Coronavirus Updates: દેશમાં કોરોનાથી વધ્યું ટેન્શન, 24 કલાકમાં 36,083 લોકો સંક્રમિત, 493નાં મોત

ફાઇલ તસવીર.

India Fights Corona: છેલ્લા 24 કલાકમાં 73 લાખ 50 હજાર લોકોને કોરોનાની રસી અપાઈ, હાલ 3,85,336 એક્ટિવ કેસ

  • Share this:
    Coronavirus News Live Updates, 15 August 2021: દેશમાં ઝડપથી વધી રહેલા કોરોના સંક્રમણના કેસો જોયા બાદ ત્રીજી લહેર (Covid Third Wave)ના સંકેત અત્યારથી જ જોવા મળી રહ્યા છે. દરરોજ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 35 હજારથી ઉપર નોંધાય છે. દેશના અનેક રાજ્યોમાં તો સ્થિતિ ખૂબ ગંભીર બની ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવાર સવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 36,083 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 493 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,21,92,576 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 54,38,46,290 લોકોને કોરોના વેક્સીન (Covid19 Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે. શનિવારના 24 કલાકમાં 73,50,553 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

    ભારતમાં હાલ 3,85,336 એક્ટિવ કેસ

    નોંધનીય છે કે, ભારતમાં કોવિડ-19 મહામારી (COVID-19 Pandemic) સામે લડીને 3 કરોડ 13 લાખ 76 હજાર 15 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 37,927 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ 97.50 ટકા છે. હાલમાં 3,85,336 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 4,31,225 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 14 ઓગસ્ટ, 2021 સુધીમાં ભારતમાં કુલ 49,36,24,440 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુરૂવારના 24 કલાકમાં 19,23,863 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.


    ગુજરાતમાં 24 કલાકમાં 6,18,515 લોકોનું રસીકરણ થયું

    ગુજરાતમાં (Gujarat Coronavirus updates)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 25 કેસ નોંધાયા છે. જેની સામે 18 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10078 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. અત્યાર સુધીમાં 3,98,06,924 ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 6,18,515 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.

    આ પણ વાંચો, 75th Independence Day: વડાપ્રધાન મોદીએ દેશને આપ્યો નવો મંત્ર- ‘આ જ સમય છે, યોગ્ય સમય છે, ભારતનો અનમોલ સમય છે’

    ગુજરાતમાં કોરોના કાબૂમાં

    ગુજરાતમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં 7, સુરતમાં 3, વડોદરામાં 4, રાજકોટમાં 4, પોરબંદરમાં 3, અરવલ્લી, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગરમાં 1-1 સહિત કુલ 25 કેસ નોંધાયા છે. બીજી તરફ અમદાવાદમાં 5, સુરતમાં 4, વડોદરામાં 5, ગીર સોમનાથમાં 3, અમરેલીમાં 1 સહિત કુલ 18 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. અત્યારે કુલ 185 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 7 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 178 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 814903 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published: