Corona Updates:વિશ્વમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ભારતના પાડોશી દેશ ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. આ લહેરમાં 80 કરોડથી પણ વધારે લોકો સંક્રમિત થઈ શકે તેવી સંભાવના છે. આ સાથે ભારતની પણ મુશ્કેલીઓ વઘી શકે તેમ છે.
નવી દિલ્હી: વિશ્વમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ભારતના પાડોશી દેશ ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. આ લહેરમાં 80 કરોડથી પણ વધારે લોકો સંક્રમિત થઈ શકે તેવી સંભાવના છે. આ સાથે ભારતની પણ મુશ્કેલીઓ વઘી શકે તેમ છે. ચીનમાં અત્યાર સુધીની સૌથી ઘાતક કોરોનાની લહેર આવી છે. આ લહેરમાં સંક્રમણ ફેલાવાની ઝડપ સૌથી વધારે છે. આ સંદર્ભે ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે, આગામી મહિનામાં કોરોનાથી 80 કરોડથી પણ વધારે લોકો સંક્રમિત થઈ શકે છે.
શું ભારતમાં ફરી લોકડાઉન લાગશે?
ઉલ્લેખનીય છે કે, ભારતનાં પ્રતિબંધો અને લોકડાઉન પર રાખવામાં આવેલી ઢીલના કારણે લોકોએ ભારે ઉત્સાહપૂર્વક તહેવારોની ઉજવણીઓ કરી હતી. પરંતુ હવે ભારતમાં પણ પરિસ્થિતિ વણસી રહી છે. ઓમિક્રોનનો નવો વેરિયન્ટ ભારતમાં આવી ગયો છે. જેથી આપણે ખાસ તકેદારી રાખવાની જરૂર છે. અન્યથા ફરી ભારતમાં લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ શકે તેમ છે. સ્વસ્થ્ય મંત્રાલયે તો આ સંબંધે તમામ રાજ્યોને પત્ર લખીને સતર્ક રહેવા માટે જાણકારી પણ આપી દીધી છે.
એનપીઆરના અહેવાલ પ્રમાણે ચીનમાં કોરોનાથી મૃત્યુ પામતા લોકોન સંખ્યા 5 લાખ થઈ શકે છે. પરંતુ ચીનમાં વર્તમાન આંકડાની સંખ્યા આ પ્રમાણે ખુબ જ ઓછી બતાવામાં આવી રહી છે. ભારતમાં પણ ઓમિક્રોનના નવા સબ વેરિયન્ટની એન્ટ્રી થઈ ગઈ છે. જેથી ભારતના લોકોએ આ બાબતે ખાસ તકેદારી રાખવાની જરૂર છે. ભારતમાં આ પહેલાની ત્રણ લહેરોમાં મોટી સંખ્યામાં લોકો મોતને ભેટ્યા હતા. જેથી ભારત સરકાર સમય પહેલા જ સતર્ક થઈ ગઈ છે. જેથી કોરોનાને ફેલાતો રોકી શકાય. જો પરિસ્થિતિ કાબુમાં નહીં રહે તો કદાચ ફરી એક વાર ભારતમાં લોકડાઉન પણ લાગી શકે છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રાજ્યોને પત્ર લખીને ચેતવણી
ભારતમાં આ નવા વેરિયન્ટની એન્ટ્રીથી ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલયે ભારતના તમામ રાજ્યોને પત્ર લખીને ચેતવણી પણ આપી દીધી છે. જે રીતે ચીનમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. તેની સાથે સાથે વિશ્વના અન્ય દેશો જેમ કે, અમેરિકા, બ્રાઝિલમા પણ કોરોનાએ દસ્તક દઈ દીધી છે. ચીન અને અમેરિકા સિવાય જાપાન, દક્ષિણ કોરિયામાં પણ કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. પરંતું આ મામલે ચીનના અધિકારીઓ ખોટા આંકડા આપી રહ્યા છે. કારણ કે, ચીનના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે મંગળવારે ખાલી પાંચ અને સોમવારે બે જ મોત થયા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર