COVID-19 in India: દેશમાં કોરોના વાયરસના કેસમાં ફરી વધારો, 24 કલાકમાં નોંધાયા 39,097 નવા દર્દી

ફાઇલ તસવીર.

Coronavirus Cases in India: સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે દેશમાં હાલ કોરોનાના 4,08,977 એક્ટિવ કેસ છે. દેશમાં કુલ 3 કરોડ 5 લાખ 3 હજાર 166 લોકો સાજા થઈ ચૂક્યા છે. કોરોનાથી 4 લાખ 20 હજાર 016 લોકોનાં મોત થયા છે

  • Share this:
    નવી દિલ્હી: દેશમાં ક્યારેક કોરોના વાયરસ (Coronavirus case update India)ના કેસ વધી રહ્યા છે તો કોઈ દિવસ ઘટાડો થઈ રહ્યો છે. ગુરુવારે કોરોનાના કેસમાં ઘટાડા બાદ શુક્રવારે કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય (Union health ministry)ના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરના સંક્રમણના નવા 39 હજાર 7 કેસ નોંધાયા છે. આ દરમિયાન 546 દર્દીનાં મૃત્યુ થયા છે. કોરોનાના નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 3 કરોડ 13 લાખ 32 હજાર 159 થઈ ગઈ છે.

    સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે દેશમાં હાલ કોરોનાના 4,08,977 એક્ટિવ કેસ છે. દેશમાં કુલ 3 કરોડ 5 લાખ 3 હજાર 166 લોકો સાજા થઈ ચૂક્યા છે. કોરોનાથી 4 લાખ 20 હજાર 016 લોકોનાં મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 42 લાખ 67 હજાર 799 લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી છે. આ સાથે જ દેશમાં 42 કરોડ 78 લાખ 82 હજાર 261 લોકોને રસી આપવામાં આવી ચૂકી છે.

    આ પણ વાંચો: 12.90 રૂપિયાની કિંમતના આ શેરે રોકાણકારોને એક જ વર્ષમાં કરી દીધા ન્યાલ! શું તમારી પાસે છે?



    મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોના સંક્રમણના 6753 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 167 લોકોનાં મોત થયા છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે કોરોનાથી અત્યારસુધી કુલ 62,51,810 લોકો સંક્રમિત થયા છે, જ્યારે કુલ 1,31,205 લોકોનાં મૃત્યુ થયા છે. તેમણે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં 5,979 લોકો સાજા થઈને પોતાના ઘરે ગયા છે. આ સાથે જ સાજા થનારા કુલ લોકની સંખ્યા 60,22,485 થઈ છે.

    આ પણ વાંચો: કોરોના પછી જો સતત માથું દુઃખતું હોય તો તેને હળવાશથી ન લેશો, આ ગંભીર બીમારી હોઈ શકે!

    કોરોના વાયરસ: આજની હાઇલાઇટ Today's Corona Highlights (July 24)

    >> 39 હજાર નવા કેસ, 546 મોત, 35 હજાર લોકો સાજા થયા, એક્ટિવ કેસમાં 3.5 હજારનો વધારો.
    >> સતત બીજા દિવસે 40 હજારથી ઓછા નવા કેસ, સતત 27મા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા.
    >> કેરળમાં 17.5 હજાર નવા કેસ, મહારાષ્ટ્ર્માં 6.8 હજાર અને ઓડિશામાં 1.9 હજાર નવા કેસ.
    >> મહારાષ્ટ્રમાં 67 લોકોનાં મોત, કેરળમાં 132 અને ઓડિશામાં 69 લોકોનાં મોત થયા.
    >> 8 રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશમાં એક્ટિવ કેસ વધ્યા. જેમાં ચાર નોર્થ-ઇસ્ટના રાજ્યનો સમાવેશ.

    રાજ્યમાં શુક્રવારે 3,55,953 વ્યક્તિઓનું રસીકરણ

    રાજ્યમાં (Gujarat)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 36 કેસ નોંધાયા છે. જેની સામે 61 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એક પણ દર્દીનું મોત નથી થયું. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,076 છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.74 ટકા છે. અત્યારસુધીમાં 3,10,11,525 ડોઝ કોરોના વેક્સીનના (CoronaVaccine)આપવામાં આવ્યા છે. શુક્રવારે કુલ 3,55,953 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. રાજ્યમાં અત્યારે કુલ 345 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 5 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 340 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યારસુધીમાં 8,14,223 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
    Published by:Vinod Zankhaliya
    First published: