કોરોના સંક્રમણ મહિલાઓની ફળદ્રુપતા પર કોઈ અસર નહીં કરે: નવા સંશોધનમાં ખુલાસો

પ્રતીકાત્મક તસવીર

આ અધ્યયનમાં જાણવા મળ્યું કે, પ્લેસેન્ટલ માર્ગો દ્વારા સંક્રમણ શક્ય નથી. પ્રસુતિ સમયે અને ત્યારબાદ જોવા મળતું સંક્રમણ કોઈ નીઓનટલ સંક્રમણ સ્પષ્ટીકરણ આપે છે.

  • Share this:
નવી દિલ્હી: મહિલાઓ પર કોરોના વાયરસ (Coronavirus)ની અસર અંગે ઘણા સંશોધન થઈ રહ્યા છે. ત્યારે કોરોનાથી માહિલના અંડાશય રિઝર્વ પર કોઈ પ્રતિકૂળ પ્રભાવ પડતો નથી અને ફળદ્રુપતા (Fertility)ની સારવારમાં સફળતાની સંભાવના સંક્રમણ પહેલાની જેમ જ રહે છે, તેવું નવા સંશોધનમાં સામે આવ્યું છે. ગર્ભાધાન (કુદરતી અને તબીબી) અને ગર્ભાવસ્થા માટે ઇંડા પેદા કરવાની અંડાશયની ક્ષમતા અંડાશયના રિઝર્વ દર્શાવે છે. આ સ્ટડી સ્પેનના ફર્ટિલિટી સેન્ટર IVI મેડ્રિડના સંશોધકોની આગેવાનીમાં થઈ હતી. જેમાં સામે આવેલી બાબતો ESHREની 37મી વાર્ષિક બેઠકમાં રજૂ કરાઈ હતી. આ બેઠકનું 26 જૂનથી 1 જુલાઈ ઓનલાઈન આયોજન થયું હતું.

આ અધ્યયનમાં જાણવા મળ્યું કે, પ્લેસેન્ટલ માર્ગો દ્વારા સંક્રમણ શક્ય નથી. પ્રસુતિ સમયે અને ત્યારબાદ જોવા મળતું સંક્રમણ કોઈ નીઓનટલ સંક્રમણ સ્પષ્ટીકરણ આપે છે. મેથી જૂન 2020 દરમિયાન આ સંશોધનમાં ભાગ લેનાર તમામ 46 માહિલોના અંડાશયના માર્કર ગણાતા એન્ટિ-મ્યુલેરીઅન હોર્મોન સહિતના હોર્મોનનું ટીમે મોનીટર કર્યું હતું.

આ પણ વાંચો: વડોદરામાં લવ-જેહાદનો ત્રીજો કિસ્સો: લગ્નની લાલચે બેરોજગાર યુવકે યુવતી પર આચર્યું દુષ્કર્મ

એન્ટિ-મ્યુલેરીઅન હોર્મોન(AMH) થોડા વર્ષોમાં વંધ્યત્વતા નિવારણ ક્લિનિક્સમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાતું માપદંડ બની ગયું છે. આ હોર્મોન IVFમાં અંડાશયને એક્ટિવ કરવા દર્દીઓ કેવી રીતે પ્રતિક્રિયા આપી શકે છે તે આગાહી કરવામાં સક્ષમ છે. જ્યારે સારવાર શરૂ થાય છે ત્યારે તેઓ અંડાશયને એક્ટિવ કરવા માટે સામાન્ય અથવા ઓછી પ્રતિક્રિયા આપે છે.

IVI મેડ્રિડના ડો. મારીયા ક્રુઝ પાલોમીનો જણાવે છે કે, AMH લેવલમાં કોરોના સંક્રમણ પહેલા અને પછીના લેવલમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. એવું માની શકીએ કે, તેમની ફળદ્રુપતામાં સફળતાની શક્યતા બરકરાર રહે છે. જેમને સામાન્ય રિસ્પોન્ડર ગણાવ્યા હતા, તેઓમાં AMH લેવલમાં મામુલી ઘટાડો નોંધાયો હતો. પાલોમીનોના મત મુજબ તે વધુ ઘટાડો નથી અને ઓવરીન રિઝર્વના અસર કરે તેમ નહોતું.

આ પણ વાંચો: અમદાવાદની ટ્વિન બહેનો ધોરણ-10માં ટોપર, ખાસ કારણથી બનવું છે ડૉક્ટર

વાયરસ ACE2 રીસેપ્ટર સાથે જોડાઈ કોષો પર આક્રમણ કરતો હોવાથી આ બાબત ચિંતાનો વિષય હતી. આવી સ્થિતિમાં અંડાશય, ગર્ભાશય, યોની અને પ્લેસેન્ટાને અસર થઈ શકે છે. આ બાબતના કારણે ફર્ટિલીટીની સારવાર કરાવવાની ઈચ્છા રાખતી મહિલાઓ ચિંતામાં મુકાઈ હતી.

અધ્યયનથી ખબર પડી કે, અંડાશય રિઝર્વના માર્કર તરીકે AMHના સ્તરમાં ભિન્નતા હતી, આ ભિન્નતા સંક્રમણ મામલે નહીં પણ અંડાશયને એક્ટિવ કરવા બાબતે દર્દીની પ્રતિક્રિયા પર નિર્ભર કરે છે. ફર્ટિલિટીની સારવારમાં સફળતાની શક્યતા હજુ પહેલા જેવી જ છે.
Published by:Vinod Zankhaliya
First published: