માતા-પિતા સાવધાન! Coronaની ત્રીજી લહેરમાં બાળકો પર વધુ ખતરો, જાણો બાળકોને ક્યારે રસી અપાશે?

કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોને ખતરો?

ત્રીજી લહેરમાં બાળકો પર વધુ અસર થવાની ચેતવણી આપી છે.ગુરુવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 10 રાજ્યોના જિલ્લા અધિકારીઓ સાથે બેઠક કરી

  • Share this:
નવી દિલ્હી : ભારતમાં કોવિડ-19 બીજી લહેરની ખૂબ જ ગંભીર અસર જોવા મળી રહી છે. નિષ્ણાંતોએ કોરોનાની ત્રીજી લહેરની તૈયારી શરૂ કરવાનું કહી રહ્યા છે. તેમણે આ ત્રીજી લહેરમાં બાળકો પર વધુ અસર થવાની ચેતવણી આપી છે.ગુરુવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 10 રાજ્યોના જિલ્લા અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠકમાં PM મોદીએ દરેક જિલ્લામાં બાળકો અને યુવાઓમાં કોરોના સંક્રમણના ડેટા એકત્રિત કરવા કહ્યું હતું. બાળકોને કોરોનાથી બચાવવા માટે નિયમિતરૂપે ડેટાનું વિશ્લેષણ કરવા કહ્યું છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સિંગાપોરના નવા સ્ટ્રેઈન અંગેનો મુદ્દો રજૂ કર્યો હતો, જે બાળકો પર વધુ અસર કરી રહ્યો છે. જોકે, સિંગાપોરે કહ્યું છે કે, કોઈપણ પ્રકારનો નવો સ્ટ્રેઈન આવ્યો નથી. સિંગાપોરના ઉચ્ચાયોગે કહ્યું છે કે, “આ દાવો સંપૂર્ણપણે ખોટો છે, સિંગાપોરમાં કોરોનાનો કોઈ નવો સ્ટ્રેઈન જોવા મળ્યો નથી. બીજી તરફ Phylogenetic ટેસ્ટ પરથી જાણવા મળ્યું છે કે સિંગાપોરમાં હાલમાં બાળકો સહિત અનેક કોવિડ કેસોમાં B.1.617.2 સ્ટ્રેઈન જોવા મળ્યો છે. રવિવારે સિંગાપોરે જણાવ્યું કે B.1.617ની બાળકો પર અસર થતી હોવાથી સ્કૂલો બંધ કરી રહ્યું છે.

ભારતમાં કોરોનાની બીજી લહેરમાં B.1.617 વેરિએન્ટ હોવાનું કહેવામાં આવે છે, જેમાં પહેલી લહેર કરતા બીજી લહેરમાં બાળકો પર વધુ અસર જોવા મળી છે. ભારતે બાળકો અને નવજાત બાળકો વધુ સંક્રમિત થયા હોવાની સૂચના આપી. ફેબ્રુઆરીના પ્રથમ 15 દિવસ સુધીમાં કોવિડ-19ના 60% કેસમાં B.1.617 વેરિએન્ટ જોવા મળ્યો. આ વેરિએન્ટ ત્રણ સબ વેરિએન્ટ પણ છે, B.1.617.2, B.1.617.3 and B.1.617.1.

બાળકોને શા માટે વેક્સીન આપવી જોઈએ?

અનેક નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે ત્રીજી લહેરમાં બાળકોને વધુ અસર થઈ શકે છે, સિંગાપોરે પહેલેથી જ આ બાબતની ચેતવણી આપી છે. વાયરોલોજિસ્ટ ડૉ.રવિએ હિંદુસ્તાન ટાઈમ્સને કહ્યું કે, જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેના પર પહેલા હુમલો કરે છે. તમે વેક્સીનની મદદથી રોગ પ્રતિકારક શક્તિ પ્રાપ્ત કરી શકો છો. બીજી અને પહેલી લહેરમાં વયસ્કમાં કોરોનાનું સૌથી વધુ સંક્રમણ જોવા મળ્યું છે. પહેલી લહેરમાં સમગ્ર દેશમાં 4% બાળકોમાં સંક્રમણ જોવા મળ્યું અને બીજી લહેરમાં 10-15% બાળકોમાં સંક્રમણ જોવા મળ્યું. ડૉ.રવિએ વધુમાં જણાવ્યું કે, ભારતમાં બાળકો માટે કોઈ વેક્સીન ના હોવાના કારણે 60% બાળકો અસુરક્ષિત છે.ડૉ. બકુલ જે.પારેખ અને ડૉ. સમીર એચ.દલવઈએ ન્યૂઝ 18ના એક ઓપિનિયનમાં જણાવ્યું હતું કે, સરકારે બાળકોને વેક્સીન આપવા પર વિચાર કરવો જોઈએ. માર્ચ-એપ્રિલ 2021માં બાળકોમાં કોરોનાનું સંક્રમણ વધુ જોવા મળ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, બાળકોમાં કોરોનાનું સંક્રમણ વધતા મોટી સંખ્યામાં બાળકોને હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા અને તેમની ખાસ સારસંભાળ રાખવાની જરૂરિયાત ઊભી થઈ. બાળકોને અન્ય વધુ 40% કોરોનાથી સંક્રમિત લોકો સાથે ઉમેરવામાં આવ્યા છે, જેમને લોકોને ખાસ મેડિકલ કેરની આવશ્યકતા રહેશે. આના પરથી કહી શકાય કે ભારતમાં બાળકો અને કિશોરોમાં તાત્કાલિક રસીકરણની જરૂરિયાત છે.

બાળકોને સુરક્ષિત રાખવા માટે ભારત શું તૈયારી કરી રહ્યું છે?

નિષ્ણાંતોએ ત્રીજી લહેરમાં બાળકો પર વધુ અસર જોવા મળશે તેવી ચેતવણી આપી છે. આ ચેતવણીને ધ્યાને લઈ દરેક રાજ્ય બાળકોને સુરક્ષિત રાખવા માટેના મહત્વપૂર્ણ પગલા લઈ રહ્યા છે. બીજી લહેરમાં દિલ્હી, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં કોરોનાની વધુ અસર જોવા મળી રહી છે. અહીંયા તે રાજ્યોએ શું તૈયારીઓ કરી છે તેની જાણકારી આપવામાં આવી છે.

દિલ્હી:

સરકારે દિલ્હીમાં બાળકોની સુરક્ષા માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની તૈયારી કરી છે. દિલ્હી CM કેજરીવાલે ગુરુવારે જણાવ્યું કે, “જો કોરોનાની ત્રીજી લહેર આવે છે તો તેની સામે લડવા માટે આપણે તૈયાર રહેવું જોઈએ. અધિકારીઓ સાથે બેઠક કરીને મહત્વના નિર્ણય કર્યા છે.” બાળકોને કોરોનાની ત્રીજી લહેરથી બચાવવા માટે વિશેષ ટાસ્ક ફોર્સની યોજના અને યોગ્ય સંખ્યામાં બેડ, ઓક્સિજન અને આવશ્યક દવાઓની વ્યવસ્થા જેવા મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે.

કર્ણાટક:

રાજ્ય મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શશિકલા જોલેએ બાળકોને કોવિડ-19થી બચાવવા માટે કેટલાક મહત્વના ઉપાયોની જાહેરાત કરી છે. બાળ કોવિડ કેર સેન્ટરની સ્થાપવામાં આવશે અને અનાથ માટે પુનર્વસન કેન્દ્ર સ્થાપવામાં આવશે તેવું જાણવ્યું છે.

મહારાષ્ટ્ર:

ધ ઈન્ડિયન એક્સપ્રેસે જણાવ્યું કે, BMCએ જણાવ્યું કે મુંબઈમાં બાળ ચિકિત્સા કોવિડ દેખરેખ સુવિધા ઊભી કરવાની અને જે બાળકોના માતા-પિતા હોસ્પિટલમાં કોરોનાની સારવાર હેઠળ તેમના માટે ક્રેચ નેટવર્ક સ્થાપવાની યોજના બનાવી છે. અધિકારીઓએ ન્યૂઝપેપરને જણાવ્યું કે આગામી બે મહિનામાં 12 વર્ષથી ઓછા બાળકો માટે ચિકિત્સા સુવિધા શરૂ કરવામાં આવશે. ઉસ્માનાબાદ જિલ્લાએ બાળકોને ત્રીજી લહેરથી બચાવવા માટે એક ટાસ્ક ફોર્સનું ગઠન કર્યું છે. જિલ્લા કલેક્ટર કૌસ્તુભ દિવેગાંવકરે બાળકોના નિષ્ણાંત ડોકટરો સાથે મીટિંગ કરી હતી. તંત્રએ બાળકો માટે અલગ કોવિડ વોર્ડ બનાવવાનો પણ નિર્ણય કર્યો. કલેક્ટરે જણાવ્યું કે દરેક જિલ્લાના કોરોનાના દર્દીઓમાં 8% બાળકો છે.

નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR), ગુરુવારે કહ્યું કે ભારતમાં ત્રીજી લહેર આવી શકે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે બાળકોને સુરક્ષિત રાખવા માટેની તૈયારીઓ કરવી જોઈએ. NCPCR અધ્યક્ષ પ્રિયાંક કાનૂનગોએ કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણને પત્ર લખીને જણાવ્યું કે બીજી લહેરમાં યુવાઓ પર કોરોનાની અસર જોવા મળી રહી છે, અને ત્રીજી લહેરમાં બાળકોને વધુ અસર થઈ શકે છે.

નેશનલ ઈમરજન્સી ટ્રાન્સપોર્ટ સર્વિસ (NETS)ને પુનર્ગઠિત કરવાની આવશ્યકતાને ધ્યાનમાં રાખીને કાનૂનગોએ સ્વાસ્થ્ય મંત્રાલયને બાળકો અને નવજાત માટે એમ્બ્યુલન્સની વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે અનુરોધ કર્યો છે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના સ્વાસ્થ્ય સચિવને લખેલ પત્રમાં અધ્યક્ષે જણાવ્યું કે ત્રીજી લહેરમાં બાળકો પર વધુ અસર થવાને ધ્યાનમાં રાખીને NCPCRએ બાળ ચિકિત્સા કામકાજ પર જાણકારી એકત્ર કરવા માટેનું ફોર્મેટ બનાવ્યુ છે. બાળ કેર યુનિટ અને સ્પેશિયલ નવજાત કેર યુનિટ માટેની માહિતી એકત્ર કરતુ વિશેષ ફોર્મેટ બનાવવામાં આવ્યું છે.

બાળકોને રસીકરણ

મોટાભાગના દેશ વયસ્કને વેક્સીન આપી રહ્યા છે, અને અનેક દેશોએ બાળકોને રસી આપવાનું શરૂ કર્યું છે.US સેન્ટર ફોક ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના નિદેશક રોશેલ વાલેંસ્તીએ મંગળવારે કહ્યું કે અમેરિકાએ ગયા સપ્તાહે 12 થી 15 વર્ષના 600,000 બાળકોને કોવિડ-19ની રસી આપી છે. 12 થી 15 વર્ષના બાળકો માટે ફાઈઝર ઈંકના બાયોએનટેકના શોટને મંજૂરી આપવામાં આવી હતી. નિષ્ણાંત એન્થોની ફૌસીએ કહ્યું કે 2021ના અંત સુધીમાં અને 2022ની શરૂઆત સુધીમાં 4-6 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ કરવામાં આવશે.સિંગાપોરે પણ સ્કૂલો બંધ કરી છે અને 12 થી 15 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ કર્યું છે. સ્વાસ્થ્ય મંત્રી ઓંગ યે કુંગે કહ્યું કે 12 થી 15 વર્ષના બાળકોને ફાઈઝર બાયોએનટેક ઈંજેક્શન સાથે રસી આપવામાં આવી રહી છે. ફાઈઝર બાયોએનટેક કોવિડ-19 રસી પહેલા માત્ર 16 વર્ષથી અધિક ઉંમરની વ્યક્તિઓને આપવામાં આવતી હતી.UAE પણ 12 થી 15 વર્ષના બાળકોને ફાઈઝર બાયોએનટેક કોવિડ-19 રસી આપી રહ્યું છે.વિશ્વ આરોગ્ય સંસ્થાઓએ અમીર દેશને બાળકોના રસીકરણની યોજના પર પુનર્વિચાર કરવા અને ગરીબ દેશો માટે COVAX યોજના હેઠળ રસી દાન આપવાનો આગ્રહ કર્યો છે.

ભારતમાં બાળકોને રસી ક્યારે આપવામાં આવશે?

ભારતમાં માત્ર બે રસી ઉપલબ્ધ છે, અને તે રસીનું કોઈપણ બાળક પરીક્ષણ કરવામાં આવ્યું નથી.ભારત બાયોટેકને 2-18 વર્ષના બાળકો પર રસીનું પરીક્ષણ કરવાની મંજૂરી મળી છે. આગામી 10-12 દિવસોમાં પરીક્ષણ શરૂ કરવામાં આવશે. AztraZeneca 6-17 વર્ષના બાળકોમાં રસીનું પરીક્ષણ કરી રહી છે, પરંતુ હજુ સુધી તેના કોઈપણ ડેટા મળ્યા નથી.ફાઈઝરે આ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે તે ભારત સરકારને કોવિડ-19 રસી માટે તાત્કાલિક મંજૂરીની માંગ કરી હતી.કર્ણાટકના બેલગાવીમાં 20 બાળકોને ઝાયડસ કેડિલાની ZyCoV-D કોવિડ-19 વેક્સીનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે.જ્હોનસન એન્ડ જ્હોનસન વેક્સીન અને રશિયાની સ્પુતનિક રસી જલ્દી ભારતમાં આવી શકે છે. ભારતમાં 18 વર્ષથી નીચેના બાળકોને રસી ક્યારે આપવામાં આવશે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
First published: