આ શીખે માનવતાને ધર્મથી ઉપર માની, કોરોનાગ્રસ્ત લોકોના જીવ બચાવવા કાપી પોતાની દાઢી

આ શીખે માનવતાને ધર્મથી ઉપર માની, કોરોનાગ્રસ્ત લોકોના જીવ બચાવવા કાપી પોતાની દાઢી
સંજીત સિંહ સલૂજા

"મેં અને મારા ભાઇએ આવું કર્યું, અમે ઇચ્છતા હતા કે આ વસ્તુ ચુપચાપ કરીએ અમે આમાં કોઇ પ્રકારનો પ્રચાર નથી ઇચ્છતા."

 • Share this:
  કોરોના સમયમાં આ વાત છે કેનાડા (Canada)માં રહેતા બે શીખ ડોક્ટર્સ (Sikh Doctors) ભાઇઓની. જેમણે એક શીખનું માન ગણાતી દાઢીને કોરોના વાયરસના સંક્રમિત (Coronavirus) દર્દીઓને બચાવવા માટે નીકાળી દેવાનો ખૂબ જ મુશ્કેલ નિર્ણય લીધો. કોરોના (Covid 19) દર્દીઓની સારવાર માટે માસ્ક પહેરવો ફરજીયાત છે. પણ શીખ હોવાના કારણે અને લાંબી દાઢીના કારણે તેમને માસ્ક પહેરવામાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. અને તેમના માટે પણ ખતરો વધવાની આશંકા હતી. ત્યારે આ બંને શીખ ડોક્ટર્સે ધર્મ આગળ માનવતા સામે માથું નમાવ્યું અને દર્દીઓની સેવા માટે દાઢી કાપી નાંખી. જો કે આ કરવું તેમના માટે એટલું સરળ નહતું.

  કેનાડા મીડિયામાં છપાયેલી ખબર મુજબ માંટ્રિયલમાં રહેતા ફિઝિશિયન સંજીત સિંહ સલૂજા અને તેમના ન્યૂરોસર્જન ભાઇ રંજીત સિંહે ધાર્મિક સલાહકાર, પરિવાર અને મિત્રો સાથે આ અંગે ચર્ચા વિચારણા કરી અને પછી દાઢી નીકાળી દીધી. મૈક્ગિલ યુનિવર્સિટી હેલ્થ સેન્ટર એમયૂએચસીએ નિવેદન જાહેર કર્યું છે કે શીખ હોવાના કારણે તેની દાઢી તેમની ઓળખ અને શીખ આસ્થા પ્રત્યે તેમના માન અને આદરનું પ્રતીક છે. પણ જ્યારે તેમને દાઢી નીકાળીને માસ્ક પહેરો અથવા ઘરે રહો તે બે માંથી કોઇ એક નિર્મણ લેવાનું કહેવામાં આવ્યું ત્યારે તેમણે જોયું કે એક પછી એક તેમના અન્ય ડોક્ટર મિત્રો કોરોના સંક્રમિત થઇ રહ્યા છે, દર્દીઓ પાસે ડૉક્ટર નથી ત્યારે તેમણે લોકોના જીવને તેમની આસ્થાની વધુ મહત્વ સમજી અને વર્ષોથી જે દાઢીને સમન્ન પૂર્વક રાખી હતી તેને નીકાળી, દર્દીઓની સેવામાં લાગી પડ્યા.
  એમયૂએચસીમાં ન્યૂરો સર્ઝન તરીકે કામ કરતા રંજીતે કહ્યું કે અમે કામ ન કરવાનો વિકલ્પ પસંદ કરી શકતા હતા. કોવિડ દર્દીઓને દેખવાની ના પાડી શકતા હતા પણ ફિઝિશિયન તરીકે લીધેલી શપથ અને શીખ ધર્મે અમને શીખવેલા સેવાના સિદ્ધાતોની વાતથી આ વાત વિરુદ્ધ હતી. અમારા માટે આ ખૂબ જ મુશ્કેલ નિર્ણય હતો. અને રાત મને આ નિર્ણયના કારણે સૂઇ ના શક્યા પણ પછી લાગ્યું હાલ જે પરિસ્થિતિ છે તે માટે આજ યોગ્ય છે.

  દાઢી નીકાળ્યા પછીની તેમની તસવીર


  માંટ્રિયલ ગજટમાં છપાયેલી ખબરના મુજબ આ ભાઇઓએ જણાવ્યું કે "આ નિર્ણય મને ઉદાસ કરી લીધો હતો. આ કંઇક તેવું હતું જે મારી ઓળખ સાથે જોડાયેલું હતું. હું અરીસામાં મારો ચહેરો નહતો જોઇ શકતો, દરરોજ સવારે હું મારો ચહેરો જોઇને ચકિત થઇ જતો. મને ઝટકો લાગતો. મેં અને મારા ભાઇએ આવું કર્યું, અમે ઇચ્છતા હતા કે આ વસ્તુ ચુપચાપ કરીએ અમે આમાં કોઇ પ્રકારનો પ્રચાર નથી ઇચ્છતા."
  Published by:News18 Gujarati
  First published:May 07, 2020, 13:06 pm

  ટૉપ ન્યૂઝ