નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમણના 796 મામલાની પૃષ્ટી થઈ છે. જ્યારે સંક્રમણથી 35 લોકોના મોત થયા છે. ભારતમાં કોરોનાથી 9352 લોકો સંક્રમિત છે. જેમાં 8048 એક્ટિવ કેસ છે, 980 લોકો સ્વસ્થ થયા છે. જ્યારે અત્યાર સુધી 324 લોકોના મોત થયા છે.
આઈસીએમઆર (ICMR) તરફથી રમન આર ગંગાખેડકરે જણાવ્યું હતું કે કોરોના વાયરસ સંક્રમણ માટે અત્યાર સુધી બે લાખથી વધારે તપાસ કરવામાં આવી ચૂકી છે. આપણી પાસે આગામી બે સપ્તાહ સુધી તપાસ યથાવત્ રાખવા માટે પર્યાપ્ત ભંડાર છે. દેશમાં રવિવાર સુધી 2,06,212 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આપણે જે ઝડપથી ટેસ્ટ કરી રહ્યા છીએ, આપણી પાસે પુરતા પ્રમાણમાં સ્ટોક છે, જેની મદદથી આપણે આગામી છ સપ્તાહ સુધી આસાનીથી ટેસ્ટ કરી શકીએ છીએ. જેથી પરેશાન થવાની જરુર નથી. કોરોના પરિક્ષણની તાત્કાલિક તપાસ કરનારી કિટની ચીનથી આપૂર્તિના સવાલ પર કહ્યું હતું કે તપાસ કિટનો પ્રથમ જથ્થો 15 એપ્રિલ સુધી પહોંચવાની સંભાવના છે.
આ પણ વાંચો - સેહવાગનો ખુલાસો, Ramayanની આ ઘટનાથી બેટિંગ કરવાની પ્રેરણા મળી
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જાણકારી આપી હતી કે અત્યાર સુધીમાં 857 લોકો સ્વસ્થ થયા છે. એક દિવસમાં 141 લોકો સ્વસ્થ થયા છે. કેટલાક જિલ્લામાં કોરોના વાયરસ સંક્રમણના પ્રસારને નિયંત્રિત કરી લીધો છે. આ ક્ષેત્રમાં છેલ્લા 14 દિવસમાં સંક્રમણનો કોઈ નવા મામલો આવ્યો નથી.
તેમણે કહ્યું હતું કે દેશમાં સંક્રમણ રોકવા માટે લોકડાઉન દરમિયાન જિલ્લા સ્તર પર કરેલા પ્રયત્નોનું પરિણામ મળવાનું શરુ થઈ ગયું છે. તેના કારણે સંક્રમણથી પ્રભાવિત દેશના 15 રાજ્યોના 25 જિલ્લામાં છેલ્લા 14 દિવસોમાં સંક્રમણનો કોઈ કેસ સામે આવ્યો નથી. આ જિલ્લામાં મહારાષ્ટ્રનો બુંદીયા, છત્તીસગઢના દૂર્ગ, બિલાસપુર, કેરલના વાયનાડ, મણિપુરમાં ઇમ્ફાલ પશ્ચિમ અને બિહારમાં પટના, નાલંદા અને મુંગેર જિલ્લા સામેલ છે.
Published by:News18 Gujarati
First published:April 13, 2020, 19:03 pm