Home /News /national-international /

coronavirus : વૈજ્ઞાનિકોની ચેતવણી, કોરોનાનો નેગેટિવ રિપોર્ટ આવે તો પણ ચિંતા કરજો, વાયરસ હોઈ શકે છે!

coronavirus : વૈજ્ઞાનિકોની ચેતવણી, કોરોનાનો નેગેટિવ રિપોર્ટ આવે તો પણ ચિંતા કરજો, વાયરસ હોઈ શકે છે!

પ્રતિકાત્મક તસવીર

'આ વાયરસ ફક્ત ચાર મહિનાથી મનુષ્યમાં ફેલાય છે અને તેથી પરીક્ષણની વિશ્વસનીયતા વિશેના અભ્યાસ હજી પણ પ્રાથમિક માનવામાં આવે છે.'

  AFP, વૉશિંગ્ટન : અમેરિકામાં જેમ જેમ COVID-19 પરીક્ષણો વધુ વ્યાપકપણે થઈ રહ્યા છે, તેમ તેમ વૈજ્ઞાનિકોએ વધતી જતી ચિંતા વિશે ચેતવણી આપી છે. વૈજ્ઞાનિકોના મતે જે દર્દીને કોરોનાનો ટેસ્ટ નકારાત્મક આવ્યો હોય એવા પરિણામો વાળા ઘણા લોકોને ખરેખર વાયરસ હોઈ શકે છે. વિશ્વભરના મોટાભાગના પરીક્ષણોમાં પીસીઆર નામની તકનીકનો ઉપયોગ થાય છે, જે દર્દીના ચોક્કસ નમૂનાઓમાંથી કોરોના વાયરસના ટુકડાઓ શોધી કાઢે છે.

  મિનેસોતાના મેયો ક્લિનિકમાં ચેપી રોગોના નિષ્ણાત પ્રિયા સંપથકુમારે એએફપીને કહ્યું કે, "ઘણી બધી બાબતો છે જે પરીક્ષણ દ્વારા ખરેખર વાયરસ ખેંચે છે કે નહીં તેની માહિતી આપી શકતી નથી. વાયરસના અનેક લક્ષણો ટેસ્ટમાં ઝડપાઈ તે કહેવું મુશ્કેલ છે.”

  તેમણે ઉમેર્યુ કે વાયરસના બાહ્મ પરિબળો જેવા કે (છીંક આવવી, ખાંસી અને અન્ય શારીરિક કાર્યો દ્વારા આપણે શંકાસ્પદ દર્દીઓની ઓળખ કરીએ છીએ અને ત્યારબાદ તેનો ટેસ્ટ કરીએ છે જોકે, ટેસ્ટમાં આ બાબતોથી વિશેષ કેટલીક ચીજોનો સમાવેશ થાય છે. આ વાયરસ ફક્ત ચાર મહિનાથી મનુષ્યમાં ફેલાય છે અને તેથી પરીક્ષણની વિશ્વસનીયતા વિશેના અભ્યાસ હજી પણ પ્રાથમિક માનવામાં આવે છે.

  આ પણ વાંચો :  લૉકડાઉન : વડોદરામાં હાઇડ્રોજન બલૂન દ્વારા કોરોના રેડ સ્પોટનો CCTV સર્વેલન્સ થશે

  ચીનના પ્રારંભિક અહેવાલો તેની સંવેદનશીલતા સૂચવે છે, એટલે કે જ્યારે વાયરસનો ટેસ્ટ પોઝિટિ આવે છે ત્યારે તેના સંક્રમણના પરિણામોને ચકાસવાનો દર ક્યાંક 60 થી 70 ટકાની આસપાસ છે. વિશ્વભરની વિવિધ કંપનીઓ હવે થોડી જુદી જુદી ટેસ્ટ પદ્ધતિઓ શોધી રહી છે, તેથી એકંદરે ચોક્કસ આંકડો મેળવવો મુશ્કેલ છે.

  સંપથકુમાર માયો ક્લિનિક દ્વારા પ્રકાશિક એક શોધપત્રમાં દલીલ કરતા કહે છે કે પોઝિટિવ ટેસ્ટની સ્વીકાર્યતાનો દર 90 ટકા આવે તો પણ જોખમ ઘટી જતું નથી કારણ કે કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે તેની સાથે જ જોખમ પણ વધી રહ્યું છે.

  તેમણે અમેરિકાના કેલિફોર્નિયાના સંદર્ભમાં જણાવ્યું કે જો આ આખેઆખા પ્રાંતની કુલ વસ્તીના એક ટકાનો ટેસ્ટ કરવામાં આવે તો પણ 40 લાખમાંથી અંદાજે 20,000 લોકોનાં ટેસ્ટ થાય અને તેમાં પણ સાચા-ખોટા પરિણામો આવવાની શક્યતા રહેલી છે.

  આ પણ વાંચો :  કોરોના વાયરસ : કૉન્ડમ ઉત્પાદક કંપની બનાવશે કોરોનાની ટેસ્ટિંગ કિટ, પ્રતિદિન 20 હજાર યૂનિટનું ઉત્પાદન કરશે

  ફક્ત ટેસ્ટના પરિણામ પર નિર્ભર ન રહેવું

  સંપથ કુમારે તેના શોધ પત્રમાં જણાવ્યું હતું કે 'ટેસ્ટ કરનારા સ્ટાફે ફક્ત ટેસ્ટના પરિણામના આધારે બેસી ન રહેવું જોઈએ. દર્દીના લક્ષણો અને તેની સાથે તેની કેસ હિસ્ટ્રી પણ ચકાસવાથી જ ચોક્કસ દિશામાં પરિણામ મળી શકશે.

  પહેલા નેગેટિવ બાદમાં પોઝિટિવ રિઝલ્ટ આવ્યું

  બાલ્ટિમોરની જ્હોન હોપકિન્સ હૉસ્પિટલના ઇર્નજન્સી ફિઝિશિયલ ડેનિયલ બર્નરે એએફપીને જણાવ્યું કે એક દર્દીના નાકમાંથી પહેલાં તો ટેસ્ટ માટે નમૂનાઓ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ આ નમૂનાઓને ત્રણ વાર ચકાસતા તેના પરિણામ નેગેટિવ આવ્યા હતા જ્યારે દર્દીને કોવિડ-19ના તમામ લક્ષણો જણાતા હતા. ત્યારબાદ તેના નોઝલ પાઇપમાં એક લિક્વિડ સ્પ્રે કરીને ફરીથી સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેનો ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે તેનું પરિણામ પોઝિટિવ આવ્યું હતું.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Coronavirus, COVID19, USA, Warning

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन