોવા મળ્યા. ડૉક્ટરોએ આ બીમારીને પીડિએટ્રિક ઇન્ફ્લેમેટરી મલ્ટી-સિસ્ટમ સિન્રો16મ નામ આપ્યું છે જેને પ્રારંભિક રીતે SARS-Cov-2 સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. એક્સપર્ટ્સનું માનવું છે કે કોરોના મહામારી દરમિયાન જ આ બીમારી સામે આવવાથી બંને વચ્ચે કોઈ ચોક્કસ કનેક્શન છે.

    આ પણ વાંચો, ઓબામાની આંખમાં આવ્યા આંસુ, કહ્યું- ટ્રમ્પ નથી જાણતા કે તેઓ શું કરી રહ્યા છે
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Children, Coronavirus, COVID-19, Tamil Nadu, ચેન્નાઇ, ભારત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन