Home /News /national-international /COVID-19: ફેફસા-હૃદયની સાથે સાથે કોરોના લિવરને પણ નુકસાન પહોંચાડે છે, નવા સંશોધનમાં ખુલાસો
COVID-19: ફેફસા-હૃદયની સાથે સાથે કોરોના લિવરને પણ નુકસાન પહોંચાડે છે, નવા સંશોધનમાં ખુલાસો
ફાઇલ તસવીર
COVID-19 Effect on Liver: મુંબઈની સરકારી હોસ્પિટલ BYL નૈયર હોસ્પિટલના ગેસ્ટ્રોએન્ટેરોલોજી વિભાગ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, કોવિડ-19 વાયરસથી ચેપગ્રસ્ત દર્દીઓમાં ફેફસાં અને હૃદય તેમજ લિવર પર કોરોના વાયરસની ખૂબ ખરાબ અસર થાય છે.
મુંબઈઃ કોરોના વાયરસનું સંક્રમણ શ્વસન અને અન્ય મહત્વપૂર્ણ અંગો ઉપરાંત લિવર પર પણ ખરાબ અસર થાય છે. મુંબઈની સરકારી હોસ્પિટલ BYL નૈયર હોસ્પિટલમાં કરવામાં આવેલા અભ્યાસમાં આ વાત સામે આવી છે. અહીં ગેસ્ટ્રોએન્ટેરોલોજી વિભાગના અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, જે દર્દીઓ પર આ અભ્યાસ કરવામાં આવ્યો હતો, તેમાંથી અડધા દર્દીઓના લીવરને નુકસાન થયું હતું. શહેરની આ હોસ્પિટલ કોરોના વાયરસના દર્દીઓની સારવાર માટે ઓળખાયેલી મુખ્ય હોસ્પિટલોમાંની એક હતી.
આ સંશોધન તાજેતરમાં 'ઇન્ડિયન જર્નલ ઑફ મેડિકલ રિસર્ચ'માં પ્રકાશિત થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જે દર્દીઓને આમાં સામેલ કરવામાં આવ્યા હતા તેમાંથી 46 ટકા દર્દીઓને કોરોના વાયરસને કારણે લીવર સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.
નૈયર હોસ્પિટલના ડીન અને ગેસ્ટ્રોએન્ટેરોલોજી વિભાગના ડૉ. પ્રવીણ રાઠીએ કહ્યુ હતુ કે, ‘આ અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે ફેફસાં અને હૃદયની જેમ લિવર પણ કોવિડ-19થી પ્રભાવિત થયું હતું.’ બીજી તરફ, હોસ્પિટલના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. સંજય ચંદનાનીએ કહ્યુ હતુ કે, ‘કોવિડ-19 વિશે એ વાત જાણીતી છે કે તે શ્વસન, આંતરડા, હૃદય અને અન્ય અંગ પ્રણાલીઓને અસર કરે છે, પરંતુ લિવર પર થતી અસરને લગતા બહુ ઓછા અભ્યાસ થયા છે.’
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાક દરમિયાન ભારતમાં કોરોના વાયરસ સંક્રમણના 132 નવા કેસ નોંધાયા છે, જે બાદ દેશમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 4,46,83,994 થઈ ગઈ છે. ત્યારે સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 1,820 થઈ ગઈ છે. શનિવારે સવારે આઠ વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા અપડેટ ડેટા અનુસાર, દેશમાં કોરોના વાયરસના ચેપને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 5,30,750 પર સ્થિર છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોવિડ ચેપનો દૈનિક દર 0.10 ટકા છે, જ્યારે સાપ્તાહિક દર 0.09 ટકા નોંધવામાં આવ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર