COVID-19: ભારતમાં મળેલો કોરોનાનો નવો સ્ટ્રેન વધુ સંક્રામક હોઈ શકે છે- AIIMS પ્રમુખ ડૉ. ગુલેરિયા

COVID-19: ભારતમાં મળેલો કોરોનાનો નવો સ્ટ્રેન વધુ સંક્રામક હોઈ શકે છે- AIIMS પ્રમુખ ડૉ. ગુલેરિયા
પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રમાં કોવિડ ટાસ્કફોર્સના સભ્ય ડૉ. શશાંક જોશીના જણાવ્યા મુજબ રાજ્યમાં કોરોનાના નવા સ્ટ્રેનના 240 કેસ જોવા મળ્યા છે

  • Share this:
    COVID-19 in India: ભારતમાં ફરી એકવાર કોરોના વાયરસના (Corona Infection) કેસ વધવા લાગ્યા છે. 28 દિવસ બાદ કોરોના (COVID-19)ના નવા કેસોએ 14 હજારનો આંકડો પાર કરી દીધો છે. કોરોનાના વધતા કેસોની વચ્ચે વધુ એક ડરાવનારા સમાચાર સામે આવ્યા છે. AIIMSના પ્રમુખ ડૉ. રણદીપ ગુલેરીયા (Randeep Guleria)એ આશંકા વ્યક્ત કરતાં જણાવ્યું કે ભારત (India)માં કોરોનાનો નવો સ્ટ્રેન (Corona New Strain) પહેલાથી વધુ સંક્રામક હોઈ શકે છે. ડૉ. ગુલેરિયાએ કહ્યું કે ભારતમાં કોરોના વાયરસ પ્રત્યે હર્ડ ઇમ્યુનીટી ઊભી થવાની વાત ખોટી માન્યતા છે, કારણ કે તેના માટે દેશની 80 ટકા વસ્તીમાં કોરોના વાયરસથી લડવા માટે એન્ટીબોડી ડેવલપ થયેલી હોવી જોઈએ.

    ડૉ. ગુલેરિયાએ કહ્યું કે, મહારાષ્ટ્ર (Maharashtra)માં જે રીતે કોરોના સંક્રમણના કેસ એક પછી એક ઝડપથી વધી રહ્યા છે તેને જોયા બાદ આપણે કહી શકીએ છીએ કે તે પહેલાથી વધુ ખતરનાક વાયરસ છે. તેઓએ કહ્યું કે કોરોનાના નવા સ્ટ્રેન (New Covid Strain) સંક્રમણની સારવાર લઈ ચૂકેલા દર્દીઓ ઉપર પણ ફરી હુમલો કરી શકે છે. જેમાં પહેલાથી એન્ટીબોડી ઊભી થયેલી હશે તો પણ સ્ટ્રેન ફરી હુમલો કરી શકે છે. મહારાષ્ટ્રમાં કોવિડ ટાસ્કફોર્સના સભ્ય ડૉ. શશાંક જોશીના જણાવ્યા મુજબ રાજ્યમાં કોરોનાના નવા સ્ટ્રેનના 240 કેસ જોવા મળ્યા છે. મહારાષ્ટ્રમાં ઝડપથી વધી રહેલા કોરોના સંક્રમણના મામલા આ જ નવા સ્ટ્રેનના કારણે સામે આવ્યા છે.



    આ પણ વાંચો, કોરોનાએ ફરી ચિંતા વધારી! 24 કલાકમાં 14,264 નવા કેસ નોંધાયા, એક્ટિવ કેસોમાં સતત ચોથા દિવસે વધારો

    મહારાષ્ટ્ર ઉપરાંત ચાર અન્ય રાજ્યો- કેરળ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને પંજાબમાં પણ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. સરકાર વેકસીનેશનના માધ્યમથી કોરોના સંક્રમણની ચેઇન તોડીને હર્ડ ઇમ્યુનિટી ઊભી કરવાનો પ્રયાસ કરી રહી છે. આ કડીમાં પહેલા ચરણમાં ત્રણ કરોડ હેલ્થ વર્કરોને વેક્સીન આપવામાં આવશે. બાદમાં 50 વર્ષથી વધુ ઉંમરના કે ગંભીર બીમારીઓથી ગ્રસ્ત 27 કરોડ લોકોને આ રસી આપવામાં આવશે.

    આ પણ વાંચો, India-China Talks: ભારત-ચીન વચ્ચે 12 કલાક સુધી ચાલી મંત્રણા, પૂર્વ લદાખમાં સૈન્ય વાપસી પર થઈ વાત

    મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 6281 નવા કેસ નોંધાયા, 40 દર્દીનાં મોત

    મહારાષ્ટ્રમાં શનિવારે કોરોના વાયરસના 6281 કેસ સામે આવ્યા છે, જ્યારે 24 કલાકમાં 40 લોકોનાં મોત થયા છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ મુજબ છેલ્લા 24 કલાકમાં 2567 લોકોને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કોરોના વાયરસના 20 લાખ 93 હજાર 913 કેસ સામે આવી ચૂક્યા છે. બીજી તરફ. 19 લાખ 92 હજાર 530 લોકો અત્યાર સુધીમાં સાજા થઈ ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં હાલ એક્ટિવ કેસોની સંખ્યા 48,439 છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 51,753 લોકોનાં મોત થઈ ચૂક્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published:February 21, 2021, 10:36 am

    ટૉપ ન્યૂઝ