એક જુલાઈએ નહીં ખુલે દિલ્હીની સ્કૂલો, ઉપ મુખ્યમંત્રી સિસોદીયાએ જાહેરાત કરી

News18 Gujarati
Updated: June 26, 2020, 9:31 PM IST
એક જુલાઈએ નહીં ખુલે દિલ્હીની સ્કૂલો, ઉપ મુખ્યમંત્રી સિસોદીયાએ જાહેરાત કરી
COVID-19: એક જુલાઈએ નહીં ખુલે દિલ્હીની સ્કૂલો, ઉપ મુખ્યમંત્રી સિસોદીયાએ જાહેરાત કરી

દિલ્હી સરકારના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ જાહેરાત કરી છે હવે 31 જુલાઈ સુધી દિલ્હીની બધી સ્કૂલો બંધ રાખવામાં આવશે

  • Share this:
નવી દિલ્હી : દિલ્હીમાં કોરોના વાયરસના વધી રહેલા કેસને જોતા દિલ્હી સરકારે 1 જુલાઈથી સ્કૂલો નહીં ખોલવાનો નિર્ણય કર્યો છે. દિલ્હી સરકારના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ જાહેરાત કરી છે હવે 31 જુલાઈ સુધી દિલ્હીની બધી સ્કૂલો બંધ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં સોગંદનામું રજુ કર્યા પછી સીબીએસઈએ બોર્ડે પરીક્ષાને લઈને નોટિફિકેશન (CBSE Board Exam Notification)જાહેર કર્યું છે. આ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે 10માં અને 12માં ની 1 જુલાઇથી 15 જુલાઇ વચ્ચે થનાર પરીક્ષાને સ્થગિત રાખવામાં આવશે.

આ એક્ઝામ પણ સ્થગિત

સીબીએસઈની જેમ આઈસીએસસીએ પણ પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો છે. જોકે આઈસીએસસી બોર્ડે પણ ફરી પરીક્ષા આપવાનો વિકલ્પ વિદ્યાર્થીઓ સામે રાખ્યો છે. સેન્ટ્રલ ટીચર એન્ટ્રેસ ટેસ્ટ એટલે કે સીટેટ ઉપર પણ સંકટના વાદળો છે. માનવ સંશાધન વિકાસ મંત્રાલય રમેશ પોખરિયાલ નિશંકે ટ્વિટ કરીને જાણકારી આપી છે કે સીટેટ પરીક્ષાને હાલ સ્થગિત કરી દેવામાં આવી છે. પરિસ્થિતિ સામાન્ય થવા પર પરીક્ષા આયોજીત કરાવવામાં આવી શકે છે. સીટેટ એક્ઝામ આગામી 5 જુલાઈએ થવાની હતી.


આ પણ વાંચો - કોરોના વાયરસ : રાજ્યમાં નવા 580 કેસ નોંધાયા, 24 કલાકમાં 532 દર્દીઓ સાજા થયા

દિલ્હીમાં કોરોના વાયરસના કેસ વધીને 73,780 થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 3390 નવા કેસ સામે આવ્યા છે. ગુરુવારે 64 દર્દીના મોત થયા છે. નવા મામલા સાથે એક્ટિવ કેસ પણ વધીને 26586 થઈ ગયા છે. અત્યાર સુધી કુલ 2429 દર્દીઓના મોત થયા છે. જ્યારે કુલ 44765 દર્દીઓએ કોરોનાને માત આપી છે. દિલ્હીમાં ગુરુવારે 17035 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
First published: June 26, 2020, 9:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading