મહારાષ્ટ્રના મંત્રીએ ચેતવ્યા, કહ્યું - ત્રીજા સ્ટેજ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ

મહારાષ્ટ્રના મંત્રીએ ચેતવ્યા, કહ્યું - ત્રીજા સ્ટેજ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ
મહારાષ્ટ્રના મંત્રીએ ચેતવ્યા, કહ્યું - ત્રીજા સ્ટેજ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ શનિવારે કહ્યું કે રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધી રહી છે

 • Share this:
  મુંબઈ : મહારાષ્ટ્રના (Mahrashtra) સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે (Rajesh Tope)એ શનિવારે કહ્યું કે રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધી રહી છે અને તેમણે લોકોને વિષાણું ફેલાવવાથી રોકવા માટે સાર્વજનિક પરિવહનના ઉપયોગથી બચવાની અપીલ કરી છે. પત્રકારો સાથેની વાતચીતમાં રાજેશ ટોપેએ કહ્યું હતું કે રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યામાં 11 નવા મામલા આવ્યા છે. આ સાથે 63 કેસ થયા છે. તેમણે કહ્યું હતું કે 11 નવા મામલામાંથી આઠ લોકોએ વિદેશની યાત્રા કરી હતી અને ત્રણ લોકો પ્રભાવિત લોકોના સંપર્કમાં આવ્યા હતા.

  સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું હતું કે 10 મામલા મુંબઈમાં સામે આવ્યા છે. જ્યારે એક મામલો પૂણેમાંથી સામે આવ્યો છે. તેમણે કહ્યું હતું કે 52થી વધીને 63 કેસ થવા મોટી વૃદ્ધિ છે. બહારથી આવેલા લોકોના કારણે વધારે ફેલાયો છે. હું લોકોને ઘરની બહાર ન નિકળવાની અપીલ કરું છું. તેમણે સામાજિક દૂરી બનાવીને સાફ સફાઇ રાખીને આત્મ અનુશાસન રાખવું જોઈએ.  આ પણ વાંચો - 24 માર્ચે આઈપીએલને લઈને મોટો નિર્ણય, વીડિયો કોન્ફરન્સથી થશે મહત્વની બેઠક

  મંત્રીએ કહ્યું હતું કે જો સાર્વજનિક વાહનોમાં ભીડ ઓછી નહીં થાય તો તેમને બંધ કરી દેવામાં આવશે. આઈ કાર્ડની તપાસ કર્યા પછી સાર્વજનિક વાહનોમાં લોકોને યાત્રા કરવા દેવાની મંજૂરી આપવી પણ એક વિકલ્પ છે. તેમણે કહ્યું હતું કે મુંબઈમાં ઉપનગરીય ટ્રેન આવશ્યક ગતિવિધિયો માટે ચાલશે. દર્દીઓની સંખ્યા વધવી ચિંતાનું મુખ્ય કારણ છે અને આમાં લડવા માટે લોકોના સહયોગની જરુર છે.

  રાજેશ ટોપેએ કહ્યું હતું કે જો લોકો સાંભળશે નહીં તો અનાવશ્યક રુપથી સાર્વજનિક પરિવહનનો ઉપયોગ જારી રહેશે તો અમારે બીજો વિચાર કરવો પડશે. તેમણે કહ્યું હતું કે સંક્રમણ રોગ બીજા તબક્કામાં છે અને ત્રીજા તબક્કા તરફ આગળ વધી રહ્યો છે.
  Published by:News18 Gujarati
  First published:March 21, 2020, 17:46 pm

  ટૉપ ન્યૂઝ