ચિંતાનો વિષય! વાળ ખરવા પણ હોઈ શકે છે Coronaનું લક્ષણ, અભ્યાસમાં આવ્યું સામે

ચિંતાનો વિષય! વાળ ખરવા પણ હોઈ શકે છે Coronaનું લક્ષણ, અભ્યાસમાં આવ્યું સામે
પ્રતિકાત્મક તસવીર

દિવસેને દિવસે સામે આવતા કોરોનાનાં જુદાં જુદાં લક્ષણોએ ફરી લોકોને નવી રીતે વિચારવા મજબુર કર્યા છે.

 • Share this:
  કોરોનાવાયરસથી સમગ્ર વિશ્વ માટે ઘણી સમસ્યાઓ ઉભી થઈ છે. સાથે આના કારણે ઘણી સમસ્યાઓ સામે આવી રહી છે, ત્યારે કોરોના સંક્રમિત લોકોમાં પણ વાળ ખરવાની સમસ્યા જોવા મળી રહી છે. તાજેતરના એક અભ્યાસમાં બહાર આવ્યું છે કે, વાળ ખરવા એ પણ કોરોના વાયરસના લક્ષણોમાંનું એક હોઈ શકે છે. દિવસેને દિવસે સામે આવતા કોરોનાનાં જુદાં જુદાં લક્ષણોએ ફરી લોકોને નવી રીતે વિચારવા મજબુર કર્યા છે. અત્યાર સુધી, તાવ, ખાંસી અને શરદી કોરોનાનાં પ્રારંભિક લક્ષણો હોવાનું સામે આવ્યું હતું.. આ સિવાય કેટલાક લોકોમાં ગંધ અને સ્વાદની ક્ષમતા પણ ઓછી થવાનું જોવા મળી રહ્યું હતું. હવે કોરોના ચેપગ્રસ્ત લોકોમાં વધુ વાળ ખરતા જોવા મળી રહ્યા છે.

  આ લક્ષણો ઓછા દર્દીઓમાં જોવા મળ્યા હતા  કેટલાક મીડિયા અહેવાલોએ આને એક અભ્યાસ તરીકે ટાંક્યું છે. અમેરિકાના ઈન્ડિયાના યુનિવર્સિટીના પ્રોફેસર ડો. નતાલી લેમ્બર્ટની 1500 ટીમે આ અભ્યાસ કર્યો હતો. જે લોકો કોરોનામાંથી સ્વસ્થ થવામાં સફળ થયા છે, પરંતુ સ્વસ્થ થયા પછી પણ ચેપની અસર જોવા મળી હતી અને તેમના વાળ પણ ઝડપથી પડવા લાગ્યા હતા. એ નોંધવું પણ યોગ્ય છે કે વાળ ખરવાની સમસ્યા થોડા દર્દીઓમાં જ જોવા મળી છે.

  ખુશખબર: રાજ્ય સરકારે ત્રણ મહિનાના વિજળીના ફ્યુઅલ ચાર્જમાં ઘટાડાની કરી જાહેરાત

  ખુશખબર: રાજ્ય સરકારે ત્રણ મહિનાના વિજળીના ફ્યુઅલ ચાર્જમાં ઘટાડાની કરી જાહેરાત

  તણાવ પણ એક કારણ છે

  બધા લોકોએ વર્ચુઅલ રીતે આ અભ્યાસમાં ભાગ લીધો. અધ્યયન સાથે સંકળાયેલા આ લોકોએ જણાવ્યું હતું કે, તેઓને ઝડપી વાળ પડવાની સમસ્યાનો અનુભવ થયો હતો. તે જ સમયે, નિષ્ણાતો કહે છે કે, કોરોના ચેપગ્રસ્ત લોકોમાં વાળ ખરવા તેમના વધતા તણાવ સાથે સંબંધિત પણ હોઈ શકે છે. તનાવના કારણે કેટલાક લોકોમાં વાળ ખરવાની સમસ્યા ઘણી વાર થાય છે. તે જ સમયે, કેટલાક લોકોમાં આ સમસ્યા શરીરમાં પોષક તત્ત્વોના અભાવને કારણે પણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં, લોકોને તણાવ છોડી અને તેમના આહારમાં પોષક તત્વોનો સમાવેશ કરવાની સલાહ આપવામાં આવી રહી છે.

  ખેડૂત પાસેથી રૂ. 1માં ખરીદેલી ડુંગળીના ભાવ 5 મહિનામાં જ 80 રૂપિયા કેવી રીતે થયા?

  ખેડૂત પાસેથી રૂ. 1માં ખરીદેલી ડુંગળીના ભાવ 5 મહિનામાં જ 80 રૂપિયા કેવી રીતે થયા?

  ઉલ્લેખનીય છે કે, 28મી ઑક્ટોબરે કોરોના વાયરસના 980 નવા કેસ પોઝિટિવ (28મી October Gujarat corona cases) નોંધાયા છે, જ્યારે 1107 દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના (gujarat covid deaths) 6 દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંક 1,70,053 એ પહોંચી ગયો છે.
  Published by:kiran mehta
  First published:October 28, 2020, 21:01 pm

  ટૉપ ન્યૂઝ