COVID-19 in India: દેશમાં 24 કલાકમાં કોરોનાના 11,271 નવા કેસ નોંધાયા, 285ના મોત

દેશમાં 24 કલાકમાં કોરોનાના 11,271 નવા કેસ નોંધાયા.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણના 11,271 નવા કેસ સામે આવ્યા બાદ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 3,44,37,307 થઈ ગઈ છે. સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા પણ ઘટીને 1,35,918 થઈ ગઈ છે જે છેલ્લા 522 દિવસો (17 મહિના)માં સૌથી ઓછી છે.

  • Share this:
    નવી દિલ્હી. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણ (Coronavirus latest update India)ના 11,271 નવા કેસ સામે આવ્યા બાદ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 3,44,37,307 થઈ ગઈ છે. સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા પણ ઘટીને 1,35,918 થઈ ગઈ છે જે છેલ્લા 522 દિવસો (17 મહિના)માં સૌથી ઓછી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રવિવારે જાહેર કરવામાં આવેલા આંકડા પરથી આ માહિતી મળી છે.

    સવારે 8 વાગ્યા સુધીના ડેટા અનુસાર દેશમાં આ સમયગાળા દરમિયાન 285 દર્દીઓ (Covid 19)ના મૃત્યુ થવાથી મહામારીને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4,63,530 થઈ ગઈ છે. કોરોના વાયરસના સંક્રમણના નવા કેસોમાં દૈનિક વધારો સતત 37 દિવસથી 20,000થી નીચે છે અને તે 140 દિવસથી 50,000થી ઓછો રહ્યો છે.

    આરોગ્ય મંત્રાલયે કહ્યું કે સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 1,35,918 છે, જે સંક્રમિતોની કુલ સંખ્યાના 0.39 ટકા છે અને તે માર્ચ 2020 પછી સૌથી ઓછી છે. કોવિડ-19થી સ્વસ્થ થવાનો રાષ્ટ્રીય દર (Recovery rate) 98.26 ટકા નોંધાયો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે.

    આ પણ વાંચો: સાવધાન: બનાસકાંઠામાં સાડા ત્રણ મહિના બાદ ફરી કોરોનાની દસ્તક, કિશોર થયો કોરોના પોઝિટિવ

    એક્ટિવ કેસ 1% થી પણ ઓછા

    છેલ્લા 24 કલાકમાં કોવિડ -19ના સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 390નો ઘટાડો નોંધાયો છે. દૈનિક સંક્રમણ દર 0.90 ટકા છે. છેલ્લા 41 દિવસથી તે બે ટકાથી નીચે છે. સંક્રમણ ચેપ દર પણ 1.01 ટકા નોંધાયો, જે છેલ્લા 51 દિવસથી બે ટકાથી ઓછો છે. તો એક્ટિવ કેસ 1% થી પણ ઓછા, 0.39% છે.

    corona update india latest

    બીમારીથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 3,38,37,859 થઈ ગઈ છે જ્યારે મૃત્યુ દર 1.35 ટકા છે. દેશમાં રાષ્ટ્રવ્યાપી કોવિડ-19 રસીકરણ અભિયાન હેઠળ એન્ટી-કોવિડ-19 રસીના કુલ 112.01 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

    આ પણ વાંચો: ગુજરાતમાં કપ્પા અને ડેલ્ટા વાયરસનો ખતરો વધ્યો? જાણો શું કહે છે રિપોર્ટ

    ગુજરાતમાં 37 નવા કેસ સામે આવ્યા

    ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં કોરોનાના 37 નવા કેસ (Gujarat Covid-19 cases) સામે આવ્યા છે જેમાંથી દસ દર્દીઓ અમદાવાદમાંથી છે. અમદાવાદ, સુરત અને વડોદરામાં અનુક્રમે 59,19 અને 47 સક્રિય કેસ નોંધાયા છે. શનિવારે નોંધાયેલા અન્ય નવા કેસ નવસારી(4)ના છે અને બનાસકાંઠા, ગીર સોમનાથ, મહેસાણા, પંચમહાલ અને તાપીમાંથી એક-એક કેસ નોંધાયા છે.
    Published by:Nirali Dave
    First published: