Covid-19 Updates: દેશમાં 24 કલાકમાં કોરોના સંક્રમણના કેસોમાં 12 હજારનો જોરદાર ઉછાળો, મૃત્યુઆંક પણ 600ને પાર

Covid 19 Live Updates India: ભારતમાં કોરોનાને કારણે કુલ 4,35,758 લોકોએ જીવ ગુમાવ્યો; કોવિડ રિકવરી રેટ 97.70 ટકા થયો

Covid 19 Live Updates India: ભારતમાં કોરોનાને કારણે કુલ 4,35,758 લોકોએ જીવ ગુમાવ્યો; કોવિડ રિકવરી રેટ 97.70 ટકા થયો

  • Share this:
    India Fights Corona, 25 August 2021: ભારતમાં છેલ્લા બે દિવસ કોરોના સંક્રમણ (India Corona Cases)ના કેસોમાં થોડી રાહત જોવા મળી હતી જેમાં રોજ 25 હજારની આસપાસ કેસ નોંધાતા હતા. પરંતુ બુધવાર સવારે જાહેર થયેલા આંકડાઓએ ચિંતા વધારી દીધી છે. એક જ દિવસમાં 12 હજાર કેસોનો ઉછાળો જોવા મળ્યો છે. આ ઉપરાંત મૃત્યુઆંક (Covid-19 Deaths in India) પણ 600ને પાર પહોંચી ગયો છે.

    સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવાર સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 37,593 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 648 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,25,12,366 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 59,55,04,593 લોકોને કોરોના વેક્સીન (Covid19 Vaccine Campaign)ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 61,90,930 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.


    વિશેષમાં, કોવિડ-19 મહામારી (COVID-19 Pandemic) સામે લડીને ભારતમાં 3 કરોડ 17 લાખ 54 હજાર 281 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 34,169 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ 97.70 ટકા છે. હાલમાં 3,22,327 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 4,35,758 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. કોરોના સેમ્પલ ટેસ્ટિંગની વાત કરીએ તો, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 24 ઓગસ્ટ, 2021 સુધીમાં કુલ 51,11,84,547 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. મંગળવારના 24 કલાકમાં 17,92,755 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

    ગુજરાતનો કોવિડ રિકવરી રેટ 98.76 ટકા

    ગુજરાતમાં કોરોનાની સ્થિતિ (Gujarat Corona Cases) મહદઅંશે કાબૂમાં લાગી રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 14 કેસ નોંધાયા છે. જેની સામે 25 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10079 છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. અત્યાર સુધીમાં 4,36,31,533 ડોઝ કોરોના વેક્સીનના (CoronaVaccine)આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 4,63,036 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.

    આ પણ વાંચો, Explained: Zydus Cadilaની ZyCoV-D રસી સોય વગર કઈ રીતે અપાશે? તેનાથી કયા-કયા ફાયદા થશે?

    24 કલાકમાં ગુજરાતમાં એક પણ દર્દીનું મોત નથી થયું

    ગુજરાતમાં કોરોના સંક્રમણના નવા કેસોની વિગતે વાત કરીએ તો, અમદાવાદમાં 5, સુરતમાં 4, વડોદરામાં 3, ભાવનગર, કચ્છમાં 1-1 સહિત કુલ 14 કેસ નોંધાયા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. બીજી તરફ અમદાવાદમાં 5, સુરતમાં 4, વડોદરામાં 4, રાજકોટમાં 4, જૂનાગઢમાં 4, આણંદમાં 2, જામનગર, ભરૂચમાં 1-1 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યારે કુલ 160 એક્ટિવ કેસ છે, જેમાં 4 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 155 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 815091 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published: