Covid-19: દેશમાં 24 કલાકમાં નવા 18,177 કેસ નોંધાયા, 100 દર્દીઓનાં મોત

Covid-19: દેશમાં 24 કલાકમાં નવા 18,177 કેસ નોંધાયા, 100 દર્દીઓનાં મોત
ભારતમાં 2 કરોડ લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી, કોરોનાનો કુલ મૃત્યુઆંક 1,57,756એ પહોંચ્યો

ભારતમાં 2 કરોડ લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી, કોરોનાનો કુલ મૃત્યુઆંક 1,57,756એ પહોંચ્યો

  • Share this:
    Coronavirus Cases in India: ભારતમાં ફરી એક વાર કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણનો ખતરો વધવા લાગ્યો છે. દરરોજ કોરોના (Covid-19) સંક્રમિત દર્દીઓનો આંકડો વધતો જઈ રહ્યો છે. રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 18,711 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 100 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,12,10,799 થઈ ગઈ છે.

    બીજી તરફ, દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,09,22,344 લોકોને કોવિડ વેક્સીન (Corona Vaccine) આપવામાં આવી ચૂકી છે. કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 8 લાખ 68 હજાર 520 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 14,392 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 1,84,523 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,57,756 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.




    આ પણ વાંચો, પોસ્ટ ઓફિસ ગ્રાહકો માટે જરૂરી સમાચાર! 1 એપ્રિલથી નાણા જમા કરાવવા - ઉપાડવા પર આપવો પડશે ચાર્જ, જાણો કેટલા રૂપિયા કપાશે

    ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ રવિવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 6 માર્ચ સુધીમાં ભારતમાં કુલ 22,14,30,507 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, શનિવારના 24 કલાકમાં 7,37,830 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

    ગુજરાતમાં (Gujarat) 24 કલાકમાં કોરોના વાયરસના નવા 571 કેસ નોંધાયા છે. જેની સામે 403 દર્દીઓ સાજા થયા છે. 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4414 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 97.27 ટકા છે. અત્યાર સુધીમાં 13,74,244 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો (CoronaVaccine) પ્રથમ ડોઝ અને 3,30,463 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 60 વર્ષથી વધારે વય ધરાવતા તેમજ 45થી 60 વર્ષ વયના ગંભીર બીમારી ધરાવતા 1,31,821 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. આ રસીના કારણે એકપણ ગંભીર આડઅસર જોવા મળી નથી.

    આ પણ જુઓ, VIDEO: ચોર મંદિરમાંથી દાનપાત્ર ઉઠાવીને થઈ ગયો ફરાર, ઘટના CCTVમાં કેદ

    ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના કારણે એક દર્દીનું મોત થયું છે. આ મોત અમદાવાદમાં થયું છે. બીજી તરફ અમદાવાદમાં 109, સુરતમાં 85, વડોદરામાં 54, રાજકોટમાં 48, જામનગરમાં 22, આણંદમાં 9, ગાંધીનગરમાં 8 સહિત 403 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.
    Published by:Mrunal Bhojak
    First published:March 07, 2021, 10:40 am