Covid-19નો જોરદાર મુકાબલો કરી શકે એવી વેક્સીન, લાંબા સમય સુધી મળશે ઇમ્યૂનિટી

News18 Gujarati
Updated: April 1, 2020, 5:04 PM IST
Covid-19નો જોરદાર મુકાબલો કરી શકે એવી વેક્સીન, લાંબા સમય સુધી મળશે ઇમ્યૂનિટી
Reuters

કોવિડ-19 વાયરસને શ્રેણીના અન્ય રોગની સરખામણીમાં વધારે સ્થિર માનવામાં આવે છે

  • Share this:
લખનઉ : ઉત્તર પ્રદેશની (Uttar Pradesh) રાજધાની લખનઉમાં સ્વાસ્થ્ય અધિકારીઓએ સોમવારે તે લોકોને ફોન કર્યા હતા જે ઇન્ટરનેશનલ ટ્રાવેલ હિસ્ટ્રી હોવાના કારણે બે સપ્તાહથી ક્વોરન્ટાઇમાં છે. કોલરે બધાને સંદેશો આપ્યો કે વધુ એક સપ્તાહ સુધી પોતાના આઈસોલેશનને વધારો કારણ કે શહેરમાં એક મહિલાને કોરોના વાયરસ પોઝિટિવ (Coronavirus)હોવાની પૃષ્ટી કોવિડ-19ના મામલાના સંપર્કમાં આવ્યાના 20 દિવસ પછી થઈ હતી.

SARS-2003 પર કરેલા અધ્યયનથી જાણકારી મળી છે કે રોગની શરુઆતમાં રોગીઓમાં ઓછો વાયરસ ફેલાય છે. આ સમયગાળાને વાયરલ શેડિંગ કહેવાય છે. જે દરમિયાન એક દર્દીના વાયરસની ઓળખ કરવામાં આવી શકે છે. આ રોગમાં પાંચ દિવસ પછી ગંભીર લક્ષણો સાથે બહાર આવે છે. જેના કારણે રોગીને આઈસોલેશનની સાથે બધી મેડિકલ હેલ્પ લેવી પડે છે. આ પહેલા રોગી અન્ય લોકોમાં વાયરસનો પ્રસાર કરી શકે તેને આઇસોલેટ કરીને રોકે છે.

આ પણ વાંચો - ચીન ન સુધરે, કોરોનાના એપીસેન્ટર રહેલા વુહાનમાં ફરી ચામાચીડિયા વેચાવવા લાગ્યા

4 થી 7 દિવસ વચ્ચે જીવિત રહે છે Coronavirus
કોવિડ-19નો દર્દી થયા પછી પ્રથમ નવ દિવસોમાં રોગીમાં હળવા લક્ષણો બતાવી શકે છે. તે બીજા સુધી આ વાયરસને પ્રસ્તાવિત પણ કરી શકે છે. લાંબા સમય સુધી માનવ શરીરના બહારના સતહ પર જીવિત રહેવાની ક્ષમતા વાયરસને વધારે સંક્રમણ બનાવી દે છે. કેટલાક પરિક્ષણોથી જાણ થઈ છે કે 4 થી 7 દિવસો વચ્ચે માસ્કના બહારી સતહ પર જીવિત રહી શકે છે.

પ્રોફેસર મલિક પેઇરિસ કહે છે કે કોવિડ-19ને નિયંત્રિત કરવો મુશ્કેલ છે કારણ કે દર્દીઓમાં સમય-સમયે લક્ષણ જોવા મળે છે. જોકે કોવિડ-19 વાયરસને શ્રેણીના અન્ય રોગની સરખામણીમાં વધારે સ્થિર માનવામાં આવે છે. આમાં મૃત્યુદર તુલનાત્મક રુપથી ઘણી ઓછી છે. આ જ કારણે સંભાવના છે કે એક વખત બિમારી માટે વિકસિત વેક્સીન લાંબા સમયગાળામાં વધારે પ્રભાવી હશે. કોવિડ 19 રસી લાંબા સમયગાળા માટે કામ કરી શકે છે. જોકે જાણકારોનું માનવું છે કે વેક્સીનને વિકસિત કરવામાં 12 મહિનાથી વધારે સમય લાગી શકે છે.
First published: April 1, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading