સેનાના આ ઓફિસરે PM મોદીને લખ્યો પત્ર, 'ગંગા નદીમાં બતાવી કોરોનાની સારવાર'

News18 Gujarati
Updated: April 4, 2020, 3:56 PM IST
સેનાના આ ઓફિસરે PM મોદીને લખ્યો પત્ર, 'ગંગા નદીમાં બતાવી કોરોનાની સારવાર'
ફાઈલ ફોટો

અત્યાર સુધીમાં ગંગાના પાણી પરના અલગ-અલગ રિસર્ચમાં સાબિત થઈ ચુક્યું છે કે, હૈઝા, પેચિશ, મેનિન્ઝાઈટિસ, ટીબી જેવી ગંભીર બિમારીઓના બેક્ટેરિયા પણ ગંગાજળમાં નથી ટકી શકતા

  • Share this:
નવી દિલ્હી : સેનામાંથી રિટાર થયેલા એક લેફ્ટિનન્ટ કર્નલે પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. રિટાયર ઓફિસરનું કહેવું છે કે, જોથોડું ગંભીરતાથી ગંગા નદી પર શોધ કરવામાં આવે તો, ગંગાના પાણીમાંથી કોરોના જેવી મહામારીની સારવાર સંભવ થઈ શકે છે. જળ શક્તિ મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. અતુલ્ય ગંગા અભિયાન સાથે જોડાયેલા ઓફિસર અને તેમના બીજા સાથી ટુંક સમયમાં ગંગાની 5000 કિમીની પરિક્રમા શરૂ કરવા જઈ રહ્યા છે. તેમનો ઈરાદો ગંગાને પ્રદૂષણથી બચાવવાનો છે. આ પરિક્રમા પગપાળા કરવામાં આવશે.

રિટાયર ઓફિસરે આ માટે જણાવ્યું કે ગંગામાં કોરોનાની સારવાર

રિટાયર ઓફિસ અને અતુલ્ય ગંગાના સંસ્થાપક મનોજ કિશ્વનું કહેવું છે કે, ગંગાની ક્યુરિટિવ પ્રોપર્ટી પર પહેલા પણ રિસર્ચ થયું છે. આ રિસર્ચ વર્ક આઈઆઈટી રૂડકી, આઈઆઈટી કાનપુર, ભારતીય વિષવિજ્ઞાન અનુસંધાન (આઈઆઈટીઆર) લખનઉ, ઈમટેક સીએસઆઈઆર, સુક્ષ્મ જેવિકિય અધ્યયન કેન્દ્ર અને નીરી વગેરેએ કરી છે. કેટલાક નવા રિસર્ચમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ગંગાનો વાયરસ કેટલાક મામલામાં બીજા વાયરસ પર પણ અસર કરે છે.

એક સમય હતો જ્યારે દુનિયાની ચાર મોટી નદીઓમાં એવા બેક્ટરિયોફાજ મળી આવતા હતા. સમયના મારથી બાકી ત્રણ નદીઓ અને તેની સભ્યતાને ખતમ કરી દીધી. હવે માત્ર ગંગા જ છે જેની પાસે હજુ આ અમૃત તત્વ હાજર છે.

રિટાયર્ડ સૈન્ય ઓફિસરનું શું છે ગંગા મિશન

રિટાયર્ડ સૈન્ય ઓફિસર મનોજ કિશ્વરે જણાવ્યું કે, ગંગા નદીની ગંદકીની સફાઈ કરવાનું અભિયાન છેડ્યું છે. આને અતુલ્ય ગંગા નામ આપવામાં આવ્યું છે. આ અભિયાનમાં કેટલાક પૂર્વ સૈન્ય અધિકારીઓનું દળ ગંગા ઉદ્ગમ સ્થળ ગૌમુખથી બંગાળની ખાડી સુધી ગંગાના કિનારે પગપાળા જશે. આ યાત્રાનો ઈરાદો પર્યટન નહીં પરંતુ ગંગા નદીને સ્વચ્છ અને નિર્મલ બનાવવાનું છે.યાત્રામાં પૂર્વ સૈન્ય અધિકારીઓનો સહયોગી ગૂગલ અને આઈઆઈટી દિલ્હી પણ બની રહી છે. ગંગા નદીમાં દરેક જગ્યાએ પ્રદૂષણનું સ્તર અને પાણીના પ્રવાહની તપાસ થશે. તેની જીઓ ટ્રેગિંગ પણ કરવામાં આવશે. આ વર્ષથી શરૂ થનારું આ અભિયાન 11 વર્ષો સુધી ચાલશે. આઈઆઈટીના વિશેષજ્ઞ અને વૈજ્ઞાનિક જેવા તમામ લોકો પણ પૂર્વ સૈનિકોને સાથ આપશે.

અત્યાર સુધીમાં ગંગાના પાણી પરના અલગ-અલગ રિસર્ચમાં સાબિત થઈ ચુક્યું છે કે, હૈઝા, પેચિશ, મેનિન્ઝાઈટિસ, ટીબી જેવી ગંભીર બિમારીઓના બેક્ટેરિયા પણ ગંગાજળમાં નથી ટકી શકતા. આઈઆઈટી રૂડકી સાથે જોડાયેલા વૈજ્ઞાનિક દેવેન્દ્ર સ્વરૂપ ભાર્ગવનું રિસર્ચ છે કે, ગંગાનું ગંગત્વ તત્વ તેની તળેટીમાં છે અને આજે પણ છે. ગંગામાં ઓક્સિજન સોખવાની ક્ષમતા છે. કેટલાએ રિસર્ચમાં એ પણ જાણવા મળ્યું છે કે, બેક્ટેરિયોફાઝ (બેક્ટેરિયા ખાવાવાળો વાયરસ) કેટલાક વાયરસ પર પણ અસરકારક છે.
First published: April 4, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading