વર્ષ 2020ની શરૂઆતમાં કોરોના વાયરસ મહામારીએ વિશ્વને થંભાવી દીધું હતું. નાઇટ્રોજન ઓક્સાઇડનું ઉત્સર્જન, જે ઓઝોન પેદા કરે છે, તેમાં વૈશ્વિક સ્તર પર 15 ટકાનો ઘટાડો નોંધાયો છે. જેનાથી માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે ખતરો છે. આ વાત દક્ષિણ કેલિફોર્નિયામાં નાસાની પ્રોપલ્શન લેબોરેટરીના સંશોધકો દ્વારા અભ્યાસમાં સામે આવી છે. ઓછા નાઇટ્રોજન ઓક્સાઇડના ઉત્પાદનના પરીણામે જૂન, 2020 સુધીમાં વૈશ્વિક ઓઝોન સ્તર એ હદે નીચે આવી ગયું હતું કે નીતિ નિર્માતાઓના અનુમાન અનુસાર અહીં પહોંચવામાં લગભગ 15 વર્ષ લાગશે.
કોઇ દેશે જેટલું કડક લોકડાઉન લગાવ્યું નાઇટ્રોજન ઓક્સાઈડના ઉત્સર્જનમાં તેટલો જ વધુ ઘટાડો આવ્યો. ઉદાહરણ તરીકે ફેબ્રુઆરી, 2020ની શરૂઆતમાં ચીનમાં લાગેલ લોકડાઉનના કારણે અમુક સપ્તાહોમાં અમુક શહેરોમાં નાઇટ્રોજન ઓક્સાઇડ ઉત્સર્જનમાં 50 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. મોટાભાગના અમેરીકાના રાજ્યોમાં બાદમાં વસંત ઋતુમાં 25 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
નાઇટ્રોજન ઓક્સાઇડના ઉત્સર્જનમાં થયેલ આ ઘટાડાનું પરીણામ હતું, વૈશ્વિક ઓઝોન સ્ટારમાં 2 ટકાનો ઘટાડો. આબોહવા પરના આંતરરાષ્ટ્રીય નિષ્ણાંતોની અધિકૃત સંસ્થા હવામાન પરિવર્તન પર આંતર સરકારી પેનલ દ્વારા ધ્યાનમાં લેવામાં આવતા સૌથી વધુ આક્રમક NOx ઉત્સર્જન નિયંત્રણોનો અડધો જથ્થો 30 વર્ષના ગાળામાં ઉત્પન્ન થવાની આશા રાખવામાં આવી હતી. Noxના ઉત્સર્જનમાં થયેલ ઘટાડાથી ઓઝોનની કમી વિશ્વભરમાં અને સપાટીથી 10 કિમીથી વધુ ઉપર ફેલાઇ હતી.
જેપીએલ વૈજ્ઞાનિક જેસિકા ન્યૂએ એક નિવેદનમાં કહ્યું કે, હું વાસ્તવમાં ઘણી આશ્ચર્યચકિત હતી કે વૈશ્વિક ઓઝોન સ્તર પર ઘણો મોટો પ્રભાવ હતો. અમને સપાટી પર સ્થાનિક પ્રતિક્રિયાની આશા વધારે હતી. જોકે જર્નલ સાયન્સ એડવાન્સમાં પ્રકાશિત નિષ્કર્ષોમાં જાણવા મળ્યું છે કે, NOx ઉત્સર્જન અને વૈશ્વિક ઓઝોન બંને ફરી વધશે. કારણ કે વિશ્વ અર્થવ્યવસ્થામાં ફરી સુધાર થશે.
ઓઝોન આપણને સૂર્યના ખતરનાક કિરણોથી બચાવે છે. 2019માં સપાટી પર રહેલ ઓઝોનથી બાળકો અને અસ્થમાંથી પિડાતા વિશ્વભરમાં 3,65,000 લોકોના મોતનું અનુમાન લગાવાયું હતું. સાથે જ તે છોડની શ્વાસ પ્રણાલીને પણ નુકસાન પહોંચાડે છે, તે પ્રકાશ સંષ્લેષણની ક્ષમતા, છોડની વૃદ્ધિ અને પાકના ઉત્પાદનમાં ઘટાડો કરે છે અને ઉષ્ણકટિબંધીય સપાટી પર આ એક સશક્ત ગ્રીન હાઉસ ગેસ છે, જે વૈશ્વિક તાપમાન વધારે છે.
" isDesktop="true" id="1104427" >
આ અભ્યાસ માટે સંશોધનની આંતરરાષ્ટ્રીય ટીમે પાંચ નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સીએ પૃથ્વી અવલોકન સેટેલાઇટ્સ દ્વારા NOx, ઓઝોન અને અન્ય વાતાવરણીય વાયુઓના માપનો ઉપયોગ કર્યો હતો. તેમણે લોકડાઉન દરમિયાન ઓછી અશ્મિભૂત બળતણથી NOx ઉત્સર્જનને ઓછું કરવા અને અંતમાં વૈશ્વિક ઉષ્ણકટિબંધીય ઓઝોન પ્રદૂષણને ઓછું કરવાની પ્રક્રિયાઓનો ચાર્ટ બનાવ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર