કોરોનાને લઈને નવી ગાઇડલાઇન્સ, નાઇટ કર્ફ્યૂં લગાવી શકશે રાજ્ય, લૉકડાઉન માટે કેન્દ્રની મંજૂરી જરૂરી

કોરોનાને લઈને નવી ગાઇડલાઇન્સ, નાઇટ કર્ફ્યૂં લગાવી શકશે રાજ્ય, લૉકડાઉન માટે કેન્દ્રની મંજૂરી જરૂરી

ગૃહ મંત્રાલયે બુધવારે કોરોના વાયરસ મહામારીને લઇને કન્ટેઇનમેન્ટ ઝોન, સર્વિલાન્સ અને સાવધાનીને લઈને નવી ગાઇડલાઇન્સ જાહેર કરી

 • Share this:
  નવી દિલ્હી : ગૃહ મંત્રાલયે (Ministry of Home Affairs)બુધવારે કોરોના વાયરસ (Coronavirus)મહામારીને લઇને કન્ટેઇનમેન્ટ ઝોન (Containment), સર્વિલાન્સ અને સાવધાનીને લઈને નવી ગાઇડલાઇન્સ જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જે વિસ્તારમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ત્યાં કડકાઇથી નિયમોનું પાલન કરવામાં આવે. કોરોનાના મામલામાં જે ઘટાડો આવ્યો છે તેને યથાવત્ રાખવામાં આવે. ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કડકાઇથી નિયમોનું પાલન કરાવવાનો નિર્દેશ આપ્યો છે. સાથે ભીડવાળા સ્થાનો પર સાવધાની રાખવા અને ભીડને નિયંત્રિત કરવાને લઈને પણ નિર્દેશ આપ્યો છે.

  સરકારે કહ્યું કે કોવિડ-19ની સ્થિતિના પોતાના આકલનના આધારે રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશ ફક્ત કન્ટેઇનમેન્ટ ક્ષેત્રોમાં રાત્રી ફર્ફ્યૂ જેવા સ્થાનિક પ્રતિબંધ લગાવી શકે છે. કન્ટેઇનમેન્ટ બહાર કોઈપણ પ્રકારના સ્થાનિક લોકડાઉન લાગુ કરતા પહેલા રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશની સરકારોએ કેન્દ્ર પાસેથી મંજૂરી લેવી પડશે.

  આ પણ વાંચો - નાંદોદના MLA અહેમદ પટેલ સાથેના સંસ્મરણો વાગોડતા ચોધાર આંસુએ રડી પડ્યા

  સરકારની ગાઇડલાઇન્સ પ્રમાણે કન્ટેઇનમેન્ટ ઝોનમાં ફક્ત આવશ્યક ગતિવિધિઓની મંજૂરી આપવામાં આવશે. આ સુનિશ્ચિત કરવા માટે સ્થાનીય જિલ્લા, પોલીસ અને નગરપાલિકાના અધિકારી જવાબદાર રહેશે. સાથે તેમણે કન્ટેઇનમેન્ટ ઝોનના નિયમોનું કડકાઇથી પાલન પણ કરાવવું પડશે. જ્યારે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ સંબંધિત અધિકારીઓની જવાબદારી નક્કી કરશે.

  સરકારે કહ્યું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ પણ કાર્યાલયોમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન કરવું જરૂરી છે. જે શહેરોમાં સાપ્તાહિક સકારાત્મકતા દર 10%થી વધારે છે. સંબંધિત રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સોશિયલ ડિસ્ટન્સિંગ અને અન્ય નિયમોનું કડકાઇથી પાલન કરે.
  Published by:Ashish Goyal
  First published: