coronavirus cases india: દેશમાં કોરોનાના અત્યારસુધી 3,07,95,716 કેસ નોંધાયા છે. જેમાંથી 2,99,33,538 લોકો સાજા થયા છે. દેશમાં હાલ રિકવરી રેટ 97.2 ટકા થયો છે.
નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Health ministry) તરફથી શનિવારે સવારે જાહેર કરેલા આંકડા (Coronavirus News Updates) પ્રમાણે દેશમાં 24 કલાકમાં કોરોના વાયરસના 42,766 નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં 24 કલાકમાં 45,254 લોકો સાજા થયા છે. દેશમાં હાલ કુલ 4,55,033 એક્ટિવ કેસ છે. દેશમાં કોરોનાના અત્યારસુધી 3,07,95,716 કેસ નોંધાયા છે. જેમાંથી 2,99,33,538 લોકો સાજા થયા છે. દેશમાં હાલ રિકવરી રેટ 97.2 ટકા થયો છે.
કોરોનાથી થયેલા મોતની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી 1,206 લોકોનાં મોત થયા છે. મોતનું પ્રમાણ 1.3 ટકા છે. આ સાથે જ દેશમાં કોરોનાથી મોતને ભેટેલા લોકોનો કુલ આંકડો 4,07,145 થયો છે. હાલ દેશ પર ત્રીજી લહેરનો ખતરો તોળાઈ રહ્યો છે ત્યારે આ ખતરાને ખાળવા માટે મોટાપાયે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. દેશમાં અત્યારસુધી કુલ 37,21,96,268 લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી ચૂકી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13,563 નવા કેસ નોંધાય છે. આ દરમિયાન રાજ્યમાં 130 લોકોનાં મોત થયા છે. મહારાષ્ટ્રમાં 24 કલાકમાં કોરોનાના 8,992 કેસ નોંધાયા છે, જ્યારે 738 લોકોનાં મોત થયા છે. તાલિમનાડુમાં 24 કલાકમાં કોરોનાથી 69 લોકોનાં મોત થયા છે. કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં કુલ 68 લોકોનાં કોરોનાથી મોત થયા છે.
રાજ્યમાં (Gujarat)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 56 કેસ નોંધાયા છે. જેની સામે 196 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એક દર્દીનું મોત છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10073 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.61 ટકા છે. શુક્રવારે રાજ્યના 16 જિલ્લા એવા હતા જ્યાં કોરોના વાયરસનો એક પણ કેસ નોંધાયો ન હતો.