Covid-19 India: Coronaની પહેલી લહેરમાં પહોંચી ગયા 50 લાખ કેસ, તો બીજી લહેરમાં કેવા થશે હાલ

News18 Gujarati
Updated: September 16, 2020, 5:26 PM IST
Covid-19 India: Coronaની પહેલી લહેરમાં પહોંચી ગયા 50 લાખ કેસ, તો બીજી લહેરમાં કેવા થશે હાલ
પ્રતિકાત્મક તસવીર

સૌમ્યા સ્વામીનાથને કહ્યું હતું કે, કોરોના વાયરસની વેવ વાસ્તવિક જોખમ છે કેમ કે, વાયરસ હજુ હાજર છે. અમને નથી ખબર કે, આ બીજી લહેર ક્યારે આવશે અથવા પહેલી લહેર જ ચાલુ રહેશે.

  • Share this:
સ્નેહા મોરદાની, નવી દિલ્હી : કોરોના વાયરસ (Coronavirus in India) વિશે એ કોઈને નથી ખબર કે, તેનો પહેલો વેવ ક્યારે કતમ થશે અને બીજી વેવ ક્યારે આવશે? કોરોના વાયરસ માટે બનેલી નેશનલ ટાસ્ક ફોર્સના સભ્ય અને એમ્સ દિલ્હીના ડાયરેક્ટરે CNN નેટવર્કને દેશના કેટલાક ભાગમાં બીજી લહેર આવવાની વાત કરી છે. જોકે, બીમારીની લહેર માટે કોઈ વિશેષ પરિભાષા નથી. મહામારીથી સંક્રમિત વ્યક્તિઓની સંખ્યા અને તેમાં વધારો થયા બાદ ઘટાડાને લહેર કહેવામાં આવી છે.

ડોક્ટર ગુલેરિયાએ કહ્યું છે કે, કેટલાક વિસ્તારમાં કોવિડ-19થી લોકો થાકી ગયા છે. દિલ્હીમાં તમે લોકોને માસ્ક વગર ફરતા જોઈ શકો છો. એવા કેટલાએ લોકો જોવા મળે છે છે ભીડમાં માસ્ક વગર ફરી રહ્યા છે. લોકો સુરક્ષાના ઉપાયોથી પણ થાકી ગયા છે. આજ કારણે કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યામાં વૃદ્ધિ થઈ રહી છે.

ડોક્ટર ગુલેરિયાએ એ પમ કહ્યું કે, કેટલાક મહિનાઓ સુધી કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓમાં વધારો થશે, પરંતુ બાદમાં તેમાં ઘટાડો આવશે. લાખોની સંખ્યામાં તેમાં ઘટાડો નોંધાશે. જૂનમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને કહ્યું હતું કે, કોરોના વાયરસની વેવ વાસ્તવિક જોખમ છે કેમ કે, વાયરસ હજુ હાજર છે. અમને નથી ખબર કે, આ બીજી લહેર ક્યારે આવશે અથવા પહેલી લહેર જ ચાલુ રહેશે.

આ પણ વાંચોનોમ ચોમસ્કીએ આપી ચેતાવણી - Corona તો કઈં નથી, આ બે મોટા સંકટ આવવાના છે


ધીમી ગતિ અને સ્થિર રીતથી ભારતમાં વધશે કોરોના!હેલ્થ ઈકોનોમિસ્ટ રિજો એમ જોન કહે છે કે, ભારત અલગ-અલગ રાજ્યોથી બનેલો એક મોટો દેશ છે. અહીં અનેક લોકો કોરોનાના અલગ-અલગ તબક્કામાં છે. એ પણ સંભાવના છે કે, ભારત કોરોના કેસમાં લાંબા સમય સુધી ધીમી ગતિથી કેસ વધતા જોશે. આવું એટલા માટે કારણ કે, વર્તમાનમાં કેટલીક જગ્યાઓ પર વધારે ભાર છે પરંતુ નવી જગ્યાઓ પર પમ કેસ ઝડપથી વધી રહ્યા છે. જેથી એક દેશના રૂપમાં પીક વિશે વાત કરવાનું કોઈ તથ્ય નથી બનતું.

કોરોના માટે બનેલી નેશનલ ટાસ્ક ફોર્સ અને મહામારી વિશેષજ્ઞ ડોક્ટર ગિરધર બાબુએ પમ માન્યું છે કે, દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં પહેલી લહેર ખતમ નથી થઈ. તેણે લોઅર મિનિમમ આધાર પણ ટચ નથી કર્યો. ટેકનીક દ્રષ્ટીથી નથી કહી શકતા કે, બીજી લહેર આવી ગઈ છે. આમાં એ પમ નિર્ભર કરે છે કે, તમે ડેટાને કેવી રીતે જોઈ રહ્યા છો. મારી દ્રષ્ટીએ આ પહેલી લહેર જ છે. રાજ્ય અને શહેરોમાં અલગ-અલગ સમય પર પીક જોવા મળી રહ્યા છે. આ સંક્રમણની શરૂઆત, જનસંખ્યા અને માસ્કના ઉપયોગના અસ્થાયી અંતર પર નિર્ભર કરે છે.
Published by: kiran mehta
First published: September 16, 2020, 5:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading