Home /News /national-international /Covid 19 in India: આગામી 40 દિવસ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ, જાન્યુઆરીમાં આવી શકે છે કોરોનાની નવી લહેર

Covid 19 in India: આગામી 40 દિવસ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ, જાન્યુઆરીમાં આવી શકે છે કોરોનાની નવી લહેર

નિષ્ણાતોએ વ્યક્તની કરી આશંકા

Coronavirus in India: ભારતમાં આગામી 40 દિવસ કોરોનાને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જૂના કેસોને જોતા ભારતમાં જાન્યુઆરીના મધ્ય સુધીમાં કોરોના સંક્રમિત દર્દીઓના આંકડામાં વધારો નોંધાઈ શકે છે. ચેન્નાઈમાં કોવિડ-19 માટે વધુ બે લોકોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. બંને મુસાફરો દુબઈ અને કંબોડિયાથી બુધવારે મદુરાઈ એરપોર્ટ પહોંચ્યા હતા. અહીં વિદેશથી પરત ફરેલા મુસાફરોના કોવિડ-19 (COVID-19) પોઝિટિવ કેસની સંખ્યા વધીને 4 થઈ ગઈ છે.

વધુ જુઓ ...
ચેન્નાઈ: ચીન અને વિશ્વના ઘણા દેશોમાં ઝડપથી ફેલાતા કોરોના વાયરસને (Coronavirus) લઈને ભારત સંપૂર્ણ રીતે સાવચેત અને એલર્ટ મોડમાં છે. વિશ્વના વિવિધ દેશોમાંથી આવતા મુસાફરોનું પરીક્ષણ પણ તેજ કરવામાં આવ્યું છે. મંગળવારે ચીનથી કોલંબો થઈને મદુરાઈ એરપોર્ટ પરત ફરેલી એક મહિલા અને તેની 6 વર્ષની પુત્રી કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. તે જ સમયે, બુધવારે દુબઈ અને કંબોડિયાથી પરત આવેલા વધુ બે મુસાફરોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ, તમિલનાડુમાં વિદેશથી પરત આવેલા કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 4 થઈ ગઈ છે. કોરોના સંક્રમણના ફેલાવાને લઈને આગામી 40 દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કોરોનાના જૂના ટ્રેન્ડને જોતા ભારતમાં કોવિડ-19 (COVID-19)ના કેસમાં જાન્યુઆરીના મધ્યમાં વધારો થવાનો અંદાજ છે.

રાજ્ય સરકારના સત્તાવાર સૂત્રો કહે છે કે, ભારતમાં આગામી 40 દિવસ કોરોનાને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જૂના કેસોને જોતા ભારતમાં જાન્યુઆરીના મધ્ય સુધીમાં કોરોના સંક્રમિત દર્દીઓના આંકડામાં રેકોર્ડ વધારો થઈ શકે છે.

આ પણ વાંચો: ચીનમાં મોતનું તાંડવ! કચરાની જેમ લાશોના ઢગલા, 15 લાખ મોતનો અંદાજ

દુબઈ અને કંબોડિયાથી બે મુસાફરો બુધવારે મદુરાઈ એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યારે તેનો કોવિડ ટેસ્ટ અહીં કરવામાં આવ્યો તો તે પોઝિટિવ આવ્યો છે. આ બાદ, વિદેશથી પરત ફરેલા મુસાફરોના કોવિડ-19 (COVID-19) પોઝિટિવ કેસની સંખ્યા વધીને 4 થઈ ગઈ છે.

તમિલનાડુના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી એમ.એ. સુબ્રમણ્યમે પુષ્ટિ કરી છે કે, બંને મુસાફરો કોરોના ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા છે. આ બંને મુસાફરોમાં એક મહિલા અને તેની છ વર્ષની પુત્રીનો સમાવેશ થાય છે જે ચીનથી કોલંબો થઈને પરત ફર્યા હતા. મંગળવારે, બંને મુસાફરો મદુરાઈ એરપોર્ટ પર ઉતર્યા હતા જ્યાં કોવિડ -19 ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.

આરોગ્ય પ્રધાને કહ્યું કે, કોરોનાવાયરસ માટે સકારાત્મક પરીક્ષણ કરનાર 36 વર્ષીય મહિલાનો ભાઈ પરિવારને મદુરાઈ એરપોર્ટથી વિરુધુનગર લઈ ગયો હતો. હવે તેમનું કોન્ટેક્ટ ટ્રેસિંગ પણ કરવામાં આવશે અને RT-PCR ટેસ્ટ કરવામાં આવશે.

આ પણ વાંચો: સમગ્ર દુનિયામાં કોરોના તબાહી મચાવશે; આતો ખાલી ટ્રેલર છે, લાખો લોકોના થશે મોત: વૈજ્ઞાનિકોની ચેતવણી

તેમણે કહ્યું કે, મહિલા અને તેની 6 વર્ષની પુત્રીમાં કોરોના વાયરસની પુષ્ટિ થઈ છે. પરંતુ અન્ય એક યુવતીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ તમામ ચીનથી દક્ષિણ કોરિયા અને કોલંબો ગયા હતા. ત્યાંથી તે મંગળવારે મદુરાઈ એરપોર્ટ પર પહોંચી હતી.

આ દરમિયાન, જો જોવામાં આવે તો ચીનમાં કોવિડના દર્દીઓની સંખ્યા એટલી વધી ગઈ છે કે હોસ્પિટલોમાં સારવાર માટે પૂરતા બેડ પણ ઉપલબ્ધ નથી. આ કારણે ચીન અને અન્ય દેશોમાંથી ભારત પરત આવતા લોકોની કડક તપાસ કરવામાં આવી રહી છે. તમામ એરપોર્ટ પર ઉતરતા લોકોનું રેન્ડમ ચેકિંગ અને થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. આમાં ઘણા દર્દીઓ સંક્રમિત પણ જોવા મળી રહ્યા છે.
First published:

Tags: Corona Cases in India, Coronavirus Case in India, COVID19

विज्ञापन