COVID-19: કેરળમાં કોરોના બેકાબૂ, 24 કલાકમાં વધુ 21 હજાર લોકો થયા સંક્રમિત

પ્રતીકાત્મક તસવીર

Coronavirus in India: ભારતમાં 24 કલાકમાં 540 દર્દીઓએ જીવ ગુમાવ્યો, વધુ 36571 લોકો થયા સંક્રમિત

  • Share this:
    Coronavirus News Live Updates, 20 August 2021: કેરળમાં કોરોના સંક્રમણ (Kerala Corona Cases)ની સ્થિતિ વધુ વિકટ થતી જઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં અહીં 21 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે, જેના કારણે દેશમાં એક દિવસમાં નોંધાતા નવા કેસોની સંખ્યા (India Corona Cases) 36 હજારથી વધુ છે. બીજી તરફ, સંક્રમણનો સામનો કરી રહતાં વધુ 540 દર્દીઓએ (Covid-19 Deaths) પોતાના જીવ ગુમાવ્યા છે. કોરોના મૃત્યુઆંક ફરી 500ના આંકને પાર કરતાં ચિંતામાં વધારો થયો છે. વિશેષમાં ગુરૂવારના 24 કલાકમાં ગુજરાત (Gujarat Corona Cases)માં વધુ 19 લોકો સંક્રમિત થયા છે.

    ભારતમાં 24 કલાકમાં 540 દર્દીનાં મોત

    સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવાર સવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 36,571 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 540 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,23,58,829 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 57,22,81,488 લોકોને કોરોના વેક્સીન (Covid19 Vaccine Campaign)ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 54,71,282 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.


    3 કરોડ 15 લાખ દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

    કોવિડ-19 મહામારી (COVID-19 Pandemic) સામે લડીને ભારતમાં 3 કરોડ 15 લાખ 61 હજાર 635 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 36,555 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ 97.50 ટકા છે. હાલમાં 3,63,605 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 4,33,589 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 19 ઓગસ્ટ, 2021 સુધીમાં કુલ 50,26,99,702 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુરૂવારના 24 કલાકમાં 18,86,271 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

    ગુજરાતમાં વધુ 19 કેસ નોંધાયા

    ગુજરાતમાં કોરોના સંક્રમણ (Gujarat Coronavirus updates)ની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 19 કેસ નોંધાયા છે. જેની સામે 22 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10078 છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. અત્યાર સુધીમાં 4,19,43,402 ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 3,77,538 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.

    આ પણ વાંચો, Rajiv Gandhi Birth Anniversary: રાજીવ ગાંધીને યાદ કરી રહ્યો છે દેશ, PM મોદી, રાહુલ ગાંધીએ કર્યા નમન

    ગુજરાતમાં 186 એક્ટિવ કેસ

    ગુજરાતમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં 2, સુરતમાં 5, વડોદરામાં 4, જૂનાગઢમાં 2, ભાવનગર, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, કચ્છ, નવસારી 1-1 સહિત કુલ 19 કેસ નોંધાયા છે. બીજી તરફ અમદાવાદમાં 5, સુરતમાં 5, વડોદરામાં 3, પોરબંદરમાં 3, રાજકોટ, જૂનાગઢમાં 2-2, સાબરકાંઠા, નવસારીમાં 1-1 સહિત કુલ 22 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યારે કુલ 186 એક્ટિવ કેસ છે, જેમાં 6 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 177 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 814994 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published: