Home /News /national-international /COVID-19: PM મોદીએ SAARC સભ્યોને કર્યા ભેગા, ઈમર્જન્સી ફંડમાં ભારત આપશે 1 કરોડ ડોલર

COVID-19: PM મોદીએ SAARC સભ્યોને કર્યા ભેગા, ઈમર્જન્સી ફંડમાં ભારત આપશે 1 કરોડ ડોલર

સાર્ક દેશો સાથે વીડિયો કોન્ફરન્સ સાથે વાત કરતા પીએમ મોદી

પીએમ નરેન્દ્ર મોદીના જણાવ્યા પ્રમાણે આ એક વોલેન્ટરી ફંડ હશે. જેમાં દરેક દેશ પોતાની મરજી પ્રમાણે પોતાનું યોગદાન આપશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે 10 મિલિયન અમેરિકી ડોલર એટલે કે આશરે 74 કરોડ રૂપિયા ભારત તરફથી આપવામાં આવશે. આ રૂપિયાનો સાર્ક દેશોના સભ્યો જ્યારે જરૂર જણાય ત્યારે ઉપયોગ કરી શકશે.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ આખી દુનિાય કોરોના વાયરસ (CoronaVirus)ના ભયમાં છે. કોરોના વાયરસને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ મહામારી જાહેર કરી દીધી છે. આવી સ્થિતિ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આ મહામારીથી લડવા માટે દેશ અને વૈશ્વિક સ્તર ઉપર અભિયાન ચલાવી રહ્યા છે. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા સાર્ક (SAARC) દેશોમાં ચર્ચા કરીહ તી. આ દરમિયાન પીએમ મોદીએ ઈમર્જન્સી ફંડ બનાવવાની રજૂઆત કરી હતી. જેનાથી દરેક દેશને મદદ મળશે.

પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના જણાવ્યા પ્રમાણે આ એક વોલેન્ટરી ફંડ હશે. જેમાં દરેક દેશ પોતાની મરજી પ્રમાણે પોતાનું યોગદાન આપશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે 10 મિલિયન અમેરિકી ડોલર એટલે કે આશરે 74 કરોડ રૂપિયા ભારત તરફથી આપવામાં આવશે. આ રૂપિયાનો સાર્ક દેશોના સભ્યો જ્યારે જરૂર જણાય ત્યારે ઉપયોગ કરી શકશે.

આ પણ વાંચોઃ-CoronaVirus: SAARC દેશોના પ્રમુખોને PM મોદીએ કહ્યું, ગભરાવવાની નહીં સાવધાન રહેવાની જરૂર

WHOએ કોવિદ-19ને મહામારી જાહેર કરી
પીએમ મોદીએ સાર્ક દેશો સાથે ચર્ચા કરતા કહ્યું હતું કે WHOએ COVID- 19ને વૈશ્વિક મહામારી જાહેર કરી દીધી છે. અત્યાર સુધી આપણા ક્ષેત્રોમાં 150થી ઓછા મામલા પ્રકાશમાં આવ્યા છે. આમ છતાં આપણે સચેત રહેવાની જરૂર છે. આપણે જેમ જેમ આ પડકાર સામે લડવા તૈયાર થઈ રહ્યા છે. હું તમને અત્યાર સુધીને વાયરસ સામે ભારતની લડાઈ અંગે વાત કરવા માંગુ છું. પરંતુ દહેશત નહીં પરંતુ તૈયાર એ અમારો માર્ગદર્શક મંત્ર રહ્યો છે.

આ પણ વાંચોઃ-coronavirus effect: રાજ્યમાં બે સપ્તાહ સુધી શાળા-કોલેજો બંધ, બોર્ડની પરીક્ષા ચાલુ રહેશે

વીડિયો કોન્ફર્સમાં દિગ્ગજો થયા સામેલ
સાર્ક દેશોની આ વીડિયો કોન્ફરન્સમાં પીએમ મોદીની સાથે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબયા રાજપક્ષે, બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના, અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની, માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ સોલી, ભૂટાનના પ્રધાનમંત્રી લોટે શેરિંગ, નેપાળના રાષ્ટ્રપતી કેપી ઓલી અને પાકિસ્તાના સ્વાસ્થ્ય મંત્રી ઝફર મિર્ઝા હાજર રહ્યા હતા.

આ પણ વાંચોઃ-coronavirus અંગે સરકારનો મોટો નિર્ણય : જાહેરમાં થૂંકવા ઉપર પ્રતિબંધ, નહીં તો થશે રૂ.500નો દંડ

બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાના જણાવ્યા પ્રમાણે પીએમ મોદીનો આભાર, જેમણે આ પહેલની શરુઆત કરી. ભારતે વુહાનમાં રહેલા 23 બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને રેસ્ક્યૂ કર્યો તેમના માટે ધન્યવાદ કરું છું. કોરોના વાયરસ સામે લડવા માટે અમે મજબૂત પગલાં ઉઠાવીશું.
First published:

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો