Home /News /national-international /ભારતમાં ફરીથી ઝડપથી વધે છે કોરોના, 140 દિવસ બાદ સૌથી વધુ કેસ, 5 ફોલ્ડ સ્ટ્રેટેજી પર સરકારનું ફોકસ

ભારતમાં ફરીથી ઝડપથી વધે છે કોરોના, 140 દિવસ બાદ સૌથી વધુ કેસ, 5 ફોલ્ડ સ્ટ્રેટેજી પર સરકારનું ફોકસ

ફાઇલ તસવીર

COVID-19 Spike In India: ભારતમાં એકવાર ફરીથી કોરોનાના કેસ વધ્યાં છે. ત્યારે સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે અપડેટ કરેલા આંકડા પ્રમાણે, ભારતમાં કોરોનાના નવા 1300 કેસ આવ્યા છે. જે છેલ્લા 140 દિવસમાં સૌથી વધુ છે. ત્યારબાદ હવે સરકારે તમામ રાજ્યોમાં કોવિડ-19 સામે લડવા માટે ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ-ટીકાકરણ અને 5 ફોલ્ડ સ્ટ્રેટેજી પર ફોકસ કરવાની સલાહ આપી છે.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ કોરોના ફરી એકવાર ડરાવવા લાગ્યો છે. ભારતમાં કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી સ્વાસ્થ્ય મંત્રાલયે સંક્રમણથી બચવા માટે આદેશ આપ્યા છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ગુરુવારે તમામ રાજ્યોને સલાહ આપી હતી કે, કોરોનાની સામે લડવા માટે ટેસ્ટ-ટ્રીક-ટ્રીટ-ટીકાકરણ અને કોવિડ ઉપયુક્ત વ્યવહાર કરવાની 5 ફોલ્ડ સ્ટ્રેટેજી પર ફોકસ કરવાનું કહ્યું છે. સરકારે તેમના નોટિફિકેશનમાં કહ્યુ હતુ કે, અમે જલદી એક મોક ડ્રિલ પણ કરીશું.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં જણાવાયું છે કે, કોવિડ-19ની તૈયારીઓને જોઈને અને તેને મજબૂત કરવા માટે એક મોક ડ્રિલ કરવામાં આવશે. ત્યારે તમામ રાજ્યોમાં મોક ડ્રિલ યોજાશે. તમામ કેન્દ્રશાસિત પ્રદેશમાં પણ મોક ડ્રિલ યોજવામાં આવશે.

આ પણ વાંચોઃ આ છે મરવાની મનપસંદ જગ્યા, દેશ-વિદેશથી હજારો લોકો સ્પેશિયલ મરવા આવે છે!

જરૂરી દવા હાજર રહે તેના આદેશ


સ્વાસ્થ્ય મંત્રાલયના રાજ્યોએ તમામ સ્વાસ્થ્ય ફેસિલિટીમાં ઇન્ફ્લૂએન્ઝા અને કોવિડ-19 માટે જરૂરી દવાઓ હાજર રાખવા માટેની સૂચના આપવામાં આવી છે. આ સિવાય રાજ્યોને પૂરતા પ્રમાણમાં બેડ અને સ્વાસ્થ્ય કર્મીઓને તૈયાર રાખવાના આદેશ આપ્યા છે.

1 હજારથી વધુ નવા કોરોનાના કેસ


કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે અપડેટ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, ભારતમાં 1300 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 140 દિવસમાં આ સૌથી વધુ કેસ નોંધાયા છે. ત્યારે એક્ટિવ કેસ વધીને 7605 થઈ ગયા છે. ત્યાં ત્રણ લોકોના મોત થતા કુલ મોત વધીને 5,30,816 થઈ ગયા છે. કોવિડ-19નો રોજનો પોઝિટિવ રેટ વધીને 1.46 ટકા થયો છે, જ્યારે વીકલી પોઝિટિવ રેટ 1.08 ટકા થયો છે. મંત્રાલયની વેબસાઇટ પ્રમાણે, રાષ્ટ્રવ્યાપી વેક્સિનેશન અભિયાન અંતર્ગત દેશમાં અત્યાર સુધીમાં કુલ 220.65 કરોડ લોકોને વેક્સિન આપી દેવામાં આવી છે.


કેરળમાં સૌથી વધુ ઝડપથી કોરોનાના કેસ વધ્યાં


એક રિપોર્ટ પ્રમાણે, માત્ર ત્રણ જ અઠવાડિયામાં કોરોનાના કેસની સંખ્યામાં 100 ટકાથી વધારે વધારો થયો છે. 1થી 7 માર્ચ વચ્ચે કેરળમાં નવા 445 કેસ નોંધાયા છે. તો 8થી 14 માર્ચ સુધીમાં કેસ વધીને 601 થઈ ગયા છે. 15થી 21 માર્ચ સુધીમાં કેસ વધીને 979 સુધી પહોંચી ગયા છએ. ત્યારે 14 માર્ચથી રાજ્યમાં દરરોજ નવા 100 કેસ નોંધાયા છે.
First published:

Tags: Coronavirus Case in India, Coronavirus cases in india, Coronavirus in Gujarat, Coronavirus Update