નવી દિલ્હીઃ ભાડા (Rent) માટે દબાણ કરવું હવે મકાન માલિકો માટે મોંઘું સાબિત થઈ શકે છે. એટલું જ નહીં, ભાડું ન મળતા મકાન ખાખલી કરાવવાની ધમકી આપનારા મકાન માલિક સામે કાર્યાવાહી પણ થઈ શકે છે. કાર્યવાહી રૂપે મકાન માલિકને એક વર્ષની જેલ અને આર્થિક દંડ પણ થઈ શકે છે. આ દરમિયાન, મકાન માલિક દ્વારા ભાડૂઆતને કોઈ પણ પ્રકારની જાન માલની હાનિ થઈ તો મકાન માલિકની સજાની અવધિ એક વર્ષથી વધારીને બે વર્ષ પણ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, દિલ્હી સરકાર (Delhi Government)ના મુખ્ય સચિવ વિજય દેવ તરફથી જાહેર આ આદેશમાં દિલ્હીના મકાન માલિકોને કડક સૂચના આપવામાં આવી છે. આદેશમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે કોરોનાના કારણે ઊભી થયેલી પરિસ્થિતિને જોતાં દિલ્હીમાં ભાડું માંગવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ આગામી આદેશ સુધી ચાલુ રહશે. દિલ્હી સરકાર દ્વારા આ આદેશમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ભાડું ન આપતા મકાન ખાલી કરાવવાની ધમકી આપનારા મકાન માલિકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો, ભાડું બચાવવા તોડી પડાશે ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’નો સેટ! સંજય લીલા ભણશાળીએ લીધો નિર્ણય
આ અધિનિયમ હેઠળ નોંધશે કેસ
આદેશ મુજબ, ભાડૂઆતો પાસેથી ભાડું માંગવા કે ખાલી કરાવવાની ધમકી આપનારા મકાન માલિકો વિરુદ્ધ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 હેઠળ કેસ નોંધવામાં આવશે. આ અધિનિયમ હેઠળ, ઉલ્લંઘન કરનારને બે વર્ષ સુધી જેલમાં મોકલવાની જોગવાઈ છે. આદેશમાં એવું પણ જણાવાયું છે કે દિલ્હીમાં મોટી સંખ્યામાં લોકો ભાડે રહે છે. તેમાં રોજનું કમાઈને ખાનારા મજૂરો અને બીજા લોકો પણ સામેલ છે.
આ પણ વાંચો, વીડિયો કોન્ફરન્સિંગ Zoom 5.0 અપડેટમાં મળશે અનેક સિક્યુરિટી કન્ટ્રોલ, આવી રીતે કરો ઉપયોગ
Published by:News18 Gujarati
First published:April 24, 2020, 07:40 am