નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસ મહામારી (Coronavirus)ફેલાવવાની ઝડપ વધી રહી છે. આ દરમિયાન નીતિ આયોગના (NITI Aayog)સીઈઓ અમિતાભ કાંતે કહ્યું છે કે ભારતમાં કોરોના સંક્રમિતોથી સાજા થવાનો રેશિયો અમેરિકા કરતા 20 ગણો શાનદાર છે.
અમિતાભ કાંતે કહ્યું કે અમેરિકામાં જ્યારે કોરાનાના એક લાખ કેસ હતા તે સમયે ફક્ત 2 ટકા લોકો જ આ સંક્રમથી ઠીક થયા હતા. જ્યારે આપણા દેશમાં લગભગ 40 ટકા લોકો આ સંક્રમણથી પૂરી રીતે બહાર આવી ચૂક્યા છે. દુનિયાના અન્ય ઘણા દેશોના મુકાબલે ભારતમાં સ્વસ્થ થવાનો રેશિયો શાનદાર છે. અમિતાભ કાંતે ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી.
નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે કહ્યું કે આપણી સ્થિતિ બીજા દેશો કરતા શાનદાર છે. ભારતમાં કોરોના સંક્રમણથી મૃત્યુદર ફક્ત 3 ટકા છે. જ્યારે અન્ય દેશોમાં આ વધારે છે. ભારતમાં સતત સાજા થવાનો દર વધી રહ્યો છે. દુનિયામાં કોરોના સંક્રમણથી સ્વસ્થ થવાની વાત કરવામાં આવે તો ભારતમાં 40 ટકા, અમેરિકામાં 2, ઇટાલીમાં 14, તુર્કીમાં 18, ફ્રાન્સમાં 21, સ્પેનમાં 22 અને જર્મનીમાં 29%નો દર છે. ભારતમાં સ્વસ્થ થવાનો રેશિયો સૌથી વધારે છે.
જોકે મૃત્યુદરની વાત કરવામાં આવે તો જર્મની-અમેરિકા સહિત ઘણા દેશોમાં એક લાખ સંક્રમિતો પર ભારતથી ઓછા મોત થયા હતા. એક લાખ સંક્રમણ પર રશિયામાં 1073, જર્મનીમાં 1584, અમેરિકામાં 2110, તુર્કીમાં 2491, ભારતમાં 3163, બ્રાઝિલમાં 7025, સ્પેનમાં 9387, ફ્રાન્સમાં 10869 અને ઇટાલીમાં 11591 લોકોના મોત થયા હતા. જેમાં કેટલાક દેશ એવા પણ છે, જ્યાં શરુઆતના એક લાખ સંક્રમણ પછી મૃત્યુદર ઘણો ઝડપથી વધ્યો છે.
" isDesktop="true" id="983332" >
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર