liveLIVE NOW

COVID-19 Live : જયપુરનાં 35 દર્દીઓ સહિત રાજસ્થાનમાં કોરોનાનાં 96 નવા કેસ સામે આવ્યાં

  • News18 Gujarati
  • | April 12, 2020, 15:31 pm
    facebookTwitter
    LAST UPDATED Sun Apr 12 2020

    AUTO-REFRESH

    Highlights

    15:36 (IST)
      આંધ્ર પ્રદેશમાં કોરોના વાયરસનાં દર્દીઓની સંખ્યા 417 થઇ ગઇ છે. જ્યારે કર્ણાટકમાં વધારે 11 કેસ સામે આવતા કુલ સંખ્યા 226 થઇ છે. નાગપુરમાં રવિવારે વધુ 14 લોકો નવા સંક્રમિત થયા છે. 

    15:29 (IST)
      રાજસ્થાનમાં આજે કોરોના સંક્રમણનાં 96 નવા કેસ સામે આવ્યાં છે. જેમાંથી જયપુરનાં જ એકલા 35 દર્દી છે.  જ્યારે 11 લોકો ટોંકનાં રહેવાસી છે. રાજ્યનાં સ્વાસ્થ્ય વિભાગ પ્રમાણે, અહીં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 796 પહોંચી છે.

    14:38 (IST)
    કૉંગ્રસનાં નેતા કમલનાથનો બીજેપી પર પ્રહાર. તેમણે કહ્યું કે, મધ્યપ્રદેશ દુનિયાનું એક એુવું રાજ્ય છે કે જ્યાં ના તો સ્વાસ્થ્ય મંત્રી છે ન તો ગૃહમંત્રી. આવી કપરી પરિસ્થિતિમાં સરકાર કઇ રીતે કામ કરી શકે છે તે તમે સમજી શકો છો.

    13:52 (IST)
      એચડીએફસીના ચેરમેન દીપક પારેખે હાલના સંકટને હ્યૂમન ઇકોનોમિક ફાઇનાન્સિયલ (HEF) ક્રાઇસિસ કરાર કર્યું છે, જે 2008ના વૈશ્વિક નાણા સંકટથી સમગ્રપણે અલગ છે. તેઓએ કહ્યું કે તેનાથી પૂરી રીતે રિકવર કરવામાં ઓછામાં ઓછા 9 મહિના લાગશે. એચડીએફસીના ચેરમેને ભલામણ કરી કે ભારતનું ફાઇનાન્સિયલ સેક્ટર (Financial Sector) મજબૂત હોવું જોઈએ નહીં તો અર્થવ્યવસ્થા (Economy) નષ્ટ થઈ જશે. તેઓએ નૉન-બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (NBFCs)ને રેગ્યૂલેટ કરવા પર ભાર મૂક્યો.

    12:53 (IST)
      શ્રીનગરનાં રેડ ઝોન વિસ્તારોમાં સુરક્ષા વધારવામાં આવી છે. જમ્મુ કાશ્મીર પોલીસે લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી છે

    ચીનથી દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસે ભારતમાં તીવ્રતાથી લોકોમાં સંક્રમિતોની સંખ્યા વધારી દીધી છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં સંક્રમણનાં એક હજારથી વધારે કેસ નોંધાયા છે. કોરોના વાયરસનો પ્રસાર અટકાવવા માટે લાદવામાં આવેલું રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન એપ્રિલના અંત સુધી લંબાવવામાં આવે તેવી સંભાવના છે. દેશમાં કોરોનાની સ્થિતિ અંગે સમિક્ષા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શનિવારે બધા જ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ મારફત બેઠક યોજાઈ હતી. જેમાં મોટાભાગના મુખ્યમંત્રીઓ લૉકડાઉનને બે સપ્તાહ લંબાવવા સંમત થયા હતા. આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ લૉકડાઉન વધારવાના સંકેત આપ્યા હતા. ઉપરાંત તેમણે કહ્યું હતું કે 'દેશ માટે જાન અને જહાં બંને જરૂરી છે.'

    ટૉપ ન્યૂઝ