COVID-19: કોરોનાએ ફરી તોડ્યો રેકોર્ડ, 24 કલાકમાં 8380 નવા કેસ, 193 દર્દીઓનાં મોત

News18 Gujarati
Updated: May 31, 2020, 10:44 AM IST
COVID-19: કોરોનાએ ફરી તોડ્યો રેકોર્ડ, 24 કલાકમાં 8380 નવા કેસ, 193 દર્દીઓનાં મોત
નવા મામલા આવતાની સાથે કોરોનાથૂ સંક્રમિતોની સંખ્યા 1,82,142 થઇ ગઇ છે.

નવા મામલા આવતાની સાથે કોરોનાથૂ સંક્રમિતોની સંખ્યા 1,82,142 થઇ ગઇ છે.

  • Share this:
નવી દિલ્હી : ભારતમાં કોરોના વાયરસનાં નવા નોંધાયેલા દર્દીનાં આંકડાએ ફરીથી રેકોર્ડ તોડી દીધો છે. સ્વાસ્થ્ય મંત્રાલયનાં આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8380 નવા કેસ નોંધાયા છે. જ્યારે 193 દર્દીઓનાં જીવ ગયા છે. નવા મામલા આવતાની સાથે કોરોનાથૂ સંક્રમિતોની સંખ્યા 1,82,142 થઇ ગઇ છે. શુક્રવારે કોરોનાના 7964 નવા કેસ આવ્યાં હતા જ્યારે 265 દર્દીઓનાં મોત નીપજ્યાં હતા.

સ્વાસ્થ્ય મંત્રાલયનાં આંકડા પ્રમાણે, દેશમાં કોરોનાના હવે 89,995 એક્ટિવ કેસ છે. કોરોના મહામારીથી અત્યાર સુધી 5164 દર્દીઓનાં મોત નીપજ્યાં છે અને 86983 લોકો સાજા થયા છે. કોરોના વાયરસનાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાંછે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં 2,940 નવા મામલા સામે આવ્યાં છે. જ્યારે 99 લોકોના મોત નીપજ્યા છે. નવા દર્દીઓ આવ્યાં બાદ કોરોના સંક્રમિતોની સંખ્યા 65,168 સુધી પહોંચી ગઇ છે.

દેશમાં કોવિડ 19ના અત્યાર સુધી આવેલા મોતનો આંકડો 5164 છે. જેમા સૌથી વધુ મહારાષ્ટ્રમાં 2197 છે. જે બાદ ગુજરાતમાં 1007, મધ્યપ્રદેશમાં 343, દિલ્હીમાં 416, પશ્ચિમ બંગાળમાં 309, યુપીમાં 201, રજસ્થાનમમાં 193, તમિલનાડુમાં 160 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

આ પણ વાંચો - Unlock 1.0: જાણો સ્કૂલ-કૉલેજ, કોચિંગ સંસ્થાઓને લઈ શું કહે છે નવી ગાઇડલાઇન



ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 412 પોઝિટિવ કેસ નોંધાયારાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 412 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 16,365 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં 27 દર્દીનાં મોત થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 1007 થયો છે. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં હોસ્પિટલમાંથી 621 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. આજના દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ દર્દીઓ સાજા થયાં છે. આમ, અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 9,230 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. આરોગ્ય વિભાગે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે અમદાવાદમાં સૌથી વધુ 284 કેસ નોંધાયા છે. આ સિવાય સુરતમાં 55, વડોદરામાં 28, ગાંધીનગરમાં 12, અરવલ્લીમાં 6, બનાસકાંઠા, રાજકોટ, પંચમહાલ અને સાબરકાંઠામાં 3-3, આણંદ, પાટણ, જામનગર, છોટાઉદેપુરમાં 2-2, ભાવનગર, મહીસાગર, કચ્છ, પોરબંદર અને અમરેલીમાં 1-1 કેસ જ્યારે અન્ય રાજ્યના 2 કેસ નોંધાયા છે.

આ પણ જુઓ- 
First published: May 31, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading