અભ્યાસમાં દાવો- કોરોનાથી સાજા થયેલા લોકોમાં મોત અને ગંભીર બીમારીનું જોખમ વધારે
રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. હાલમાં રાજ્યમાં કુલ 1,27,483 એક્ટિવ કેસ છે. આ પૈકીના કુલ 804 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 1,26,679 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં કુલ 5,78,397 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે કુલ 7,831 દર્દીનાં મૃત્યુ થયા છે.
Coronavirus News Live Updates: શોધકર્તાઓને માલુમ પડ્યું કે, શરૂઆતના સંક્રમણથી સાજા થયા બાદ એટલે કે બીમારીના પહેલા 30 દિવસ પછી કોવિડ-19થી સાજા થયેલા લોકોમાં છ મહિના સુધી સામાન્ય વ્યક્તિની સરખામણીમાં મોતનું જોખમ 60 ટકા સુધી વધી જાય છે.
વૉશિંગટન: કોવિડ-19 (coronavirus)થી સાજા થયેલા લોકોમાં વાયરસ હોવાનું માલુમ થયાના છ મહિનામાં મોતનું જોખમ (Risk of death) વધારે હોય છે. આમાં એવા લોકો પણ શામેલ હોઈ શકે છે જેમને કોરોના માલુમ પડ્યા બાદ હૉસ્પિટલ (Hospital)માં દાખલ થવાની જરૂર પડી ન હોય. આ જાણકારી કોરોના અંગે અત્યારસુધીનો સૌથી વિશાળ અભ્યાસમાં સામે આવી છે. નેચર પત્રિકામાં પ્રકાશિત થયેલા અધ્યયનમાં અધ્યયનકર્તાનું કહેવું છે કે આગામી વર્ષોમાં દુનિયાની વસ્તી પર આ બીમારીનો મોટો ભાર આવવાનો છે.
અમેરિકામાં વૉશિંગટન યુનિવર્સિટીમાં સ્કૂલ ઑફ મેડિસન (washington University’s School of Medicine)ના અભ્યાસકર્તાએ કોવિડ-19 સંબંધમાં વિવિધ બીમારીની એક યાદી ઉપલબ્ધ કરાવી છે, જેનાથી કોરોના મહામારીને પગલે લાંબા સમયમાં ઊભી થનારી મુશ્કેલીની એક મોટી તસવીર પણ ઊભરીને સામે આવે છે. તેમણે પુષ્ટિ કરી છે કે શરૂઆતમાં ફક્ત શ્વાસના રોગ સાથે જોડાયેલા વિષાણુ (વાયરસ) તરીકે સામે આવેલો કોવિડ-19 વાયરસ લાંબા ગાળે લગભગ શરીરના દરેક અંગ અને તંત્રને પ્રભાવિત કરી શકે છે.
આ અભ્યાસમાં આશરે 87,000 કોવિડ-19 દર્દી અને આશરે 50 લાખ અન્ય દર્દીઓને શામેલ કરાયા હતા. આ એવા લોકો હતા જેઓ બીમારીમાંથી ઊગરી ગયા હતા. અભ્યાસના વરિષ્ઠ લેખક અને મેડિસિન સહાયક પ્રોફેસર જિયાદ અલ-અલીએ કહ્યુ કે, "અમારા સંશોધનમાં એવું સામે આવ્યું છે કે કોરોના રોગની જાણકારી મળ્યાના છ મહિના પછી કોવિડ-19ના સામાન્ય કેસમાં પણ મોતનું જોખમ ઓછું નથી થતું. બીમારીની ગંભીરતાની સાથે તે વધતું જાય છે." અલ-અલી કહે છે કે, "ડૉક્ટરોએ એવા દર્દીઓની તપાસ કરતા સજાગ રહેવું જોઈએ જેઓ કોરોના સંક્રમિત થઈ ગયા છે. આ દર્દીઓને વિશેષ દેખરેખની જરૂરી રહશે."
શોધકર્તાઓએ દર્દીઓ સાથે થયેલી વાતચીતના આધારે પ્રથમ નજરમાં સામે આવેલા કેસ અને લધુ અધ્યયનમાં મળેલા સંકેતોની ગણતરી કરી હતી. જેમાં કોવિડ-19ની બીમારીથી સાજા થયેલા દર્દીઓમાં અન્ય આડઅસર જોવા મળી હોય. તેમણે કહ્યુ કે, આ આડઅસરોમાં શ્વાસ સંબંધી તકલીફો, હૃદયના અનિયમિત ધબકારા, માનસિક સ્વાસ્થ્ય અને વાળનું ખરવું વગેરે શામેલ છે.
શોધકર્તાઓને માલુમ પડ્યું કે, શરૂઆતના સંક્રમણથી સાજા થયા બાદ એટલે કે બીમારીના પહેલા 30 દિવસ પછી કોવિડ-19થી સાજા થયેલા લોકોમાં છ મહિના સુધી સામાન્ય વ્યક્તિની સરખામણીમાં મોતનું જોખમ 60 ટકા સુધી વધી જાય છે. શોધકર્તાઓએ દાવો કર્યો છે કે કોરોનાથી સાજા થયાના છ મહિના બાદ સામાન્ય રોગની સરખામણીમાં કોરોનાથી પ્રતિ 1000 લોકોમાં આઠ વધારે મોતના કેસ સામે આવ્યા છે. તેમણે કહ્યુ કે, કોવિડ-19ના એવા દર્દીઓ જેમને હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂરી પડી હતી અને જેઓ બીમારીના શરૂઆતના 30 દિવસ પછી સાજા થઈ જાય છે, તેમાં છ મહિનામાં પ્રતિ 1000 લોકોમાં મોતના 29 વધારે કેસ જોવા મળે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર