કોરોના મહામારી અંતિમ નથી, આપણે ભવિષ્યના પડકારો માટે તૈયાર રહેવું જોઈએઃ WHO સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથન

News18 Gujarati
Updated: June 21, 2020, 3:52 PM IST
કોરોના મહામારી અંતિમ નથી, આપણે ભવિષ્યના પડકારો માટે તૈયાર રહેવું જોઈએઃ WHO સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથન
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ની ચીફ સાયન્ટિસ્ટ ડૉ. સૌમ્યા સ્વામીનાથન (Dr. Soumya Swaminathan)

ડૉ. સૌમ્યા સ્વામીનાથને ભારતમાં કોરોનાનો પ્રભાવ, તેની પીક સીઝન અને લૉકડાઉન અંગે શું કહ્યું?

  • Share this:
નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાભરના તમામ દેશ જીવલેણ કોરોના વાયરસ (Covid-19 Pandemic) મહામારી સામે લડી રહ્યો છે. દુનિયાભરમાં અત્યાર સુધી 89 લાખ 14 હજાર 787 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી 4 લાખ 66 હજાર 718 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. બીજી તરફ, ભારતમાં કોરોનાના અત્યાર સુધી 4.10 લાખ કેસ આવી ચૂક્યા છે અને 13 હજારથી વધુ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. આ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ની ચીફ સાયન્ટિસ્ટ ડૉ. સૌમ્યા સ્વામીનાથન (Dr. Soumya Swaminathan)ને પૂરી આશા છે કે આ વાયરસની વેક્સીન આવતા વર્ષની શરૂઆત સુધી વિકસિત કરી લેવાશે.

News18 સાથેના ઇન્ટરવ્યૂમાં ડૉ. સૌમ્યા સ્વામીનાથને ભારતમાં કોરોનાનો પ્રભાવ, તેની પીક સીઝન અને સરકાર દ્વારા ભરવામાં આવી રહેલા પગલાં પર વિસ્તારથી વાત કરી. સ્વામીનાથનનું કહેવું છે કે કોરોના કોઈ છેલ્લી મહામારી નથી. દરેક ચીજનો એક અંત હોય છે. એવામાં કોરોનાનો પણ અંત હશે જ. પરંતુ, આપણે તેનાથી બોધપાઠ લેવો જોઈએ અને ભવિષ્યમાં આવનારી આવી અનેક મહામારીઓ સામે લડવા માટે અત્યારથી તૈયાર રહેવું જોઈએ.

ડૉ. સૌમ્યા સ્વામીનાથન સાથે થયેલી વાતચીતના ખાસ અંશ...

કોરોના વાયરસે દિલ્હી અને ચેન્નઇ જેવા મહાનગરોને ગંભીર રીતે પ્રભાવિત કર્યા છે. તેમાંથી બહાર આવવા માટે ભારતમાં પાંચ ચરણોમાં લાગુ કરાયેલા લૉકડાઉનને તમે કેવી રીતે જુઓ છો?

>> કોરોના વાયરસ અને લૉકડાઉન એવા મુદ્દા છે, જેની સામે તમામ દેશ સંઘર્ષ કરી રહ્યા છે. તમે જાણો છો તેમ WHOએ સલાહ આપી હતી કે આપણે જાહેર આરોગ્ય અને સામાજિક ઉપાયોને યોગ્ય કરવાની જરૂર છે. દરેક દેશે પોતાની જરૂરિયાત અનુસાર તેને અપનાવ્યું પણ. કોરોના મહામારી સામે લડવામાં તેનાથી ઘણે અંશે મદદ પણ મળી. જયાં સુધી લૉકડાઉનની વાત છે તો આ શબ્દ ભારતમાં ત્યારે પ્રચલિત થયો જ્યારે અનેક દેશ તેને કડકાઈ સાથે લાગુ કરી ચૂક્યા હતા. લૉકડાઉનનો સીધો અર્થ લોકોની વચ્ચે શારીરિક અંતર કાયમ રાખવાનું છે, જેથી આ વાયરસના સંક્રમણને ફેલાવાથી રોકી શકાય.

>> જોકે, લૉકડાઉનને લઈને વિભિન્ન દેશોમાં અલગ-અલગ મત છે .કેટલાક દેશોએ ઓછા કેસ હતાં ત્યારે લૉકડાઉનની દૂરંદેશિતા દેખાતા લૉકડાઉન લાગુ કરી દીધું હતું. ભારતે પણ આવું જ કર્યું હતું. પરંતુ વસ્તીની ગીચતાના કારણે કેસ સામે આવતા ગયા.
આ પણ વાંચો, કોરોનાએ ફરી તોડ્યો રેકોર્ડ, એક જ દિવસમાં મળ્યા 15,413 નવા કેસ, 306 દર્દીનાં મોત


એક્સપર્ટ્સનું માનવું છે કે ભારતમાં કોરોનાની પિક સિઝન આવવાની હજુ બાકી છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે અમેરિકા અને દક્ષિણ એશિયા આ વાયરસ માટે હોટસ્પોટ છે. એવામાં આપશે શું લાગે છે કે ભારત ક્યાં સ્ટેન્ડ કરે છે?

>> આ બધું એ વાત પર નિર્ભર કરે છે કે લોકોની પ્રતિક્રિયા શું છે. આ માત્ર કોરોના વાયરસની અસર નથી, પરંતુ તે લોકો અને સરકારોનો વ્યવહાર પણ છે, જે એ નક્કી કરશે કે આગળ શું થશે. એ દેશો જે કોરોનાના ફર્સ્ટ વેબથી આગળ નીકળી ચૂક્યા છે અને હાલ પિક સીઝન જોઈ રહ્યા છે. ચોક્કસપણે ત્યાં પણ મહામારીનો સેકન્ડ વેબ આવી શકે છે, પરંતુ તે એ વાત પર નિર્ભર કરશે કે ત્યાંની સરકાર આ મહામારીને ફેલાવાથી રોકવા માટે નિયમોમાં કેટલી કડકાઈથી પાલન કરાવે છે. સાથોસાથ લોકો કેટલી સખ્તાઈ તેનું પાલન કરે છે.

Dexamethasoneના કારેણ ગંભીર રીતે બીમાર કોવિડ-19ના દર્દીઓ માટે નવી આશા જન્મી છે. તમને આ દવાથી કેટલી આશા છે?

>> Dexamethasone એક ખૂબ જ જૂની દવા છે. તેનો ઉપયોગ લાંબા સમયથી અનેક અલગ-અલગ પ્રકારની બીમારીઓમાં ગંભીર સ્થિતિમાં કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ICUમાં આ દવાનો ઉપયોગ થઈ રહ્યો છે. જોકે, અનેક મામલામાં એવું સામે આવ્યું છે કે દવા ARDSમાં કોઈ ખાસ પ્રભાવકારી નથી હોતી. જેથી અમે તેની પર પૂરો ભરોસો મૂકવો ન જોઈએ. આ દવાની અસર વેન્ટિલેટર અને ઓક્સિજનની જરૂરવાલા દર્દીઓ પર કોઈ અસર નથી થઈ.

(ડૉ. સૌમ્યા સ્વામીનાથનના સંપૂર્ણ ઇન્ટરવ્યૂને અંગ્રેજીમાં વાંચવા માટે અહીં ક્લિક કરો)

આ પણ વાંચો, કોરોનાની આડમાં મોટો સાઇબર હુમલો કરવાના પ્રયાસમાં હેકર્સ, સરકારે જાહેર કરી ચેતવણી

 
First published: June 21, 2020, 3:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading