આચાર્ય બાલકૃષ્ણનો દાવો, પતંજલિએ બનાવી લીધી છે કોરોનાની દવા, 5 થી 6 દિવસમાં સાજા થઈ રહ્યા છે દર્દી

આચાર્ય બાલકૃષ્ણએ કહ્યુ કે કોરોનાની સારવાર આયુર્વેદથી સંભવ છે અને આયુર્વેદિક દવાઓ આ બીમારીને નાબૂદ કરી શકે છે.

આચાર્ય બાલકૃષ્ણએ કહ્યુ કે કોરોનાની સારવાર આયુર્વેદથી સંભવ છે અને આયુર્વેદિક દવાઓ આ બીમારીને નાબૂદ કરી શકે છે.

 • Share this:
  નવી દિલ્હી : વૈશ્વિક મહામારી બની રહેલા કોરોનાની (Covid 19) દવાની શોધમાં દુનિયાના ઘણા વૈજ્ઞાનિક જોડાયેલા છે. ઘણા વૈજ્ઞાનિક આ વાતનો દાવો કરી ચૂક્યા છે, કે આ વાયરસની દવાને તૈયાર થવામાં એક વર્ષનો સમય લાગશે. ત્યારે પતંજલિ (Patanjali)આયુર્વેદના સીઈઓ આચાર્ય બાલકૃષ્ણએ (Acharya Balkrishn) દાવો કર્યો છે કે તેમણે કોરોના વાયરસની (Coronavirus) દવા બનાવી લીધી છે.

  ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીત કરતા આચાર્ય બાલકૃષ્ણએ જણાવ્યું હતું કે, જ્યારે કોરોના મહામારીએ દુનિયામાં આવી હતી ત્યારથી પતંજલિ આયુર્વેદે એક વૈજ્ઞાનિકોની ટીમ હાયર કરી હતી અને પોતાની સંસ્થાના દરેક વિભાગને ફક્ત કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવાતી દવા પર કામ કરવા લગાવી દીધા હતા. તેમણે કહ્યું કે, અમે ઘણા પોઝિટિવ કોરોના દર્દીઓની સ્થિતિ વિશે અધ્યયન કર્યું હતું અને અમને 100 ટકા અનુકૂળ પરિણામ મળ્યું છે.

  80 ટકા દર્દી સાજા થયા

  આચાર્ય બાલકૃષ્ણનો દાવો છે કે, અલગ-અલગ જગ્યાઓ પર ઘણા કોરોના પોઝિટિવ દર્દીને આ દવા આપવામાં આવી હતી, જેમાં 80 ટકા લોકો 5થી 6 દિવસમાં સાજા થઈ ગયા હતા. આ દવાનો ઉપયોગ કર્યા પછી સંપૂર્ણ રીતે સ્વસ્થ થવામાં કેટલાક લોકોને 10 થી 12 દિવસ અને વધુમાં વધુ 14 દિવસ લાગ્યા છે.  4 થી 5 દિવસમાં પૂરો થશે ક્લિનિકલ કંટ્રોલ ટ્રાયલ

  આચાર્ય બાલકૃષ્ણએ કહ્યું કે કોરોનાની સારવાર સો ટકા આયુર્વેદથી સંભવ છે. તેમણે કહ્યુ કે, આ વાતને સાબિત કરવા માટે અમે ક્લિનિકલ કંટ્રોલ ટ્રાયલ પણ કરી રહ્યા છીએ, તેના આધાર પર અમે 4 થી 5 દિવસમાં બધા ડેટા સાથે દુનિયાને બતાવવાના છીએ કે પતંજલિએ કોરોના વાયરસની દવા શોધી લીધી છે. આચાર્ય બાલકૃષ્ણએ કહ્યુ કે કોરોનાની સારવાર આયુર્વેદથી સંભવ છે અને આયુર્વેદિક દવાઓ આ બીમારીને નાબૂદ કરી શકે છે.
  Published by:Ashish Goyal
  First published: