COVID-19 in India: દેશમાં કોરોનાથી અત્યારસુધી કુલ 4,13,091 લોકોનાં મોત; 24 કલાકમાં 38 હજાર નવા કેસ નોંધાયા

COVID-19 in India: દેશમાં કોરોનાથી અત્યારસુધી કુલ 4,13,091 લોકોનાં મોત; 24 કલાકમાં 38 હજાર નવા કેસ નોંધાયા
તસવીર: Shutterstock

Coronavirus Cases in India Latest Update: સ્વાસ્થ્ય મંત્રાલય (Ministry of Health)ના જણાવ્યા પ્રમાણે દેશમા અત્યારસુધી 3 કરોડ 2 લાખ 27 હજાર 792 લોકો કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કોરોનાથી 4,13,091 લોકોનાં મોત થયા છે.

  • Share this:
    નવી દિલ્હી: દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા (Coronavirus cases India) ભલે ઓછી થઈ હોય પરંતુ સંભવિત ત્રીજી લહેરના ખતરા (Third wave coronavirus)એ તમામ લોકોને પરેશાન કરી દીધા છે. દક્ષિણ ભારત (South India)માં વધી રહેલા કોરોનાના ગ્રાફ પરથી એવો સંકેત મળે છે કે દેશમાં બહુ ઝડપથી કોરોનાની ત્રીજી લહેર જોવા મળી શકે છે. સ્વાસ્થ્ય મંત્રાલયે (Health ministry) શનિવારે સવારે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 38,079 કેસ નોંધાયા છે. આ દરમિયાન 560 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. કોરોના નવા કેસ સામે આવ્યા બાદ હવે દેશમાં કોરોનાથી સંક્રમિત થયેલા લોકોની સંખ્યા 3 કરોડ 10 લાખ 64 હજાર 908 થઈ છે.

    સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં હાલ કોરોનાના 4 લાખ 254 હજાર 025 એક્ટિવ કેસ છે. જ્યારે 3 કરોડ 2 લાખ 27 હજાર 792 લોકો કોરોનાથી સાજા થયા છે. જ્યારે કોરોનાથી દેશમાં કુલ 4 લાખ 13 હજાર 091 લોકોનાં મોત થયા છે. દેશમાં અત્યારસુધી 39,96,95,879 લોકોને કોરોનાની વેક્સીન લગાવવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 42,12,557 લોકોને કોરોનાની વેક્સી આપવામાં આવી છે.



    આ પણ વાંચો: ગુજરાતના ચારેય મોટા શહેરમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાની નજીક પહોંચી, જાણો આજનો ભાવ



    ગુજરાતમાં એકપણ દર્દીનું મોત નહીં:

    રાજ્યમાં (Gujarat) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 39 કેસ નોંધાયા છે. જેની સામે 70 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,074 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.70 ટકા છે. રાજ્યમાં હવે માત્ર 606 એક્ટિવ કેસ છે.

    આ પણ વાંચો: 6,000 ફૂટની ઊંચાઈએ ઝૂલાનો આનંદ માણી રહેલી મહિલાઓ સાંકળ તૂટતા નીચે ખાબકી, હૃદય ધબકારા ચૂકી જાય તેવો વીડિયો 

    આજની હાઇલાટ્સ: (17 જુલાઇ, 2021)

    >> 38 હજાર નવા કેસ. 560 લોકોનાં મોત. 43.9 હજાર લોકો સાથે થયા. એક્ટિવ કેસમાં 6.4 હજારનો ઘટાડો નોંધાયો.
    >> સતત ત્રીજા દિવસે 600થી ઓછા મોત નોંધાયા
    >> સતત બીજા દિવસે 40 હજારથી ઓછા કેસ. 20 દિવસથી 50 હજાર નીચે કેસ
    >> કેરળમાં 13.8 હજાર, મહારાષ્ટ્રમાં 7.8 હજાર, આંધ્ર પ્રદેશમાં 2.3 હજાર નવા કેસ
    >> મહારાષ્ટ્રમાં 167, કેરળમાં 130 અને ઓડિશામાં 64 લોકોનાં મોત
    >>10 રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશમાં એક્ટિવ કેસ વધ્યા. નોર્થ ઇસ્ટના પાંચ રાજ્યનો સમાવેશ

    આ પણ વાંચો: Tokyo Olympic 2020: ટોક્યો ઓલિમ્પિક પર કોરોનાનો હુમલો, ખેલ ગામમાંથી મળ્યો પ્રથમ કોવિડ-19 કેસ

    મહારાષ્ટ્રમાં 137 લોકોનાં મોત:

    મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોના વાયરસના 7761 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા 61,97,018 થઈ છે. જ્યારે 24 કલાકમાં 167 લોકોનાં મોત થયા છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં કોરોનાથી મોતનો આંકડો 1,26,727 પર પહોંચ્યો છે.
    Published by:Vinod Zankhaliya
    First published:July 17, 2021, 11:11 IST

    ટૉપ ન્યૂઝ