કોરોના પોઝિટિવ યુવતી સાથે એમ્બ્યૂલન્સ ડ્રાઇવરે આચર્યું દુષ્કર્મ, બાદમાં પહોંચાડી કોવિડ હૉસ્પિટલ

News18 Gujarati
Updated: September 6, 2020, 3:43 PM IST
કોરોના પોઝિટિવ યુવતી સાથે એમ્બ્યૂલન્સ ડ્રાઇવરે આચર્યું દુષ્કર્મ, બાદમાં પહોંચાડી કોવિડ હૉસ્પિટલ
કોવિડ પોઝિટિવ યુવતી પર દુષ્કર્મ આચરનારા એમ્બ્યૂલન્સ ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે. (Image: News18)

બીજા દર્દીને ઉતારીને ડ્રાઇવર એમ્યૂલન્સને સૂમસામ જગ્યાએ લઈ ગયો અને યુવતી પર આચર્યું દુષ્કર્મ

  • Share this:
પટનમિટ્ટાઃ કેરળ (Kerala)ના પટનમિટ્ટામાં કોરોના મહામારી (Coronavirus Pandemic)ની વચ્ચે શરમજનક ઘટના સામે આવી છે. અહીં 19 વર્ષની એક કોરોના સંક્રમિત યુવતી પર કોવિડ સેન્ટર લઈ જઈ રહેલી એમ્બ્યૂલન્સના ડ્રાઇવરે (Ambulance Driver) દુષ્કર્મ (Rape) આચર્યું. ત્યારબાદ ડ્રાઇવરે યુવતીને કોવિડ સેન્ટર (COVID Center) છોડી દીધી અને ત્યાંથી ભાગી ગયો. ઘટનાની જાણ થયા બાદ આરોપી ડ્રાઇવરની ધરપકડ કરી લેવામાં આવી છે.

મળતી જાણકારી મુજબ, પટનમિટ્ટાના અરમમુલામાં રહેનારી એક યુવતીને કોરોના થઈ ગયો હતો. ત્યારબાદ યુવતીના પરિજનોએ એમ્બ્યૂલન્સ બોલાવી અને યુવતીને હૉસ્પિટલ લઈ જવા માટે કહ્યું. યુવતીએ જણાવ્યું કે એમ્બ્યૂલન્સમાં પહેલાથી એક દર્દી હતો. ત્યારબાદ એમ્બ્યૂલન્સના ડ્રાઇવરે એક દર્દીને પહેલા જ ઉતારી દીધો અને ત્યારબાદ ગાડી એક સૂમસામ સ્થળે લઈ ગયો. યુવતીએ જણાવ્યું કે ડ્રાઇવરે ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું અને પછી તેને કોવિડ કેર સેન્ટર છોડીને જતો રહ્યો.

આ પણ વાંચો, અર્જુન કપૂરને થયો કોરોના, ડૉક્ટરની સલાહ પર થયો હૉમ ક્વૉરન્ટિન

આ પણ વાંચો, પ્રતિબંધિત ચીની એપ Tik Tokએ પ્રેમી પંખીડાનો કરાવ્યો મિલાપ, જાણો શું છે લવ સ્ટોરી

કોવિડ કેર સેન્ટર પહોંચ્યા બાદ યુવતીએ ડૉક્ટરોને પોતાની આપવીતી જણાવી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે આરોપી ડ્રાઇવરની ધરપકડ કરી લીધી છે. નોંધનીય છે કે, કેરળમાં હાલમાં કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. કેરળમાં અત્યાર સુધીમાં 84,759 દર્દી સામે આવી ચૂક્યા છે. જેમાંથી 21,867 એક્ટિવ કેસ છે. કેરળમાં કોરોનાથી અત્યાર સુધી 337 લોકોનાં મોત થઈ ચૂક્યા છે.
Published by: Mrunal Bhojak
First published: September 6, 2020, 3:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading