Home /News /national-international /કોરોનાના નવા પ્રકારને લઈને WHO એલર્ટ - આ દેશોમાં મુસાફરી કરનારા લોકોએ માસ્ક પહેરવા જ પડશે
કોરોનાના નવા પ્રકારને લઈને WHO એલર્ટ - આ દેશોમાં મુસાફરી કરનારા લોકોએ માસ્ક પહેરવા જ પડશે
કોરોનાના નવા પ્રકારથી ત્રાહિમામ
COVID-19 Alert: આરોગ્ય અધિકારીઓએ અહેવાલ આપ્યો હતો કે, XBB.1.5- એ અત્યાર સુધીમાં સૌથી ઝડપથી ફેલાતો ઓમીક્રોન સબવેરિયન્ટ છે. અમેરિકામાં નવા કોરોના સંક્રમિત દર્દીઓમાંથી 27.6% આ સબવેરિયન્ટનો શિકાર છે.
લંડન: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ યુએસ સહિત વિશ્વના ઘણા દેશોમાં ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ XBB.1.5ના ઝડપી પ્રસાર પર ચિંતા વ્યક્ત કરી છે. WHO અધિકારીઓએ એમ પણ કહ્યું કે, ઓમિક્રોનના નવા સબવેરિયન્ટના ઝડપી પ્રસારને જોતાં, તમામ દેશોએ લાંબા અંતરની ફ્લાઇટ્સ પર મુસાફરોને માસ્ક પહેરવાની ભલામણ કરવાનું વિચારવું જોઈએ.
WHO/યુરોપના અધિકારીઓએ મંગળવારે એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, 'યુરોપમાં ચેપગ્રસ્ત XBB.1.5 સબવેરિયન્ટ્સની સંખ્યા હજી ઓછી છે, પરંતુ તે ઝડપથી વધી રહી છે. યુરોપ માટે WHOના વરિષ્ઠ આપાતકાલિન અધિકારી, કેથરિન સ્મોલવુડે જણાવ્યું હતું કે પ્રવાસીઓને લાંબા અંતરની ફ્લાઇટ્સ જેવી ઉચ્ચ જોખમની પરિસ્થિતિઓમાં માસ્ક પહેરવાની સલાહ આપવી જોઈએ. આ સાથે તેમણે કહ્યું કે, 'આ ભલામણ એવા દેશમાંથી આવતા મુસાફરો માટે જાહેર કરવી જોઈએ જ્યાં કોવિડ-19 ઝડપથી ફેલાઈ રહ્યો છે.'
આરોગ્ય અધિકારીઓએ અહેવાલ આપ્યો હતો કે, XBB.1.5 એ અત્યાર સુધી શોધાયેલ સૌથી ઝડપથી ફેલાતો ઓમીક્રોન સબવેરિયન્ટ છે. અમેરિકામાં નવા કોરોના સંક્રમિત દર્દીઓમાંથી 27.6% આ સબવેરિયન્ટનો શિકાર છે.
જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે, XBB.1.5 વિશ્વમાં કોરોનાની નવી લહેરનું કારણ બનશે કે નહીં. નિષ્ણાતો કહે છે કે, હાલની રસી ગંભીર લક્ષણો, હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુ સામે રક્ષણ આપે છે.
XBB.1.5 એ ઓમિક્રોનનો બીજો વંશજ છે, જે વિશ્વભરમાં કોરોના ફેલાવતો સૌથી ચેપી અને અસરકારક વાયરસ છે. તે XBB સબવેરિયન્ટનું એક પ્રકાર છે, જે ઓક્ટોબરમાં પ્રથમ વખત શોધાયું હતું.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર