નવી દિલ્હીઃ કોવિડ-19 (COVID-19) વાયરસના સંક્રમણથી ગ્રસ્ત આર્મીના એક જવાને આત્મહત્યા (Suicide) કરી લીધી. દિલ્હી પોલીસે જણાવ્યું કે 31 વર્ષીય આર્મી (Indian Army)ના એક જવાનની લાશ મંગળવારે પશ્ચિમ દિલ્હીના નારાયણામાં આર્મીના બેઝ કેમ્પની હૉસ્પિટલના કેમ્પસમાં એક ઝાડ સાથે લટકતી જોવા મળી. માનવામાં આવી રહ્યું છે કે કેન્સરના કારણે જવાને પોતાની જીવન લીલા સંકેલી લીધી.
પશ્ચિમ દિલ્હીના ડીસીપી દીપક પુરોહિતે જણાવ્યું કે જવાન પહેલાથી ફેફસાના કેન્સરથી ગ્રસ્ત હતો, જેની સારવાર ચાલી રહી હતી. તેને કોવિડ-19 પોઝિટિવ ટેસ્ટિંગ આવ્યા બાદ 5 મેના રોજ હૉસ્પિટલમાં લઈ જતાં પહેલા ધૌલાં કુઆંમાં આર્મીના રિસર્ચ એન્ડ રેફરલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
સુસાઇડ નોટમાં શું લખ્યું?
ડીસીપીએ જણાવ્યું કે, જવાન છેલ્લીવાર મંગળવાર બપોરે 1 વાગ્યે હૉસ્પિટલના કોવિડ વોર્ડની પાછળ આવેલા શૌચાલયમાં જોવા મળ્યો હતો. તે સવારે 4 વાગ્યાની આસપાસ શૌચાલયની પાછળ એક ઝાડ સાથે લટકેલો મળી આવ્યો. ડીસીપીએ જણાવ્યું કે જવાને એક સુસાઇડ નોટ લખી છે જેમાં પોતાની વ્યથા લખી છે. પરંતુ અમને લાગે છે કે તેણે બીમારીના કારણે આત્મહત્યા કરી લીધી. પુરોહિતે કહ્યું કે તેના પરિવારને મૃત્યુ વિશે જાણ કરી દેવામાં આવી છે અને તેનો પરિવાર આવી જાય ત્યારબાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. અમે પૂછપરછની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો, પિતાએ લૉકડાઉનમાં બહાર જતા ટોક્યો તો યુવકે સમગ્ર પરિવારને જીવતો સળગાવી દીધો
જવાન અલવરમાં સિગ્નલમેન તરીકે તૈનાત હતો
જવાન મહારાષ્ટ્રનો વતની હતો પરંતુ તેના પરિવાર રાજસ્થાનમાં રહે છે. આરઆર હૉસ્પિટલમાં કેન્સરની સારવાર માટે દાખલ થતાં પહેલા જવાન અલવરમાં સિગ્નલમેન તરીકે તૈનાત હતો. ભારતીય સેનાના એક પ્રવક્તાએ આ ઘટનાની પુષ્ટિ કરી અને તેને દુખદ ગણાવ્યું. પ્રવક્તાએ કહ્યું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. રેન્ક અને ફાઇલ પ્રત્યે આર્મીની ઊંડી સમજ છે. પરિવારને તમામ આવશ્યક સહાયતા આપવામાં આવશે.
આ પણ વાંચો, બસમાં ચઢી રહેલા શ્રમિકને રેવન્યૂ અધિકારીએ મારી લાત, Video થયો વાયરલ